www.GraminPatrika.com: ગુજરાતનો જૂનિયર નરેન્દ્ર મોદી Blogger Widgets

ગુજરાતનો જૂનિયર નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી જેવા બનવું છે : છોટા નરેન્દ્ર મોદી

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દરેક બાબતે ચર્ચાનો વિષય બની જાય છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ત્રણ વખત પદભાર સંભાળ્યો છે. ગુજરાતની પ્રજાએ એક દાયકા સુધી એકછત્ર શાસન નરેન્દ્ર મોદીનું જોયું છે. જેની અસરથી ગુજરાતની નવી પેઢીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગવી છાપ બની છે. વડાપ્રધાન, સરકાર, મુખ્યમંત્રી, પક્ષ-પાર્ટી તેમજ વિકાસનો અર્થ સમજાનારા અને અનુભવનારા મોટા અને બાળકો માટે શ્રી નરેન્દ્ર મોદી કોઈ સાધારણ વ્યક્તિત્વ  નથી (પછી નમો ખુદ ભલેને પોતાને "કોમન મેન" કહેતા હોય). તેનું એક ઉદાહરણ છે ગુજરાતના અમદાવાદ શહેરમાં રહેતો અને મણીનગરની નેલ્સન્સ ઈંગ્લીશ સ્કૂલના જૂનિયર કે.જીમાં અભ્યાસ કરતો  છોટા નરેન્દ્ર મોદી "આરવ નાયક".
મોદી જેવી શૈલીમાં બોલવાનું આરવ કેવી રીતે શીખ્યો તે બાબતે જણાવતાં તેના પિતા પંકજ બચુભાઇ નાયક જણાવે છે કે આરવ જ્યારે નાનો હતો ત્યારે તેને મ્યુઝિકલ પીયાનો લાવી આપ્યો હતો. જેની સાથે એક માઇક પણ હતું. તેને નવરાત્રિમાં ભક્તોને 'અંબે માં' ની આરતીના સમયે આરતી કરવા માટે આમંત્રણ આપવા કેવી રીતે બોલવુ તે શીખવ્યું હતું. આરવને નર્સરીમાં અભ્યાસ માટે ચીરીપાલ ગ્રુપની શાંતિ જુનિયર સ્કૂલ (મણિનગર શાખામાં) મુક્યો હતો. આ સ્કૂલમાં Sports Day ના દિવસે "Bunny Race" માં પ્રથમ આવીને રેસનો વિજેતા બન્યો હતો અને તેને અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તે દરમ્યાન વર્ષ 2012ના ડિસેમ્બર મહિનામાં પબ્લીક સ્પીકીંગ ડે નું આયોજન થયું હતું  જેમાં આરવે પહેલી વખત નરેન્દ્ર  મોદીની સ્પીચ  લોકોને સંભળાવી  હતી. જોકે આ સ્પીચ મેં  તૈયાર કરાવી હતી.

આરવે પહેલી વાર નરેન્દ્ર મોદીનું ભાષણ મણિનગરના સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં આવેલા સ્વામિનારાયણ હ઼ૉલમાં  આપ્યું હતું. આરવના પિતા કહે છે કે તે નાનપણથી જ મોસાળમાં અનેક વાર સ્વામિનારાયણ ભગવાનનાં ફોટા સામે સૂતાં સૂતાં જોયા કરતો અને જો કોઇ કારણોસર રડતો હોય તો શ્રીજી મહારાજનો ફોટો બતાવવાથી ચુપ થઇ જતો હતો. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે આ ભાષણ દરમ્યાન મને એવો અહેસાસ થતો હતો કે જાણે સહજાનંદ સ્વામી એને કંઈક અદભુત કરવા પ્રેરિત કરી આશીર્વાદ આપી રહ્યા  હતા. આ કાર્યક્રમ બાદ આરવ તેના નાની શ્રીમતી. હર્ષાબેન ભીખુભાઇ બ્રહ્મભટ્ટ સાથે સ્વામિનારાયણ મંદિરમાં ગયો હતો અને મંદિરના સંતોને પણ ભાષણ સંભળાવી આશિષ મેળવ્યા હતાં.

છોટા નમોને તેના પિતા, ઇન્દુલાલ યાજ્ઞિકના આશ્રમ પર તેમના વિશે સમજણ અને જાણકારી આપવા માટે લઇ ગયા હતા. "ઇન્દુચાચા" ના આશ્રમ સાથે સંક્ળાયેલા અને સનાતન ધર્મના નિરાંત સંપ્રદાયના ગુરુ મહારાજ શ્રી ભીખાભાઇ તડ્વી કે જેઓ ખુદ ઇન્દુલાલ યાજ્ઞિકની સાથે અને તેઓની છ્ત્રછાયામાં રહી ચુક્યા છે. તેઓના આશિર્વાદથી ગુરૂપુર્ણિમાના રોજ  સાજેં 5 વાગે ગુરુ ભક્તો સામે છોટા નરેન્દ્ર મોદીનું  ભાષણ આપ્યુ હતું.  તે દિવસે ઈન્દુલાલ યાજ્ઞિક આશ્રમ ખાતે ભક્તિ, દેશભક્તિ અને નમોમય વાતાવરણ સર્જાયું હતું. ત્યાં હાજર ગુરૂભક્તોએ  છોટા નરેન્દ્ર મોદીને દિલ ખોલીને આશિર્વાદ આપ્યાં હતાં અને તેના  ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. વર્ષ 2014 માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભવ્ય વિજય થાય તેમજ દેશના ભાવિ વડાપ્રધાન બને તેવી ભાવનાઓ પણ ઠલવાઈ હતી.


આરવની માતા કાજલબેન નાયક તેમના દિકરા વિશે વધુ  જણાવતાં કહે  છે કે આરવને ક્રિકેટ,સાયક્લીંગ તેમજ મુવી જોવાનો શોખ ધરાવે છે. આરવ રોજ રાત્રે એક કલાક સાંજના સમયે તેના ડેડી સાથે ટીવીમાં સમાચાર જોવે છેસમાચાર દરમ્યાન નરેન્દ્ર મોદીને ટીવી પર જોઈને તેમની શૈલી શીખ્યો છે બાકી તે એકલો હોય તો મુવી તેમજ છોટા ભીમ જોવાનું વધારે પંસદ કરે છે.તેની માટે કંઈ અલગથી મહેનત કરવાની જરૂરિયાત પડી નથી. આરવ  કપડામાં મોદી સાહેબની જેમ કુર્તા પજામા પહેરવા પસંદ કરે છે.અત્યાર સુધીમાં આરવે મોદી સ્ટાઈલમાં 6 વખત પબ્લિકમાં સ્પીચ આપી છે. જેમાં સૌથી વધારે પબ્લીક, વર્ષ 2013ના ફેબ્રુઆરી મહિનામાં એલ.જી હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સ્વામિ વિવેકાનંદ કપ નાઈટ ટુનાર્મેન્ટની ફાઈનલ મેચમાં અંદાજે 3000 ઓડીયન્સ હતું'છોટા નરેન્દ્ર મોદી' આરવના માતા-પિતા માને છે કે મોદીની સ્ટાઈલમાં પબ્લીકમાં સ્પીચ  આપવાથી લોકો પ્રભાવિત થાય છે અને તેની સાથે-સાથે આરવના આત્મવિશ્વાસમાં પણ વધારો થઈ રહ્યો છે.


ગુરૂપુર્ણિમાના દિવસે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલા નેનપુર ખાતે પહાડગામ રોડ પર આવેલા  નિરાંત આશ્રમમાં  ગુરૂપુર્ણિમાની ઉજવણી અનોખી રીતે  કરવામાં આવી હતી. નિરાંત આશ્રમના ભક્તજનોની સામે સાડા ત્રણ વર્ષના છોટા નરેન્દ્ર મોદી તરીકે નામના મેળવી રહેલ આરવ નાયકે પોતાના મોદીના અંદાજમાં લોકોને દેશભક્તિ તેમજ વિકાસ સંદર્ભે સવારે અગિયાર વાગ્યે સ્પીચ આપીને પોતાના પથદર્શક ભારત માતા અને નરેન્દ્ર મોદીને વંદન કર્યા હતા. આ ઉપરાંત આરવે આ શુભદિવસે તેના ઉજ્જવળ ભવિષ્ય માટે   તેને મદદ કરી રહેલા તેના અંકલ ચંદ્રકાન્ત નાયક અને  ધનશ્યામ નાયકનો આભાર માન્યો હતો.

 Youtube Video Link of Speech 
 Facebook Latest Updates Link
રાકેશ પંચાલ