www.GraminPatrika.com: તે મળશે તને અહીંયા રે Blogger Widgets

તે મળશે તને અહીંયા રે


પહેલા વરસાદે જ્યારે તે ભીંજાતી ,
જાણે કે સોળ કળાએ તે મલકાતી ,

અનોખી મહેક તેની એવી લલચાવે,
જાણે કે પેહલો પ્રેમ મને યાદ આવે,







કરે છે વાતો ઘણાં પણ માણે ઓછા,
દરેક ઋતુએ તેના પ્રકાર અનોખા,


પાણીને મળે તો મલકને મહેકાવે,
તાપને ભળે તો મલકને દઝાડે,

જીલે અનેક ઘાવ તેની છાતી પર,
જીવાડે મને વગર કોઈ શર્ત પર,

મજબૂરીથી છોડે દિકરા અનેક,
પણ પ્રાણથી વધારે ચાહે તને,

મારી માટીની એ સુંગધ,
અજબની તાજગી યાદોની,

જાણે ઘણું જે પણ ન જાણે જે,.
વતનની  યાદ ન સતાવે જે,

જે કિંમતે તોલે આ માટીની,.
જાણે ભરબજારે વેચે જાતને.

જીવનમા મળશે બધું જ,
રૂપિયા માથે શોધે તુ બજારે,

તે મળશે તને અહીંયા રે,

    રાકેશ પંચાલ