www.GraminPatrika.com: આજે રાતે ગુજરાતના નેતાઓની કિસ્મત ચમકશે ?? Blogger Widgets

આજે રાતે ગુજરાતના નેતાઓની કિસ્મત ચમકશે ??



ગુજરાતના મુખ્યમંત્રી લોકસભાની ચૂંટણી 2014 અર્થે પક્ષ તરફથી ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઈ છે. જે માટે તેઓ મોટાભાગે દેશનું પરિભ્રમણ કરતા નજરે પડે છે. જેથી ગુજરાત બાબતે વિરોધીયો પણ અવાજ ઉઠાવી રહ્યાં હતાં કે ગુજરાતના મુખ્યમંત્રી તો બહાર ફરી રહ્યાં છે તેવામાં ગુજરાતનનું  ધ્યાન કોણ રાખશે ? તે બાબતને સમજીને ગુજરાતની ભાજપ સરકારે પ્રધાનમંડળનું વિસ્તરણ કરવાનું નક્કી કર્યું છે તેવા અહેવાલ વહેતા થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર , ગઈ રાત્રે  પણ પક્ષના મહામંત્રી અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન વચ્ચે એક ગુપ્ત બેઠક યોજાઈ હતી.  તાજેતરમાં જ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મળેલી ભાજપના ઉચ્ચ પદાધિકારીઓની બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપે વધુમાં વધુ બેઠકો મળે તેવી વ્યૂહરચના ઘડવાની વિચારણા, પ્રદેશ કારોબારીમાં હોદેદારોની વરણી અને પ્રધાનમંડળના વિસ્તરણના મુદ્દે ચર્ચા થવા પામી છે. મળતી માહિતી પ્રમાણે પાંચ નવા ચહેરાનો પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.  નામોની ચર્ચા છે તેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, શંકર ચૌધરી અને વાસણ આહીરનો સમાવેશ થાય છે મુખ્યપ્રધાન આ મામલે આખરી ઓપ ક્યારે આપે તેની રાહ જોવાઈ રહી છે.

    રાકેશ પંચાલ