www.GraminPatrika.com: કલંક નાબૂદી અભિયાન Blogger Widgets

કલંક નાબૂદી અભિયાન

બે ટંકમાં તોલે અમને સરકાર,
હક્કોથી વંચિત રાખે  સરકાર,

પાપ અમારાથી એવું ક્યારે થયું,
ગુલામ મટી ફરી ગુલામી મળી,





અમારા ટેકે બને અમીર  હજાર,
અમારી માટે ન લડે તે  હજાર,

વર્ષોથી અમને બાંધી બેડીઓ હજાર,
ન છૂટે છૂટાય એવી  બેડીઓ હજાર,

રાજરમતથી રમાતો  હું હમેશા,
આંકડાઓથી મરાતો  હું હમેશા,

દેશમાં આંકડાના જાદૂગરોની ભરમાર,
આંકડાની રમતમાં પારંગત છે સરકાર,

વિકાસશીલ દેશના કલંક બન્યા ત્યારે,
પોતિકા જ અમને દાટવા ભાગે ત્યારે, 






રાકેશ પંચાલ