www.GraminPatrika.com: શિક્ષણને પ્રોત્સાહીત કરવા જમણની લાલચ જરૂરી !! Blogger Widgets

શિક્ષણને પ્રોત્સાહીત કરવા જમણની લાલચ જરૂરી !!

ભોજન જરૂરી પણ ગુણવતા કોની જવાબદારી

મિડ ડે મીલ યોજના, જેનો લાભ દેશની તેર લાખ જેટલી સરકારી શાળાઓમાં ભણી રહેલા બાળકોને થાય છે. વર્ષ 1995માં દેશના દરેક જિલ્લામાં તેનું અમલીકરણ કરવામાં આવ્યું . પહેલા બાળકોને પ્રતિ દિવસ 100 ગ્રામ મફ્ત અનાજ આપવામાં આવ્યું અને પછી તૈયાર ભોજન વર્ષ 2004માં સ્કુલ પરિસરમાં મળવા લાગ્યું. દેશની સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા વધવા લાગી. યોજનાએ પોતાની અસર બતાવી, ગરીબ ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોના બાળકો માટે સરકારી શાળામાં ભુખ્યાં પેટને ભણવાની સાથે  જમણ મળવા લાગ્યું પરંતુ ધીરે ધીરે ભોજનની ગુણવત્તા કેટલી તે બાબતે સજાગ થવાની જરૂરિયાત તંત્રને ન દેખાઈ. તેથી જ કદાચ બિહારમાં એક સાથે વીસથી વધારે બાળકોનો ભોગ લેવાયો.

ગ્રામીણ વિસ્તારોની મોટાભાગની શાળાઓમાં બાળકો જમવા માટે જ આવે છે. એક બાળકને પ્રશ્ન પુછ્યો હતો . જે રોડ પર બપોરના સમયે ફળફળાદી વેચી રહ્યો હતો. મેં તેને સામાન્ય પ્રશ્ન પુછ્યો, બેટા તારી શાળાનો સમય ક્યો છે. તેને શાળાએ જવાનો સમય અને શાળાથી છૂટવાનો સમય યાદ ન હતો. પરંતુ જે સમયે ભોજન મળે છે તે સમય જ તેની માટે શાળાનો સમય હતો. બાકીના સમયે તે શાળાની નજીક પોતે ફળફળાદીનો ઘંધો કરતો હતો. ગ્રામીણ વિસ્તારોમાં બપોરનું ભોજન વાલીઓ માટે આશિર્વાદરૂપ બની જવા પામ્યું છે. કારણ કે ગ્રામીણ વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં મોટાભાગે લોકો મજૂરી કરવા જતા હોય છે. તે દરમ્યાન જો સરકારી તંત્ર દ્રારા જ શાળાની છત્ત નીચે બપોરના જમણી વ્યવસ્થા ઉભી કરાયેલી હોય તો  આ પ્રકારના વર્ગને બાળકોની ચિંતા ઓછી થઈ જાય છે. જોકે આ તો થયું એક પાસું.
આજકાલ મોર્ડન મોંઘી શાળાઓમાં પણ કેન્ટીન કલ્ચર ઉભું થયું છે , શહેરો કે નાના મોટા ગામડાંઓની નજીક સ્કૂલો ચાલી રહી છે. જે ઘણી દૂર હોય છે. આ પ્રકારની શાળાઓમાં જમવા માટે અલગ ચાર્જ લેવામાં આવે છે. પરંતુ ત્યાં ક્વાલોટી સાથે કોઈ બાંધછોડ હોતી નથી. પ્રાઈવેટ શાળાઓમાં જો કોઈ બાળક ભોજલ લીધા પછી બિમાર પડી જાય તો શાળાનું વહીવટી તંત્ર જવાબદેહ બની જાય છે. પરંતુ સરકારી શાળાઓ જાણે કે રામભરોસે ચાલી રહી છે.
દેશભરમાં મોટાપાયે મધ્યાહન ભોજન યોજના ચાલી રહી છે. શાળાનો આચાર્ય સૌથી પહેલા ભોજન ગ્રહણ કરે તે તંત્રના સાવચેતીના પગલાં છે. પરંતુ ભોજનની ગુણવતાં એકસરખી જળવાઈ રહે તે માટે અલગથી ખર્ચો કરવાની જરૂર છે.
કેટલાય કિસ્સાઓ અનેક વખત જોવા મળે છે. જેમાં મધ્યાહન ભોજનનું અનાજ સડેલું હોય છે. શું શિક્ષણનો પાયો લાલચથી ઉભો કરીને બાળકોમાં લાલચના સંસ્કાર આપવા છે. કે પછી બાળકને એવી રીતે તૈયાર કરવો જોઈએ તે કોઈ પણ સહારા વગર પોતાના સુંદર ભવિષ્ય માટે તૈયાર થાય .
કૂપોષણ દેશની ચિંતા છે પરંતુ કૂપોષણના નિવારણ માટે શિક્ષણના પાયાનો ઉપયોગ કરવો કેટલું યોગ્ય ?  મધ્યાહન ભોજન યોજનાથી બાળકોની સાથે વાલીઓને ફાયદો થઈ રહ્યો છે. પરંતુ તે પણ જોવું ઘણું જરૂરી છે કે આ યોજનાનો લાભ કોઈ ખોટી દિશામાં લેવામાં ન આવે. સરકારી શાળાઓનું ભોજન શિક્ષણથી વધારે અગત્યનું ન બની જાય.
દેશની આ મોટાપાયની યોજના છે. જે દેશના ભવિષ્ય સાથે જોડાયેલી છે. તો તેનું સંચાલન પણ મોટાપાયે તકેદારી સાથે થવું જોઈએ. પ્રસ્તુત ઉપરના  વીડીયોમાં તમને તેની જલક જોવા મળશે. 
   રાકેશ પંચાલ