www.GraminPatrika.com: શાંતિની શોધ, શિમલાની સવારી Blogger Widgets

શાંતિની શોધ, શિમલાની સવારી

શિમલા અને તેની આસપાસની સુંદરતા 
હિમાચલપ્રદેશ સ્થિત કુફરીને ભારતના પર્યટન સ્થળમાં ખાસ માનવામાં આવે છે. અહીંયા તમે એકબીજા પર બરફના ગોળા કરીને ફેંકવાની મજા માણી શકો છો. જો કે આ સ્થળ પ્રવાસન સ્થળની સાથે એડવેન્ચર્સ ડેસ્ટિનેશન માનવામાં આવી રહ્યું છે. જો કે બરફની અને ઠંડીની નજીકથી મજા માણવા માંગતા કપલ અહીંયા હનીમૂન પણ મનાવી શકે છે.  સૌંદર્યથી છલકાતા શિમલાની આસપાસ તેના જેટલા જ સુંદર અને જોવાલાયક સ્થળો આવેલા છે.



કસૌલી જે  શિમલાથી કલકા જતા રસ્તામાં 73 કિ.મી. દૂર આવેલ કસૌલી દરેક રીતે શિમલાથી ચઢિયાતું છે. ઓગણીસમી સદીની શાંતિમાં આળોટતું 1951 મીટરની ઊંચાઈએ આવેલ આ નાનકડું હિલ સ્ટેશન બ્રિટિશરોના કોલોનીયન રાજની યાદ તાજી કરાવે છે. બરોગ જવા માટે કાલકાથી શિમલા જતી રમકડાગાડીમાં બેસવું પડે છે.  સમુદ્રની સપાટીથી 1680 મીટર ઉંચાઈએ આવેલ બરોગથી ચૂડ ચાંદની જેનો અર્થ થાય છે ચાંદની બંગડી જેવું શિખર)નું હિમઆચ્છાદિત પર્વત શિખર એકદમ સાફ દેખાય છે.

હિમાચલ પ્રદેશની શિવાલીકની ટેકરીઓના પ્રદેશમાં આવેલ ચૈલ અછૂતાં અરણ્યોની મધ્યે ત્રણ ટેકરીઓ પર વસેલું છે. 72 એકર વિસ્તારમાં પથરાયેલ ચૈલ ખરેખર તો નજીક નજીકની ત્રણ ટેકરીઓ પર વસેલું છે. સમુદ્રની સપાટીથી 2510 મીટરની ઊંચાઈએ આવેલ કુફરી ચૈલથી 27 કિ.મી. અને શિમલાથી 16 કિ.મી. દૂર આવેલું છે. કુફરીની આસપાસનો વિસ્તાર ટ્રેકિંગ-હાઈકિંગ માટે આદર્શ છે. કુફરીની નજીક આવેલ હિમાલયન નેચર પાર્કમાં હિમાચલ પ્રદેશનાં પ્રાણી-પક્ષીઓને તેમના પ્રાકૃતિક વાતાવરણમાં નિહાળી શકાય છે.
શિમલાથી 11 કિ.મી. દૂર આવેલ આ નાનકડા ગામની આજુબાજુ પ્રકૃતિનો ખોળો ખૂંદવા જવા જેવું છે. માશોબરાની નજીકમાં ચાલતા જ જવાય તેવાં સુંદર સ્થળો આવેલાં છે. અહીંથી નજીક આવેલ સિપી ગામમાં લાકડાનું બનેલું શિવ મંદિર આવેલું છે, માશોબરા થી 15 કિ.મી. ઉત્તરે સમુદ્રની સપાટીથી 2050 મીટરની ઊંચાઈએ વસેલું નાલદેહરા આવેલ છે. અહીં દેશનો સૌથી જૂનો અને સૌથી વધુ ઊંચાઈ પરનો ગોલ્ફ કોર્સ આવેલ છે.
સતલજ નદીના કિનારે આવેલ તત્તાપાનીમાં સલ્ફરયુક્ત ગરમ પાણીનું ઝરણું આવેલું છે. રોજિંદી દોડધામથી દૂર થવું હોય અને શરીરને પણ કુદરતી આરામ આપવો હોય તો તત્તાપાની જવા જેવું છે. પર્વતોની ગોદમાં ખોવાઈ જઈ રજાઓ ગાળવા માંગનાર પ્રવાસી માટે નારકન્ડાથી સારું બીજું સ્થળ નથી. નારકન્ડા એવા વિશિષ્ટ સ્થળે વસ્યું છે કે હિમાચ્છાદિત પર્વતોની સાથે સાથે હરિયાળાં ખેતરો અને ફળો આપતા બગીચા નિહાળવાનો લાભ પણ મળે છે
સરહાન કુદરતી સૌંદર્યથી ભર્યુંભર્યું છે. એવું કહેવાય છે કે ભગવાને પૂરેપૂરી ઉદારતાથી અહીં કુદરતી સૌંદર્ય વેર્યું છે. પર્વત શિખર તરફ દોરી જતા રસ્તાની અધવચ્ચે વસેલ સરહાન સુધી પહોંચતો રસ્તો પહેલાં પાઈન’, પછી ઓકઅને પછી રહોડોડેન્ડ્રમ્સનાં વૃક્ષોથી છવાયેલો છે. સરહાનની આજુબાજુ હરિયાળાં ખેતરો અને ફળાઉ વૃક્ષો ધરાવતા બગીચા આવેલા છે.
 
      રાકેશ પંચાલ