 |
| ખાતો નથી ખાવા દેતો નથી - છોટા નરેન્દ્ર મોદી |
છોટા નરેન્દ્ર મોદી આરવ પંકજ નાયક જ્યાં જાય છે ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ નરેન્દ્ર મોદીની સ્પીચ તેની પાસેથી સાંભળવા માટેની ઈચ્છા વ્યક્ત કરે છે. તેવી જ પરિસ્થિતિ સર્જાઈ જ્યારે છોટા નરેન્દ્ર મોદી એટલે આરવ પંકજ નાયક, તા. 27મી જૂલાઈના રોજ સાંજે તેના માતા-પિતા સાથે અમદાવાદમાં એલિસ બ્રિજ ખાતે આવેલ ટાઉન હોલમાં ગઝલ કાર્યક્રમમાં ગયો હતો. ત્યાં ગઝલ કાર્યક્રમ નિહાળવા ગયેલા આરવની મુલાકાત તેના પિતા પંકજ નાયકના મિત્ર સાથે થઈ . પંકજ નાયકના બાળપણના મિત્ર ધવલ હસમુખભાઈ ઠક્કરને જાણ થઈ કે સાડા ત્રણ વર્ષનો આરવ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સ્પીચ આપે છે તે સાથે જ તેમણે ગઝલ કાર્યક્રમમાં આરવનું ભાષણ ગોઠવી દીધુ હતું . ગઝલ કાર્યકર્મમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ છોટા નરેન્દ્ર મોદીની સ્પીચ સાંભળીને આશ્ચર્યચકિત રહી ગયા હતા. લોકોના મતે સાડા ત્રણ વર્ષનો આટલો નાનો બાળક નરેન્દ્ર મોદીનું ભાષણ આપે તે નવાઈની વાત છે.
ભારત માતાની જય સાથે સ્પીચની શરૂઆત કરવાની સાથે જ ટાઉન હોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. સ્પીચ દરમ્યાન પ્રેક્ષકોએ તાળીઓ પાડીને છોટા નરેન્દ્ર મોદીને વધાવી લીધો હતો.
છોટા નરેન્દ્ર મોદીની પોતાની સ્પીચમાં “ભાઈઓ બહેનો, આ નરેન્દ્ર મોદી, કોઈનો પૈસો ખાતો નથી અને કોઈને ખાવા દેતો નથી” બોલ્યો ત્યારે ટાઉન હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો.
છોટા નરેન્દ્ર મોદીની સ્પીચ બાદ સમય પ્રમાણે ગઝલ કાર્યક્રમ આગળ વધ્યો હતો.
રાકેશ પંચાલ