કુદરતનું સૌંદર્ય
લેહ - લડાખ
લડાખ જન્મુ અને કાશ્મીર રાજ્યનો એક ભાગ છે. લેહ તરફનો અને તેની આજુબાજુનો વિસ્તાર લડાખ તરીકે ઓળખાય છે. કારગિલથી પ્રવાસ કરીને લેહ તરફ જતાં પર્વતો અને ખીણોમાંથી પસાર થતો સાંકડો રસ્તો આવે છે. આ જોઈને હિમાલયની વિશાળતાનો ખ્યાલ આવશે. લડાખ વિસ્તારમાં વરસાદ ઘણો ઓછો પડે છે. જેથી વનસ્પતિ કે ઝાડપાન ખાસ નથી. પહાડો ખુલ્લા દેખાય છે. આ સ્થળની શાંતિ ગમી જાય તેવી છે. અહીં મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. કારગિલથી 38 કિલોમીટરના અંતરે મલબેક ગામે 9મીટર ઊંચુ પથ્થરોમાં કોતરેલું બુદ્ધ ભગવાનનું પૂતળું જોવા લાયક છે. જે સાતમી સદીમાં બન્યું હતું. જે મૈત્રેયાના નામ જાણીતું છે. ત્યાર બાદ નમકી લા આવે છે. જેની ઉંચાઈ 12200 ફૂટ અને ફોટુ લા આવે છે જેની ઉંચાઈ 13500 ફૂટ છે. જે શ્રીનગર- લહે રોડ પરનું ઊંચામાં ઊંચુ પોઈન્ટ છે. આ ઉપરાંત મેગ્નેટીક હીલ એક એવી જગ્યા છે. અહીં પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ બળ ઘણું ઓછું છે. લેહમાં પ્રવેશ કરવાની સાથે તમને હોલ ઓફ ફેઈમ જોવા મળશે. લેહ મોટું શહેર છે. દરિયાની સપાટીથી લેહની ઊંચાઈ 11500 ફૂટની છે. જેથી ઠંડક રહે છે.
કાશ્મીર
ઉનાળા દરમ્યાન કાળઝાળ ગરમીથી બચવા જમ્મુ-કાશ્મીર મનપંસદ સ્થળ છે. સામાન્ય રીતે પ્રવાસીઓ શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ, ડેલહાઉસી જેવી જગ્યાઓની મુલાકાત લઈને પરત ફરે છે, પરંતુ કોકર્નગ, વેરિ નાગ, માનસબલ, સિમ્થન પાસ, યૂસમર્ગ, લોલબ અને ગુરેઝ જેવા નવાં સ્થળો જોવાનું રહી જાય છે. કાશ્મીરમાં પૃથ્વી પરનું કુદરતી સૌંદર્ય જોવા મળે છે. થીજી થયેલું દાલ સરોવર, ગુલમર્ગનો બરફ, પહેલગામ જ્યાંથી અમરનાથ યાત્રાનો રસ્તો શરૂ થાય છે. પહેલગામમાં ક્રિક્રેટ બેટ બનાવાના કારખાનાંઓ છે. સોનમર્ગ જ્યાં પથ્થરોમાં સોનું છે, પરંતુ આ પથ્થરોને સોનામાં રૂપાંતર કરી શકે તેવા રસાયણની શોધ થઈ નથી. સોનમર્ગથી જીપ મારફતે શ્રીનગર જઈ શકાય છે.
રાકેશ પંચાલ
.jpg)