www.GraminPatrika.com: "એક મિનિટને જીવન તબાહ"ની વિકૃતિનો અંત Blogger Widgets

"એક મિનિટને જીવન તબાહ"ની વિકૃતિનો અંત

 એસિડ એટેક એક વિકૃત બિમારી
દેશના બજારો ખુલ્લેઆમ એસિડ બોમનું વેચાણ થઈ રહ્યું હતું. પ્રેમમાં હારેલા અને બદલાની ભાવના લઈને ફરી રહેલા વિકૃત વ્યક્તિઓ માટે આ બોમને પ્રાપ્ત કરવો સરળ હતો. એસિડ એટેકનો ભોગ બનેલ વ્યક્તિનું જીવન પલભરમાં સમાપ્ત થઈ જતું હતું. વર્ષો સુધી તેની સારવાર અને એટેક બાદ તુરંત જ લાખો રૂપિયાનો ખર્ચ વેઠવા પડતો હતો. દેશમાં વર્ષે અનેક કિસ્સાઓ બનતા હતા.એસિડ એટેકનો ભોગ બનેલ વ્યક્તિ માટે નવા ચહેરા સાથેનું જીવન કષ્ટદાયી બની જાય છે, જ્યારે એસિટ એટેક કરનારો વિકૃત વ્યક્તિ થોડા મહિનાની જેલ અને જામીન પર છૂટીને મજા માણતો હોય છે. જો દેશમાં આ બાબતે જાગિત આવી અને આ સમસ્યા પ્રત્યે લોકોનું ધ્યાન થયું. આ બાબતે સૌથી વધુ ધ્યાન ગયું હોય તો ટીવી ચેનલોમાં સત્ય ઘટનાઓ પર આધારિત ક્રાઈમ સ્ટોરી છે. જેનાથી સામાન્ય નાગરીક પણ આ પીડિતોના આ દર્દથી વાકેફ થયો. એસિડનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં ઘણો  સરળ હતો. જેથી એસિડ એટેકની ધમકી આપવાના અને એસિડ એટેકની ઘટનાઓ વધી રહી હતી. જોકે સુપ્રિમ કોર્ટની દખલગીરી બાદ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને આ બાબતે કડક નિયમો અને પીડિતોને મદદરૂપ થાય તેવા આદેશ કર્યા છે.

સુપ્રિમ કોર્ટ જ્યારે કેન્દ્ર સરકારને એસિડ એટેક મામલે ફટકાર લગાવી અને એક નવ જૂલાઈના રોજ કહ્યું હતું કે સરકાર આ બાબતે એક અઠવાડિયા સુધીમાં રાજ્ય સરકારો સાથે આ અંગે પરામર્શ કરીને નીતિ બનાવે. જો કે કોર્ટે એપ્રિલમાં આદેશ પારિત કર્યો હતો પરંતુ સરકાર તેમછતાં બજારમાં એસિડના વેચારણ પર નિયંત્રણ કરવાની નીતિ તૈયાર કરવામાં નિષ્ફળ રહી છે. જજે કહ્યું હતું કે જો 16 જુલાઇ સુધી સરકાર આ વિશે કોઇ નીતિ તૈયાર કરવામાં નિષ્ફળ રહે છે તો પછી તે યોગ્ય આદેશ પારિત કરશે.

જેનો ડ્રાફ્ટ કેન્દ્ર સરકારે 16મી જૂલાઈના રોજ  સુપ્રીમ કોર્ટમાં મંગળવારે ડ્રાફ્ટ આપ્યો હતો. આ ડ્રાફ્ટ એસિડ એટેક પીડિતોના પુનર્વાસને લઇને હતો. આ મુજબ કેન્દ્રએ એસિડને હવે ઝેરની શ્રેણીમાં રાખવાનો નિર્ણય કર્યો હતો. 

આ મામલે 18મી જૂલાઈના રોજ ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી કરી હતી. જેમાં જણાવ્યું છેકે  એસિડના વેચાણ માટે દુકાનદારોને લાયસન્સની જરૂર પડશે. એસિડ ખરીદવા માટે ઓળખ હવે અનિવાર્ય બની જશે. અત્રે ઉલ્લેખનીય છે કે એસિડ એટેકને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને આપવામાં આવેલી ડેડલાઇન મંગળવારે પૂરી થઇ ગઇ છે. આ પહેલાં એસિડ એટેકના મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને મહત્વપૂર્ણ નિર્દેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે આપેલા પોતાના ચૂકાદા હેઠળ એમ કહ્યું છે કે 

  • રાજ્ય સરકાર એસિડ એટેકના પીડિતોને 3 લાખ રૂપિયાનું વળતર આપે 
  • વળતરની રકમ 15 દિવસમાં એક લાખ અને બાકીના 2 લાખની રકમ બે મહિનામાં રાજ્ય સરકારે આપવી પડશે. 
  • સુપ્રીમ કોર્ટે રાજ્યોને એસિડ અને બીજા નુકસાન પદાર્થોના છુટક વેચાણને નિયંત્રિત કરવા માટે ત્રણ મહિનાની અંદર નિયમ બનાવવા માટે કહ્યું છે.
  • કોર્ટે કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું હતું કે તે એસિડ ફેફવાને બિન જમાનતી ગુનો બનાવે. 
  • કોર્ટે કહ્યું હતું કે એસિડ પીડિતના પુનર્વાસ અને મેડિકલનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડે. 
  • સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે કિશોરને એસિડ આપવામાં ન આવે.
  • ગ્રાહક એસિડ ખરીદવા આવે છે તો તેની સંપૂર્ણ વિગત હોવી જરૂરી છે. 
  • આ સાથે જ એસિડનું વેચાણ કરનાર દુકાનદારે સેલ અને ખરીદીનું રજિસ્ટ્રેશન રાખવું પડશે.


   રાકેશ પંચાલ