www.GraminPatrika.com: વર્ષમાં એક વખત જોવા મળતો નર્મદાનો નજારો. Blogger Widgets

વર્ષમાં એક વખત જોવા મળતો નર્મદાનો નજારો.

 ચાલુ વર્ષે પ્રથમ વખત જોવા મળ્યો નજારો
દેશમાં જ્યારે સારો વરસાદ પડે છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થઈ જાય છે. જેને જોવા માટે ભારે સંખ્યામાં લોકો ઉમડી પડે છે. આ વખતે  ડેમની ભયજનક સપાટી 121.92 મીટર સુધી પહોંચી છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે. સરદાર સરોવરના ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જે કારણોસર 18મી જૂલાઈના રોજ સવારે સવા દસ કલાકે સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થઈ જવા પામ્યો છે.

આ વર્ષે નર્મદા ડેમે પ્રથમ વખત આ સપાટી પાર કરી છે. ઈન્દિરા સાગર ડેમના બાર ગેટ ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે ઓમકારેશ્વર જળાશયના નવ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જેથી હવે સરદાર સરોવરમાં 5.21 લાખ કયુસેક પાણીનો વિપુલ પ્રવાહ છે. ચાલુ વર્ષે ચોમાસાની મોસમમાં પ્રથમ વખત નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે.
     રાકેશ પંચાલ