www.GraminPatrika.com: રોગ પ્રતિરક્ષણ સત્રની વિશ્વભરમાં ઉજવણી. Blogger Widgets

રોગ પ્રતિરક્ષણ સત્રની વિશ્વભરમાં ઉજવણી.

  

દર વર્ષે એપ્રિલ મહિનાની એકવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ દરમ્યાન વર્લ્ડ ઈમ્યુનાઈઝેશન વીક (રોગ પ્રતિરક્ષણ માટેનું સત્ર )તરીકે ઉજવવામાં આવે છે. જે લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય જે  આઘેડ વયના લોકોમાં પ્રમાણમાં  હોય છે. જો સમયસર સારવાર કરવામાં ન આવે તો નાની બિમારી પણ જીવલેણ સાબિત થાય છે.

શરીર પર સૌથી મોટી અસર માણસની રહેણીકરણી અને વાતાવરણના મારફતે થતી હોય છે. જેથી બાળકોને નાનપણથી જરૂરી રસી મુકાવી દેવામાં આવે ઘણું ફાયદાકારક સાબિત થાય છે.  ન્યૂમોનિયા જેવા રોગની વાત કરીએ તો, તેનો શિકાર આધેડ વયના લોકો વધારે બને છે. તેનું મુખ્ય કારણ છે કે આધેડ વયના લોકોની રોગ પ્રતીકારક શકિત યુવાનો કરતાં ઓછી હોય છે. બીજુ તેનું સમયસર અને યોગ્ય નિદાન કરવામાં આવતું નથી. જે જીવલેણ સાબિત થાય છે. એક સર્વે કહે છે કે 10040 જણા સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનિયાનું પ્રમાણ નોંધાયુ છે જે મોટી વયના લોકોમાં નોંધાયુ હતુ જેને લીદે મૃત્યુદર પર પણ અસર પડી હતી. ન્યૂમોનિયાની રસી મૂકી દેવામાં આવે તો લોકો બચી શકે તેમ છે., તેમ છતાં લોકો રસી લેવાનું ટાળે છે. આ સપ્તાહમાં વિશ્વભરના આરોગ્ય સંગઠનો ભાગ લે છે. અને આ સમય દરમ્યાન લોકોને રસી મૂકવાથી શું લાભ થાય છે તેની સમજણ આપે છે. ઈલાજમાં ઈમ્યુનાઈઝેશન સૌથી સારો વિકલ્પ છે. જે સાવચેતીનું પગલું કહી શકાય.  તે સૌથી અસરકારક અને ફાયદાકારક ઉપાય છે.







રાકેશ પંચાલ