www.GraminPatrika.com: ઓગષ્ટ મહિનો લાવશે રાજકીય ગરમાગરમી Blogger Widgets

ઓગષ્ટ મહિનો લાવશે રાજકીય ગરમાગરમી

બસ હવે ઓગષ્ટ મહિનાની રાહ
       ગુજરાતના મુખ્ય પ્રધાન અને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી 2014 માટે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે  ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં જાહેર કરશે તેવા સમાચાર મીડિયામાં ફેલાયા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ભાજપે નરેન્દ્ર મોદીનું નામ સુરક્ષિત કરી દીધું છે અને તે કારણસોર મોદી ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બન્યા બાદ દિલોજાનથી પ્રચાર શરૂ કરી દીધો છે. વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મોદી ઉત્તરપ્રદેશથી ચૂંટણી લડશે. જેમાં લખનૌ, વારાણસી કે પછી ઈલાહબાદની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ ત્રણમાથી કોઈ એક બેઠક પરથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી લડશે.
અત્યારસુધીમાં ભાજપના નેતા અટલ બિહારી બાજપાઈ પ્રધાનમંત્રી પદ ભોગવી ચૂક્યાં છે.  જે વર્ષ 1998થી 200 4 સુધી લખનૌ બેઠક પરથી વિજય મેળવેલ છે. જે કારણોસર મોદી આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. વારાણસીની ગણતરી હિન્દુઓ માટે સાંસ્કૃતિક પ્રતિકસમી નગરી છે. જ્યાં ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીએ વર્ષ 2009માં આ બેઠક જીતી છે. જો મોદી આ બેઠક પરથી લડશે તો મુરલી મનોહર જોષી અન્ય બેઠક પર ચૂંટણી લડી શકે છે.

ઈલાહબાદ બેઠકને કોંગ્રેસનો ગઢ તરીકે ઓળખવામાં આવે છે. આ બેઠક નહેરુ અને ગાંધી પરિવાર માટે ઘણું મહત્વ ધરાવે છે. આ બેઠક પરથી વર્ષ 1984માં અભિનેતા અમિતાભ બચ્ચ્ન પણ ચૂંટણી જીતી ચૂક્યાં છે. તે ઉપરાંત વર્ષ 2009ની લોકસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ સુપ્રિમો સોનિયા ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા અને ભવ્ય વિજય મેળવ્યો હતો. જેથી મોદી આ બેઠક પર પોતે ચૂંટણી લડી તેવી શક્યતાઓ પ્રબળ જણાઈ રહી છે

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી  વડાપ્રધાન પદની વાત આવે ત્યારે કંઈ પણ બોલવાનું ટાળે છે. અને પાર્ટીની જવાબદારી કોઈ ઈચ્છા વગર નિભાવે છે તે વાત કહીને આ બાબતે પડદો ઢાંકવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ભાજપ તરફથી ચૂંટણી પહેલા વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોનું નામ જાહેર કરશે તે બાબતે સૌ કોઈની નજર નરેન્દ્ર મોદી પર છે. જોકે કોંગ્રેસને નરેન્દ્ર મોદીથી કોઈ ભય નથી તેવા નિવેદનો આપીને પોતે મક્ક્મ હોવાના પુરાવા આપે છે. પરંતુ ઓગષ્ટ મહિનાના અંત સુધી જો ભાજપ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર જાહેર કરશે તો શું કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી મુકાબલો કરવા સક્ષમ છે ?

-      લોકસભાની ચૂંટણી પાર્ટીઓ લડશે કે પછી પાર્ટીના ચહેરાઓ
-      લોકસભાની ચૂંટણીમાં મુદ્દા સક્રિય રહેશે કે પછી નેતાની લોકપ્રિયતા
-      મુખ્ય પાર્ટીઓના વડાપ્રધાન પદ માટે ચહેરા જાહેર થાય બાદ કોણ કોણ પાર્ટી બદલશે
-      લોકસભાની ચૂંટણી હાઈટેક પ્રચાર કેટલો ભાગ ભજવશે
-      યુવાનો મત આપવા બહાર નીકળશે તો ફાયદો કોને થશે.
-      લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી અને મોદી વચ્ચે સીધી ટક્કર થાય તો યુવાનોની પસંદ કોણ ?
-      ગરીબો અને  મધ્યમવર્ગ કોની તરફ જશે ?
-      અસહ્ય મોંઘવારીના ભાર સાથે જીવી રહેલી પ્રજા કોને જવાબદાર ગણે છે ?
-      મુદ્દાને ઓળખીને વોટ કરશે કે લોકપ્રિયતાને આધારે વોટ પડશે
-      નવા ચહેરાને તક કેટલી મળશે
-      કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમત ન આવે તો ?
-      ભાજપને કોંગ્રેસ કરતા વધારે બેઠક પરંતુ બહુમતીથી થોડી ઓછી, તો યુપીએ સાથે જોડાયેલી      પાર્ટીઓનો પ્રવાહ કેટલી ગતિએ બદલાશે
-      ભાજપની કારમી હાર થશે તો ભાજપની સંધર્ષયાત્રા કેટલી ચાલશે

    આ દરેક પ્રશ્નના જવાબમાં એક સત્ય આવે છેકે ભાજપ માટે આ ઘડી છે અને તે વર્ષ 2014ની ચૂંટણીમાં  જીતીને પોતાની સંધર્ષયાત્રાનો અંત લાવવાની મથામણમાં છે. તેવી પરિસ્થિતિમાં દેશમાં મોદીનો જૂવાળ છે. અને તે ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ફેલાય તે પ્રકારે ચૂંટણી પ્રચારની કમાન મોદીના હાથે પહેલી જ આપી દીધી છે. 


        રાકેશ પંચાલ