ગમે તે કરો, બોલો પણ ચૂંટણી જીતોની રણનીતિ ??
પૂણેનાં ફર્ગયુસન કોલેજનાં વિદ્યાર્થીઓને મળ્યા બાદ ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બીજે મેડિકલ કૉલેજનાં વિદ્યાર્થીઓને સંબોંધ્યા હતા. જે દરમ્યાન ભારતે આઝાદી પછી શૈક્ષણિક ક્ષેત્રે જે કામ કરવાની જરૂરિયાત હતી તે પ્રકારે કામકાજ થયુ નથી. ભણતર માત્ર વ્યાપર બની બેઠો છે. ગુરુકુલની પરંપરા ભારતે ગુમાવી દીધી છે અને તે દિશામાં ફરી ભારતે મજબૂત થવાની જરૂર છે અને આ દિશામાં કામ કરીને ભારતના યુવાનો દેશ-વિદેશમાં એક શિક્ષક તરીકે સેવા આપી શકે તેવા સમર્થ છે. દુનિયામાં જે શિક્ષોકની ખોટ વર્તાઈ રહી છે. તેની પુરતી ભારતના ભણેલા યુવાનો કરી શકે છે. ભારત આ દિશાએ આગળ વધીને ભારત એકવીસમી સદીમાં પોતાની મજબૂતાઈ સ્થાપિત કરી શકે તેમ છે. તેમ છતાં આ બાબતે કોઈ દિશામાં કામ થયું નથી. બુદ્ધિજીવીઓનો મહત્તમ ઉપયોગ દેશના વિકાસમાં થવો જોઈએ અને તે માટે સરકારે એક બ્રિજ બનાવો પડશે. રિસર્ચનો ડેટા બેઝનું એક જગ્યાએ સાચવણી થવી જોઈએ અને તેનો ઉપયોગ સરકાર જરૂરિયાત પ્રમાણે કરી શકે જેથી સારી દિશામાં સરકારી નીતિઓ અને તેની અસરકારકતા વધી શકે. વધું સાંભળો..ક્લિક કરો..

ત્યાર બાદ ચાર વાગ્યે ભાજપ દ્રારા આયોજિત જાહેરસભાને સંબોધતા મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે કોંગ્રેસ સરકાર વોટબેંકની રાજનીતિ કરી છે. અને દેશનું હાલનું સંકટ વોટબેંકની રાજનીતિનું પરિણામ છે. મોદીએ કહ્યુ કે વડાપ્રધાન તો અર્થશાસ્ત્રી છે. તો પણ રૂપિયા કેમ સતત તૂટી રહ્યો છે. કોંગ્રેસે ગરીબી હટાવોનો નારો આપ્યો હતો. પણ શું થયુ એ વાયદાનું ? કોંગ્રેસે સ્વીકારી લીધુ છે કે ગરીબી હટાવવાની અમારી ક્ષમતા નથી. મોદીએ વધુમાં કહ્યુ કે કોંગ્રેસ છે ત્યાં સુધી દેશમાં સમસ્યા રહેશે. કોંગ્રેસનાં પરીવારવાજને કારણે લોકોનાં સ્વપ્ન તૂટી રહ્યા છે.ફૂડ સિક્યુરિટી બિલ અંગે મોદીએ કહ્યુ કે કોંગ્રેસે નક્કી કરી લીધુ છે કે લોકોને રોટલી મળે કે નહી, પણ કાગળ પર કાયદો જરૂર બનાવી દેશે. ફૂડ સિક્યુરિટી બિલ અંગે વટહુકમ જલદીથી લાવવા અંગે મોદીએ કહ્યુ કે કોંગ્રેસ ક્રેડિટ લેવા માંગે છે. દેશને એક્ટ નહી એકશન જોઇએ છે.
રાકેશ પંચાલ