www.GraminPatrika.com: જો દે ઉસકા ભી ભલા, ન દે ઉસકા ભી ભલા Blogger Widgets

જો દે ઉસકા ભી ભલા, ન દે ઉસકા ભી ભલા

અમીર, ગરીબ અને મધ્મયવર્ગમાં વહેચાયેલા ઈશ્વરના ત્રણ પુત્ર. એક પુત્ર પાસે બધુ જ હોવા છતાં હમેશા અંદરખાને વધારે મેળવવાની કામના કરતો જીવ. બીજો પુત્ર જેની પાસે ઘણું છે છતાં જે નથી તેને વધારે  ભેગું કરીને ઉપર ઉડવાની કામના કરતો જીવ. અને ત્રીજો પુત્ર જે કોઈ રોક ટોક વગર આઝાદીથી જીવતો પુત્ર.  ત્રીજા પુત્રએ પોતાની આજીવિકાનું સાધન લોકોની લાગણી સાથે જોડી દીધું છે. બન્ને પુત્રો માટે લાગણીને મારીને પણ આજીવિકા કમાઈ રહ્યાં છે. ત્યારે મોટાપાયે લાગણી, દયાને આધારે કારોબાર કરનારો આ પુત્ર ભારત જેવા લાગણીશીલ દેશમાં ફુલીફાલી રહ્યો છે. જોકે શાસ્ત્રોમાં દાનને યોગ્ય ઠેરવ્યો છે. પરંતુ દાન દેતી વખતે પણ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે કે આપણે સમાજના આ ત્રીજા પુત્રને પ્રોત્સાહીત કરવાનું કામ ન કરી બેસીએ. 
સમાજમાં ઈશ્વરના ત્રણ પુત્રો રહે છે. એક અમીર, ગરીબ અને મધ્યમ વર્ગ, જો સૌથી વધારે કોઈની પાસે સ્વતંત્રતા કે આઝાદી હોય તો તે ત્રીજો પુત્ર ગરીબ પાસે છે. આ ત્રીજો પુત્ર પહેલા અને બીજા પુત્ર પર નિર્ભર છે અને કદાચ તેથી જ ભારતમાં આ પુત્રની ૂબોલબાલા છે. 

સમાજનો મોટો વર્ગ બેકાર છે અને તે ભીખને આધારે અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ રહ્યો છે. ધર્મને આધારે, લાચારીને આધારે, બિમારીને આધારે, કૂપોષણને આધારે તે સમાજ પાસેથી ભીખ મેળવી લે છે. 

ભીખનો સંદતર નાબૂદ કરવામાં આવે તો શું તેમને પ્રાથમિક સવલતો, શિક્ષણ અને રોજગાર આપવાની ક્ષમતા સરકાર પાસે છે. ભારતે પ્રગતિ કરી રહ્યો છે પરંતુ તેનો મુખ્ય પાયો શું છે. વિકાસને કેવી રીતે સમજવો. મધ્યમ વર્ગને મોંઘવારી મારી રહી છે. અમીરો વધારે મજબૂત બની રહ્યા છે. ભષ્ટ્રાચારે દેશની કમર તોડી નાંખી છે. અને ગરીબ પુત્રોની સંખ્યા વધી રહી છે.

આ દાયકામાં મધ્યમવર્ગની જીવનશૈલીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. મોબાઈલ અને લેપટોન લઈને ફરતો મધ્યમવર્ગ પેટે પાટા બાંધીને સવારથી સાંજ સુધી અનેક વાતે પોતાની સાથે સમજૂતી કરી રહ્યો છે. અને તેના આકંડા સરકારી ચોપડે લખાયેલ ક્રાઈમના ચોપડા બોલી રહ્યાં છે. અવનવી પ્રકારે લોકોને લૂંટવા, પોતાના સંપના જલ્દીથી સાકાર કરવા સમાજ પર તરાપ મારીને ખોટા રસ્તે ચઢી જવું, બેઘડક કચરા ફિલ્મો જોઈને સમાજમાં ફેલાય રહેલી વિકૃતિને વધારે પ્રોત્સાહન જે મળી રહ્યું છે તેની જલક તેમને સિનેમા હોલ, ગાર્ડનમાં મળી જશે. 

ભારતનો મુખ્ય પ્રશ્ન હમેશા ગરીબ જ રહ્યો છે અને તે અનંતકાળ સુધી રહેશે પરંતુ હવે નવો પ્રશ્ન આવનારા દાયકાઓમાં સમાજમાં ફેલાઈ રહેલી વિકૃતિ મુખ્ય રહેશે. ઓછી મહેનતે વધારે જલ્દી રૂપિયા કમાવા, જરૂર કરતા પોતાને વધારે બતાવીને લોકોમાં પ્રશંસાને પાત્ર બનવું,  બીજાને નીચા સાબિત કરીને પોતે ઉંચા બનવું,  હું અને બસ માત્ર તું વાળી સમાજપ્રથા...વર્તમાન સમયમાં ગ્રામીણ વિસ્તારોના યુવાનોને પોતાના સુંદર ભવિષ્ય માટે શહેર તરફ જવુ્ં ફરજીયાત છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની વિપુલ તકો હોવી ઘણી જરૂરી છે જેથી મોટા પાયે થઈ રહેલું સ્થળાંતર રોકી શકાય. 

જે લોકોએ ભીખનો સ્વીકાર કર્યો નથી તે હજૂ જીવન સાથે સંઘર્ષ કરી રહ્યાં છે. પોતાની નવી પેઢીને શિક્ષણ આપીને તૈયારી કરી રહ્યાં છે. અને તેમની ભવિષ્યની પેઢી આગળ વધશેત તેમાં કોઈ શંકા નથી. પરંતુ તે માટે તેમની પાસે કેટલી તકો હશે તે સરકારી કામકાજ પર નિર્ભર છે. અને જો તે શિક્ષિત પેઢીને જરૂરિયાત મુજબની તકો નહીં મળે તો શું થશે. ત્યારે પરિસ્થિતિ ઘણી વિકટ અને ભયાનક બની જશે. 

જે લોકોએ ગરીબીનો સ્વીકાર કરીને પોતાને ગરીબ બનાવી બેઠા છે અને ભીખ સ્વરૂપે દાન માંગીને પોતાની પેઢીને તૈયાર કરી રહ્યાં છે. તે આ જીવનશૈલીને સ્વીકારી બેઠા છે. તેમને કડક નિયમો લાદીને ઉભા અને દોડતા કરવા પડશે. નહીં તો આ વર્ગ જે સ્પીડે ઉભરાય રહ્યો છે તે હજૂ મોટા પાયે ઉભરાશે. ભારતમાં ભીખ માંગવાના પ્રકારો ઘણા છે. જેમાં સૌથી વધારે ધર્મના નામે ભીખ માંગવી ઘણી સરળ અને અસરદાર છે. અને તેથી જ ભિખારી સુખી છે. દરેક ધર્મમાં દાનનું મહત્વ છે. અને ભીખને દાન સ્વરૂપમાં ગણીને સમાજનો મોટો વર્ગ ભિખારીઓને મદદ કરે છે. 

રીક્ષામાં ભાડા પેટે કે અન્ય કોઈને બે રૂપિયા વધારે આપવાના થાય તો આપણે ઘણી કચકચ કરીને પણ પોતાના રૂપિયા બચાવી લઈએ છીએ. પરંતુ જ્યારે કોઈ ભિખારી છડેચોક તમારી પાછળ પડી જાય, ભીખ આપવા માટે તમને મજબૂર કરે તો તમે ભીખ આપવા માટે મજબૂર બની જાવ છો. કામ કરનાર કોઈ પણ ગરીબ માણસને તમે બે રૂપિયા વધુ આપશો તો તેને કામ કરવાનું પ્રોત્સાહન મળશે. અને વધારે મજબૂતાઈથી કામ કરશે તે પણ એક નૈતિક ફરજ છે. અત્યારસુધીમાં તમે નાના બાળકોના હાથે અનેકવાર ચા કે પછી જમવાની ડીશ લીધી હશે. પરંતુ ક્યારેય તમે તેના હાથે આ વસ્તુ લેવોનો અસ્વીકાર કર્યો નહીં હોય. બાળમજૂરી કેમ વધી રહી છે તેનું મુખ્ય કારણ છેકે સમાજે બાળકોને મજૂર તરીકે સ્વીકાર કરી લીધો છે. અને તેથી જ બાળમજૂરો વધી રહ્યાં છે. ભિખારીઓને કામ આપવો. પરંતુ તેનો ખોટી રીતે મદદ કરીને તેને પ્રોત્સાહન આપીને વધારે મજબૂત ન બનાવીએ તે જાગૃત નાગરિકની ફરજ છે. ગુન્હો કરવો અને ગુન્હામાં મદદ કરવી તે પણ ગુન્હો જ છે. 

   રાકેશ પંચાલ