www.GraminPatrika.com: મોદીના પ્રેક્ટીલ, ને વિરોધીઓને ટેન્શન Blogger Widgets

મોદીના પ્રેક્ટીલ, ને વિરોધીઓને ટેન્શન

અમે તૈયાર, મોદી બોલે તેની રાહ
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ ન્યુઝ એજન્સી રોઈટરને ઈન્ટરવ્યું આપ્યું અને રાજકીય વાતાવરણ ગરમાયું. મોદીના નામે વિરોધીયો ગરમ થઈ જાય તે હવે નવાઈની વાત નથી. પરંતુ ગોધરા કાંડને અનુલક્ષીને મોદીએ જે વાક્ય અને ઉદાહરણ સ્વરૂપે જે રૂપ પ્રગટ કર્યું તે વાતે દરેક રાજકીય પક્ષ મોદીને ચપેટમાં લેવા લાગ્યાં, મીડિયાની પેનલો કે સમાચાર પત્રોમાં આ વાત ચગશે તેમાં કોઈ શંકા નથી. 



મારો આ લેખ મોદી પ્રત્યેની વફાદારી સાબિત કરવા માટેનો નથી. પરંતુ રાજનીતિ કેવી રમાય છે તે વાત લોકો સમક્ષ મુકવાની નિયત છે. જોકે હોઈ શકે કે મોદીએ જાણી જોઈને આ પ્રકારે વિવાદ સર્જવાનો પ્રયત્ન કર્યો હોય અથવા તો વિરોધીઓની લધુતાગ્રંથિએ તેમને લોકો સમક્ષ લાવીને મુકી દીધા હોય. પરંતુ રમજાનની મુબારક બાદ પણ વિરોધીઓને પેટે ચઢી જાય છે તેવા સમયે મોદીએ ગોધરા કાંડ બાબતે કરેલી પોતાના દુખની લાગણી વિરોધીઓને કેટલી ખુશી આપશે તે જનતા નક્કી કરશે. 

ન્યુઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુથી જે વિવાદ છેડાયો છે. અને ત્યાર બાદ અને તે પહેલા મોદીએ અનેક વખત કહ્યું છે કે ધર્મને આધારે દેશને વિભાજિત કરવા માંગતા નથી .તે પોતે હિન્દુ રાષ્ટ્રવાદી છે . અને દેશમાં જે ધર્મ અને જાતિનો આધાર બનાવી રાજનીતિ કરી રહ્યા છે તેનો તેમને સખત વિરોધ છે.
જોકે ગોધરા કાંડ બાબતે મોદીએ ક્યારેય માફી નથી તે વાતે વિરોધીયો હમેશા તેમને ટોકે છે પરંતુ તેમ છતાં મોદીએ ક્યારેય આ બાબતે કંઈ બોલ્યા નથી.

ગોધરા કાંડ બાદ મોદીએ શું કહ્યું તે જાણવા જેવું છે. તમે જોવો. અને વર્તમાન અને તે વખતના નિવેદનો મોદીના સરખા છે. તેમાં કોઈ ફરે નથી.
  મોદી મુસ્લિમો પ્રત્યે શું વિચારે છે તે જોવો.
ઈન્ડિયા ટુડેના એક કાર્યક્રમમાં દિગ્ગી રાજા અને મોદી બાજુ બાજુમાં બેઠા હતા. તે વખતે મોદીએ ચોખ્ખા શબ્દોમાં દિગ્ગીને જવાબ આપ્યો હતો. અને દિગ્ગી સાંભળતા રહી ગયા. ભલે, દિગ્ગી વર્તમાન સમયમાં ટીવી ચેનલો આગળ આવી જઈને મોદી વિરોધી સુરોમાં બોલતા હોય પરંતુ મોદીની સમક્ષ તેમને શબ્દો મળ્યા ન હતાં. .જોવો..
     રાકેશ પંચાલ