શું ખરેખર ડાન્સ બાર મુંબઈમાં બંધ હતા ?
સુપ્રિમ કોર્ટે આજે 16મી જુલાઈ, મંગળવારના રોજ એક ચુકાદાદમાં મહારાષ્ટ્રમાં ડાન્સ બાર પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. જેનો લાભ ડાન્સ બાર બાળાઓ તેમજ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને થશે. સુપ્રિમ કોર્ટે એક રીતે બોમ્બે હાઈકોર્ટનો આદેશ યથાવત્ત રાખ્યો છે તો બીજી રીતે આ નિર્ણય મહારાષ્ટ્ર સરકાર માટે આંચકારૂપ છે.
વર્ષ 2005માં તત્કાલીન ઉપમુખ્યમંત્રી આર. આર. પાટિલે રાજ્યના તમામ ડાન્સ બારો પર પ્રતિબંધ લગાવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સરકારી પ્રતિબંધ દૂર કર્યો છે પણ એ નિર્ણય વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જેમાં રાજ્ય સરકારને મોટો આંચકો લાગ્યો છે. જોકે મુંબઈમાં ડાન્સ બાર ઘણા વર્ષોથી બંધ છે તેમ છતાં ડાન્સ બાર ચાલી રહ્યાં છે. જેનો પુરાવો આ વિડીયો આપી રહ્યાં છે. જોકે વર્ષ 2005માં ડાન્સ બાર પર પ્રતિબંધ આવી જતાં હજારો મહિલાઓ અને કર્મચારીઓ બેકાર થઈ ગયા હતા.
જોકે ડાન્સ બાર માલિકોનો કહી રહ્યાં છેકે અમે ડાન્સ બારમાં કરી રહેલ ડાન્સ બાર બાળાઓની ખાસ કાળજી લેવામાં આવે છે. તેમને ઘરે મુકવા સુધીની સુવિધાઓ આપવામાં આવે છે. સ્ટેજ અને કસ્ટમર વચ્ચે નિશ્ચિત અતંર રાખવામાં આવે છે. તેમની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ પ્રસ્તુત વિડીયોમાં શું ડાન્સ બાર બાળાઓ ખરેખર ડાન્સ કરીને મનોરંજન કરી રહી છે. તે જોવો...
જ્યારે મહારાષ્ટ્ર અને મુંબઈ જેવા શહેરોમાં ડાન્સ બાર ધમધમતા હોય તો તેના કામકાજ સાથે સંકળાયેલી બાર બાળાઓની સુરક્ષા રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બની જવા પામે છે. જોકે માલિકો ડાન્સ બાર બાળાઓની સુરક્ષા તેમજ કસ્ટમર અને બાર બાળાઓ વચ્ચે રાખવામાં આવતાં સુરક્ષિત અંતરની વાતો કરી રહ્યાં છે. પરંતુ પ્રસ્તુત નીચેના વીડિયોમાં તમે જોશે કે શું આ શક્ય છે ?
રાકેશ પંચાલ

.jpg)