ખરેખર સેવા કે લોકપ્રિયતાની પરીક્ષા
ઓગષ્ટ મહિનામાં ગુજરાતના મુખ્યમંત્રી ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની રેલી હૈદરાબાદ યોજાવાની છે. જેમાં મોદીનું ભાષણ સાંભળવા માટે પાંચ રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે. દેશમાં જ્યારે પણ રાજકીય પાર્ટીઓની મોટી રેલીનું આયોજન થાય છે ત્યારે માનવામાં આવે છે રેલીમાં જામેલી ભીડને પૈસા આપીને બોલાવવામાં આવતી હોય છે પરંતુ આ વખતે અલગ જ થવા પામ્યું છે.
આગામી મહિનામાં હૈદરાબાદમાં જે રેલીનું આયોજન થયું છે. તેમા મોટી સંખ્યામાં લોકો એકત્ર થશે તેમ મોદીની લોકપ્રિયતા જોઈને ભાજપને આભાષ થયો હોય તેમ જણાઈ રહ્યું છે. ભાજપે નક્કી કર્યું છે કે આ રેલીમાં મોદીનું ભાષણ સાંભળવા માટે પાંચ રૂપિયા આપીને ટિકિટ લેવાની ફરજ પડશે.ભાજપાની રાજ્ય એકમ ટિકિટ વહેંચવાની યોજના બનાવી છે. જોકે ભાજપ જણાવી રહ્યું છેકે આ દરમિયાન જે પૈસા જમા થશે તેને ઉત્તરાખંડ સરકારને ત્યાં રાહતકાર્ય માટે આપવામાં આવશે.
જ્યારથી યુપીએમાંથી જેડીયુ અલગ થયું છે અને ચૂંટણી પ્રચારની કમાન નરેન્દ્ર મોદીએ સંભાળી છે ત્યારથી મોદીએ અવનવા નિવેદનો અને પ્રચારની અવનવી રીત લાવીને કોંગ્રેસને દોડતી કરી દીધી છે. સૌથી પહેલા કૂત્તે કા બચ્ચા, બુર્ખા અને હવે મોદીને સાંભળવા માટે પૈસા ખર્ચીને આવનારી પ્રજા.
આખરે કોંગ્રેસને પણ પોતાને સંવેદનશીલ સાબિત કરવા તેમજ દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે રાતોરાત પગલા ભરવાની જરૂરિયાત ઉભી થઈને રૂપિયાને નબળો બનાવવાની કવાયત હાથ ધરી છે.
- સૌથી મોટો પ્રશ્ન,.. પાંચ રૂપિયા આપીને શું લોકો મોદીને સાંભળવાનું પસંદ કરશે ?
- આ પ્રકારે પાંચ રૂપિયા માંગીને ભાષણ આપવાની જાહેરાત અન્ય કોઈ નેતા કરી શકે ?
- શું ખરેખર ભાજપની નિયત મોદીની લોકપ્રિયતા કે સેવા માટેની છે ?
- આ તુક્કો કામ કરશે તો આગળની રણનીતિ આ પ્રકારે જ હશે ?
- આ બાબતે કોંગ્રેસની આગળની રણિનીતિ કેવા પ્રકારની હશે ?
જોકે ભાજપ આ સેવાનું કામ અલગ રીતે પણ શકે તેમ હતી તેમ છતાં તેમણે મોદીના ભાષણને સાંભળવા માટે પાંચ રૂપિયાની ટિકિટ રાખીને કોંગ્રેસને બોલવાની તક આપી છે. જાહેર રેલીમાં પણ ભાજપ લોકો પાસે સેવાના નામે પૈસા માંગી શકે તેમ હતી. તેમ છતાં આ પ્રકારે મહિના અગાઉ જાહેરાત કરીને રેલી બાબતે લોકોમાં વધારે ઉત્સુક્તા અને મોદીનું નામ ચર્ચામાં લાવવાની કોશિશ છે. તેમ છતાં કોંગ્રેસને આ વાતની જાણ થતાં જ બોલતા થઈ ગયા હતા. ઉત્તરાખંડની પીડિત પ્રજા માટે આ રૂપિયા જમા થઈ રહ્યાં છે તે બાબતની જાણ હોવા છતાં આ પૈસા મોદીના નામે થઈ રહ્યાં છે તે બાબત તેમની માટે અસહ્ય બની ગઈ હતી. જેથી આ વાતે મીડિયા સમક્ષ બોલતા નજરે ચઢ્યા હતાં.
રાકેશ પંચાલ

.jpg)