www.GraminPatrika.com: એક ડગલું આગળ તો અનેક કદમ પાછળ Blogger Widgets

એક ડગલું આગળ તો અનેક કદમ પાછળ


એક ટ્વિટ્ને રાજકીય ગરમાવો તેજ
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રમજાન માસ નિમિત્તે જેવી શુભેચ્છા પાછવી તે સાથે ગુજરાતનું રાજકીય વાતાવરણે ગરમી પકડી. જોત જોતામાં વિરોધીઓના અવાજનું જોર વધ્યું અને મોદીની ચર્ચાએ જોર પકડ્યું. જે લોકોને મોદીના રમજાનની શુભેચ્છા સંદેશની ખબર ન હતી તેને પણ ખબર પડી.

એક ભાજપ હિન્દુત્વની વાત કરે છે. રામ મંદિર અને વીએચપી અને આરએસએસને સાથે રાખીને લોકસભાની ચૂંટણી લડવાની વાત કરે છે અને  બીજી તરફ જ્યારે ભાજપનો સૌથી મોટો વિવાદિત ચહેરો જ  ધર્મનિરપેક્ષ બનવાની કોશિશ કરે છે તે બાબતે અનેક મુંઝવણો પેદા થાય  છે પરંતુ કદાચ આ પડદા પાછળની રાજનીતિ છે જે રમનારાઓ જાણે છે કે સત્ય શું છે. જોકે મોદીએ સમગ્ર મુસ્લિમ સમાજને ટ્વિટ કરતા કહ્યું હતું કે " રમજાન માસ મુસ્લિમો માટે સુખ અને સમુદ્ધીનો મહિનો બની રહે છે".

મોદીને ક્યારે ખુલ્લા થયાં
વર્ષ 2011ના સપ્ટેમ્બર મહિનામાં નરેન્દ્ર મોદીનું સદ્દભાવના મિશન વિવાદમાં આવી  ગયું હતું જ્યારે   તેમણે એક મુસલમાન ઘર્મગુરુની તરફથી ભેટ કરવામાં આવેલ ટોપી પહેરવાની ના પાડી દીધી.  મુસ્લિમ ઘર્મગુરુ સૈયદ ઈમામ શાહી સૈયદ એ ગુજરાતના મુખ્યમંત્રીને એક ટોપી ભેટ કરવા માંગતા હતા. પરંતુ મોદીએ ટોપી લેવાની ના પાડી દીધી. તેમને મુસ્લિમ ઘર્મગુરુની શાલ જરૂર સ્વીકાર કરી હતી અને ત્યાર બાદ આ દ્રશ્યો મીડિયામાં ચમક્યાં અને ભાજપા પ્રવકતા શાહનવાજ હુસૈન એ કહ્યુ કે ટોપી ઈબાદત માટે હોય છે રાજકારણ માટે નહી...જો કે તેની અસર અવાર નવાર જોવા મળે છે. જ્યારે પણ મોદી મુસ્લિમ તરફ વળવાની કોશિશ કરે છે ત્યારે તેમનો પાછળનો જ ભુતકાળ તેમને વળગી પડે છે. જાણે કે અમુક તત્વો તેમને તે દિશામાં જતાં રોકી રહ્યાં હોય અથવા તો બે ચહેરાની વચ્ચે મોદી ખુદ ફસાયા હોય.


રાકેશ પંચાલ.