![]() |
| ખેડૂતો સહિત વેપારીવર્ગને થશે ફાયદો |
સીતાફળમાંથી તૈયાર કરાયેલા માવો મોટાભાગે ડેરી પ્રોડક્ટમાં થતો હોય છે. પરંતુ આ માવો જલ્દીથી ખરાબ થઈ જતો હોય છે. પરંતુ રાજસ્થાનની એક મહાવિદ્યાલયે નવી ટેક્નોલોજી શોધી છે જેનાથી સીતાફળનો માવો લાંબા સમય સુધી વાપરવા યોગ્ય બની રહેશે. જેનો સીધો લાભ સીતાફળનું ઉત્પાદન કરનારા ખેડૂતોને થશે.
સીતાફળનું દેશના રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સૌથી ઉત્પાદન થાય છે. સીતાફળની જરૂરિયાત ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોના ઘણા ક્ષેત્રોનું પ્રચલિત ફળ છે. જેમાં ખાદ્ય ઉદ્યોગ, પીણાં ઉદ્યોગ તેમજ પરંપરાગત ભારતીય ડેરી ઉત્પાદન મોખરે છે. સીતાફળનો માવવો હાથથી કાઢવો મુશ્કેલ હોય છે. જે માવો કાઢવાની પદ્ધતિ નથી જેથી તેમાં જલ્દી જીવાણું આવી જાય છે અને માવા કાળો પડી જાય છે. આ કારણોસર સીતાફળનો માવો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શક્તો નથી.
તાજેતરમાં રાજસ્થાનમાં ઉદયપુર ખાતે આવેલી મહારાણા પ્રતાપ કૃષિ તથા પ્રોદ્યોગિકી વિશ્વવિદ્યાલયને વૈજ્ઞાનિકો દ્રારા સીતાફળનો માવો કાઢવાની ટેક્નોલોજી વિકસાવામાં આવી છે. આ ટેક્નોલોજીના ઉપયોગથી સીતાફળનો શુદ્ધ, સફેદ અને ગુણવત્તાયુક્ત માવો કાઢી શકાય છે. આ ટેક્નોલોજીના વિકાસથી સીતાફળના માવાનો આઈસ્ક્રીમ, રબડી તેમજ પીણામાં વધારે પ્રમાણમાં ઉપયોગ થશે. તેની સથે સીતાફળના શુદ્ધ માવાની વધુ કિંમત મળશે.
મહારાણા પ્રતાપ કૃષિ તથા પ્રોદ્યોગિકી વિશ્વવિદ્યાલયના બાગાયત વિભાગના પ્રોફેસર અને હેડ ડૉ. આર.એ કૌશિક તેમજ સહાયક પ્રોફેસર ડૉ.સુનીલ પરીખ જેમણે આ ટેક્નોલોજી વિકસાવામાં વી છે. આ ટેક્નોલોજી વિશે વધુમાં જણાવતાં ડૉ. આર.એ કૌશિક કહે છેકે આ ટેક્નોલોજી બે ભાગમાં છે. મશીનના એક ભાગમાં ફળમાંથી બીજ સાથે માવો બહાર નીકળ છે અને બીજા ભાગમાં માવામાંથી બીજ અલગ થાય છે. જેથી માવો શુદ્ધ મળે છે. જેને એક વર્ષ સુધી સુરક્ષિત સંગ્રહ કરી શકાય છે.
રાજસ્થાન સિવાય દૂરના અન્ય રાજ્યોના લોકો પણ આ ટેક્નોલોજીનો લાભ લઈ શકે તે હેતુથી આ વિશ્વવિદ્યાલય દ્રારા ગુજરાતની બે કંપનીઓ સાથે ટેક્નોલોજીનું વ્યવસાયીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે ઉદયપુર સ્થિત એક બાયોફ્રૂટ્સ કંપની દ્રારા આ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે.
આ ટેક્નોલોજી સાથે સંકળાયેલા અન્ય લોકોને આશા છેકે વિશ્વવિદ્યાલય દ્રારા વિકસાવામાં આવેલી આ ટેક્નોલોજીથી રાજસ્થાન, ગુજરાત સહીત દેશના અન્ય રાજ્યોની આદિવાસી જનજાતિના લોકોને આજીવિકા પૂરી પાડવામાં મદદગાર સાબિત થશે. સીતાફળનો માવો કાઢવામાં જે અવરોધ હતાં તે આ ટેક્નોલોજીના ઉપયોગથી દૂર કરી શકાય તેમ છે. જેથી સીતાફળનો વપરાશ વધશે જેનો સીધો લાભ સીતાફળના ઉત્પાદન કરનારા ખેડૂતોને થશે.
દર વર્ષે શિયાળા દરમ્યાન સીતાફળ બજારોમાં આવી જાય છે. વર્ષ 2009માં સીતાફળના ભાવ આસમાને પહોંચી ગયા હતા. સીતાફળનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થયું હોવા છતાં બજારોમાં બી વાળા સીતાફળનો હોલસેલ ભાવ દસ રૂપિયે કિલો અને માવાવાળા સીતાફળનો ભાવ વીસ રૂપિયે કિલો હતો. પરંતુ માવાવાળા સીતાફળની ડિમાન્ડ વધવાથી તે સાઈઠ થી સિત્તેર રૂપિયે કિલો વેચાઈ રહ્યા હતાં . કારણ કે તેની ડિમાન્ડ વધી હતી જેથી માવાવાળા સીતાફળ ચારથી પાંચગણા વધુ ભાવમાં વેચાઈ રહ્યાં હતા.
વર્તમાન સમયમાં માવાવાળા સીતાફળની ડિમાન્ડ જયુસ સેન્ટર, આઈસ્ક્રીમ પાર્લરમાં વધવા લાગી છે. આ વેપારીઓ આ સીઝનમાં સીતાફળનો માવો બનાવીને સ્ટોર કરે છે, જે આખા વર્ષ દરમિયાન ચાલે છે. જેના કારણે માવાવાળા સીતાફળના ભાવોમાં વધારો થાય છે. પહેલા સીતાફળના માવાના સ્ટોરેજની કોઈ સિસ્ટમ ન હતી. પણ, હવે સુવિદ્યાઓ વધવાથી જયૂસ પાર્લર, આઈસ્ક્રીમ પાર્લરવાળા આ સીઝનમાં સીતાફળની ખરીદી કરીને તેનો માવો બનાવી રાખે છે. જેને તેઓ ઠંડકવાળી જગ્યાએ સ્ટોર કરીને આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરે છે. તેવી પરિસ્થિતિમાં હવે વિશ્વવિદ્યાલય દ્રારા બનાવેલી ટેક્નોલોજી વેપારીવર્ગને મોટાપાયે સહાયક બનશે તેવી આશા છે.
સીતાફળ વિશે જાણો..
સીતફળ એ એક મીઠું બહુ બીજી ફળ છે. તેના વૃક્ષને સીતાફળી કહેવાય છે. આ ફળનું શાસ્ત્રીય નામ એનોના સ્ક્વોમાસા છે. આ ફળ મૂળ અમિરિકાના ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રનું મનાય છે. હાલમામ્ તેન્ અકોલંબિયા, એક સાલ્વાડોર, ભારત , બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ફીલીપાઈન્સમાં ઉગાડવામાં આવે છે. આની ઉત્પતિનું ચોક્ક્સ સ્થળ તો જાણી શકાયું નથી. તેમ છતાં તેને જેમૈકા કે કેરેબિયન ક્ષેત્રનું મનાય છે. વિશ્વના અમુક ક્ષેત્રોમાં સીતાફલને કસ્ટર્ડ ઍપલ કહે છે.
રાકેશ પંચાલ


.jpg)