ગૌરીવ્રત દરમ્યાન શહેર અને નાના-મોટા શહેરો અને ગામોમાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન , મંદિરો અને બાગ-બગીચાઓ પાંચ દિવસ માટે પીકનીક સ્પોટ બની જાય છે. તે સાથે ખાણી-પીણી, સુકા-મેવા અને ફળફળાદીની માંગ વધી જવા પામે છે. છેલ્લા પાંચ વર્ષથી સુકા-મેવા અને ફળફળાદીનો ભાવ દર ગૌરીવર્તે આસમાને પહોંચી જાય છે. ગૌરીવર્તની સાથે રમજાન પણ આવી જાય છે. ફળફળાદીની માંગ વિપુલ પ્રમાણમાં વધી જાય છે. તેવી પરિસ્થિતિમાં ફળોમાં કેળા અને સુકા-મેવામાં મગફળી મધ્યમવર્ગનો સહારો બની જાય છે. જોકે વેપારીઓ માને છેકે કિંમતોમાં દસથી પંદર ટકાનો વધારો થાય છે. તેવી પરિસ્થિતિમાં મધ્યમવર્ગ ખરીદી બંધ કરતો નથી. પરંતુ તેની ખરીદશક્તિમાં ઘટાડો ચોક્કસ જોવા મળે છે.
ચાલુ વર્ષે ભાવ પર નજર કરીએ તો, સુકા મેવાના ભાવ... કોપરૂ રૂ. 120કિલો ,. સુકી દ્રાક્ષ રૂ.160 કિલો,.ખારેક રૂ.140 કિલો,. કાજુ રૂ.600 કિલો,.બદામ રૂ.600 કિલો,.અખરોટ રૂ.350 કિલો,.રેવડી રૂ.80 કીલો,.મોટા સાકરીયા રૂ.60 કિલો,.મોળા સીંગદાળા રૂ.130 કિલો,.
જુલાઇ માસમાં જ કાશ્મીરના હજરતી સફરજન બજારમાં ઠલવાતા હોય છે. આ ઉઘડતી સિઝનમાં જ રમઝાન માસ આવતાં સફરજનના ભાવ રૂ. 60થી વધીને રૂ. 80 થયાં છે. ફળફળાદીમાં સફરજન અઠવાડીયા પહેલા રૂ.60ના ભાવે કિલો મળતાં તેના ભાવ હાલ રૂ. 80ની સપાટીએ પહોંચ્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયન, ચાઇના સફરજનના ભાવ રૂ.160થી 180 રહ્યાં છે. સફરજન મોંઘાદાટ બનતાં બજારમાં સસ્તા કેળાની ખપત વધુ છે. જ્યારે રાસબરીનો ભાવ રૂ. 60થી 80 હતો તે આ વખતે રૂ. 80થી 100ની સપાટીએ પહોંચ્યો છે. ચાલુ સિઝનમાં ખેડા, ભરૂચ પંથકમાં કેળાનો મબલક પાક થયો છે આવક વધુ રહેતાં ભાવ પણ પ્રમાણમાં સસ્તા છે. રૂ. 25થી 30માં ડઝન કેળા મળતાં લોકો ફળોમાં કેળાની ખરીદી વધુ કરી રહ્યાં છે.
જોકે ચાલુ વર્ષે સુકામેવાના ભાવ અને ફળફળાદીના ભાવ જે આસમાને પહોંચી ગયા છે તેને જોતા લાગી રહ્યું છેકે ગ્રાહકોની ભીડ ઓછી જોવા મળશે. પરંતુ વેપારીઓ માની રહ્યાં છેકે લોકોની ખરીદશક્તિમાં ફેર છે, દાયકા પહેલા ગૌરીવ્રતના દિવસો નજીક આાવે તે પહેલા બજારોમાં ચહેલપહેલ દેખાવા લાગતી હતી તે નજારો હવે જોવા મળતો નથી. લોકો હવે વાર-તહેવારે અને પ્રસંગોપાત જરૂરિયાત અને ઘરના બજેટને ધ્યાને રાખીને ખરીદી કરતા નજરે પડે છે.
જે ઘરમાં ગૌરીવ્રત બાળકીનું પ્રથમ વખત હોય છે. નાનપણથી જ દીકરી માતાની નકલ કરતી હોય છે. માતાની જેમ શણગાર કરતી નજરે પડતી હોય છે. અને જ્યારે ગૌરીવ્રત આવે ત્યારે તે જ દિકરી જ્યારે પોતાની માતાની પોતાની શણગારવા મથે છે ત્યારે માતાનું બાળપણ અને પિતાની નજરે આ સમય યાદગાર બની જાય છે. તેની એક ઝલક..
રાકેશ પંચાલ

.jpg)