www.GraminPatrika.com: વાંકાનેરના અમુક વિસ્તારો રામ ભરોસે !! Blogger Widgets

વાંકાનેરના અમુક વિસ્તારો રામ ભરોસે !!

  
તંત્ર જાગે તો સારું નહીં તો રોગચાળો નક્કી 
ગુજરાતભરમાં મેઘમહેર થવા પામી છે. તેની સાથે ગંદકીના કારણે રોગચાળો ફેલાઈ જવાનો ખતરો વધી જવા પામ્યો છે. તેવી પરિસ્થિતિમાં રાજકોટ જિલ્લાના વાંકાનેર શહેર ખાતે કચરાના કારણે નાગરિકો પરેશાન થઈ જવા પામ્યાં છે.

વાંકાનેર શહેરન  વોર્ડ નબંર પાંચ ના વિસ્તારોમાં યોગ્ય સફાઈના અભાવે ગંદકીના થર જામી ગયા છે. જેથી લોકોને અતિશય દુર્ગંધવાળી જગ્યામાંથી પસાર થવું તેમજ તે વિસ્તારમાં રહેવાની મજબૂરી બની ગઈ છે. છેલ્લા પાંચ દિવસથી સિપાઈશેરી એક અને બે તથા વાણીયાશેરી વિસ્તારમાં સફાઈ કામ થયું નથી.

સ્થાનીય નાગિરકોના જણાવ્યા અનુસાર, વાંકાનેર નગરપાલિકાનો સેનિટેશન વિભાગ આ વિસ્તારો પ્રત્યે ઓરમાયું વર્તન કરી રહ્યો છે. કામદારો ગટરનું સફાઈકામ કરી જાય છે. પરંતુ તેમાં નીકળતો કાદવ ત્યાંનો ત્યાં રાખીને જતા રહે છે. જેમાં વરસાદી પાણી ભળી જતાં અસહ્ય દુર્ગંધ ફૈલાઈ જવા પામે છે.

હવે જ્યારે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે તંત્ર જાગે અને વાંકાનેર શહેરના નજરઅંદાજ કરાયેલા વિસ્તારોમાં સત્વરે ગંદકી દૂર કરીને યોગ્ય પગલાં ભરે તેવી લોકો માંગણી કરી રહ્યાં છે.

ઈલ્યાસખાન પઠાણ, વાંકાનેર