દેશભરના શાકભાજીના ભાવમાં અસહ્ય ભાવવધારો થવા પામ્યો છે. જે કારણોસર ગરીબોની સાથે મધ્યમવર્ગની થાળીમાંથી શાક ગાયબ થઈ રહ્યાં છે. ચરોતર જેવા સમૃદ્ધ પંથકમાં પણ મધ્યમવર્ગની ગૃહિણી કઠોળ અને બટાકાના સહારે ઘર ચલાવી રહી છે. ગરીબોની થાળીમાંથી શાકભાજી વર્ષો અગાઉથી ગાયબ થઈ જવા પામી છે,પરંતુ હવે મધ્યમવર્ગને પણ શાકભાજી પરવડે તેમ નથી. મોટાભાગના મધ્યમવર્ગના ઘરો બટાટાનું એકમાત્ર વિકલ્પ બની જવા પામ્યો છે.
બજારોમાં તૈયાર અંથાણાનું ચલણ સસ્તું અને શાકભાજીનો વિકલ્પ બની ગયો છે. ગરીબોના ઘરોમાં રોટલો, છાશ અને લીલું કે લસણીયું મરચું રોજિંદો ખોરાક હતો. પરંતુ તેમા પણ દૂધના વધેલા ભાવે છાશને અસર કરી છે તો શાકભાજીમાં લીલા મરચા મોંઘા બની ગયા છે. તેથી ગરીબોને પણ પોતાની સસ્તી થાળી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી શાકભાજીમાં ચોમાસા દરમ્યાન શાકભાજીના ભાવ વધ્યા છે. વર્ષ 2011માં શાકભાજીના ભાવ તળીયે બેસી ગાય હતા અને ત્યાર બાદ શાકભાજી બાબતે ક્યારેય રાહત મળી નથી. મધ્યમવર્ગ જાણે ફળફળાદી ભુલી ગયો છે. દૂધ, પેટ્રોલ, શાકભાજી અને ફળફળાદી દરેક તરફે મધ્યમવર્ગ પીસાઈ રહ્યો છે તેવી પરિસ્થિતિમાં લાગી રહ્યું છેકે સામાન્ય જીવન જીવી રહેલા આ મધ્યમ વર્ગ જાયે તો જાયે કહાં....

ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ચોમાસુ શાકભાજી બજારમાં જુલાઈ મહિનાનાં પ્રથમ પખવાડિયા બાદ બજારોમાં આવશે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે. તે દરમ્યાન બજારોમાં ઊતરતા ઉનાળે ઊગાડાયેલી શાકભાજીના ગગનચુંબી ભાવના સહારે ગૃહિણીઓને પોતાનું ઘર ચલાવી રહી છે. આ વખતે ગુજરાતભરમાં વહેલો વરસાદ નોંધાયો છે તેમ છતાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે વધારો જોવા મળ્યો છે.
ચરોતર પંથકમાં ચાલી રહેલા શાકભાજીના ભાવમાં એક નજર કરીએ તો, કોબીજ 20થી 30 રૂપિયે પ્રતિ કિલો, ફ્લાવર 60થી 100 રૂપિયે પ્રતિ કિલો, રીંગણ 60 રૂપિયે પ્રતિ કિલો, પાપડી 60થી 80 રૂપિયે પ્રતિ કિલો, વટાણા 100થી 120 રૂપિયે પ્રતિ કિલો, તુવેર 100થી 120 રૂપિયે પ્રતિ કિલો અને આદુ 160થી 200 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે.
ચરોતર પંથકમાં શાકભાજીનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં થાય છે જેથી એ અન્ય પંથકમાંથી આયાત કરાતાં શાકભાજી પર નિર્ભર છે. શાકભાજીમાં અછત્ત સર્જાતા જે ભાવવધારો થાય છે તેની સીધી અસર ચરોતરના બજારોમાં દેખાય છે.
વર્ષ 2011ના જાન્યુઆરી મહિનામાં ચરોતરમાં શાકભાજીના ભાવ તળિયે બેસી ગયા હતા. તે વખતે શાકભાજીના સ્વાદરસિકો ખુશખુશાલ બની ગયા હતા. તે વખતે શાકભાજીમાં કિલો દિઠ રૂ.10થી 15નો ઘટાડો થવા પામ્યો હતો, જ્યારે ટામેટાં અને ડુંગળીના ભાવ મધ્યમવર્ગને પોષાય તેમ ન હતાં. જેથી મધ્યમવર્ગે ગાજર પર પોતાની પસંદગી ઊતારી હતી.
ચાલુ વર્ષ 2013ના વર્તમાન સમયમાં બજારોમાં શાકભાજીની અછત હોવાથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેથી મધ્યમવર્ગીય ગૃહિણીઓએ શાકભાજીની જગ્યાએ કઠોળ પર પોતાની પસંદગી ઉતારી છે અને ઘરના બજેટને ખોરવાતું અટકાવાનાં પ્રયત્નો કરી રહી છે.
વર્ષ 2008માં કાળઝાળ ગરમીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.અને વાતાવરણમાં અચાનક ફેરફારો નોંધાયા હતા. જેની અસરથી બજારોમાં ફળફળાદિ, અનાજ-કઠોળના ભાવો વધી જવા પામ્યાં હતા. દરેક મોંઘવારીએ પગપેસારો કરી દીધો હતો. તેવી જ પરિસ્થિતિનું નિર્માણ વર્ષ 2010માં થવા પામ્યું હતું જ્યારે નવેમ્બર મહિનામાં વાતાવરણમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું હતું અને કમોસમી વરસાદ થવા પામ્યો હતો. જેથી ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. જેની અસરથી શાકભાજીના ભાવ વધી જવા પામ્યા હતો.