વિશ્વની સાત અજાયબીમાં સ્થાન પામેલ તાજમહેલ ભારતના આગ્રા શહેરમાં સ્થિત છે. વર્ષ 1631માં શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં બનાવ્યો હતો. જેને બનાવા માટે આગ્રાથી ૩૨૨ કીલોમીટર દુર મકરાણા નો રાજસ્થાની આરસપહાણ મેળવવા ૧૮૦૦ મજૂરોએ ખાણ ખોદકામ કર્યું હતું અને ૨.૨૫ ટનના આરસના ચોસલા આગ્રા લાવવા ૧,૦૦૦ હાથી કામે લગાડવામાં આવ્યા હતા. તાજમહેલ માં બગદાદથી આરસપહાણ પાર મરોડદાર અક્ષરો કોતરનાર કારીગરો આવ્યા, મધ્ય એશિયા ના બુખારા નગરમાંથીએક શિલ્પીને આરસપહાણ ના ફૂલો કોતરવા બોલાવામાં આવ્યા હતાં .વીરાટ કદ ના ગુંબજો બાંધવા ખાસ તુર્કીના ઇસ્તમ્બુલ થી કારીગરો બોલાવામાં આવ્યા હતાં. મરક્નદ થી મિનારનો ખાસ કારીગર આવ્યા હતા. અને માસ્ટર કડીયો અફઘાનિસ્તાન ના કંદહારથી બોલાવામાં આવ્યો હતો. તાજમહેલમાં અકીક ,ગોમેદ,પીરોજ ,કાચમણી ,જારગન જેવા સ્ફટિકમય રંગબેરંગી પત્થરો ૪૦ જાતના રત્નો ની કિમંત બાંધકામ માં વપરાયેલ આરસ કરતાં પણ મોંઘી હતી. આધુનિક વિશ્વ ના સાત આશ્ચર્યોંમાં પ્રથમ સ્થાન પામ્યો છે. આ સ્થાન વિશ્વવ્યાપી મતદાનથી થયું હતું. જ્યાં આને દસ કરોડ઼ મત મળ્યાં હતાં.
વિશાળ ૩૦૦ વર્ગ મીટરનો ચારબાગ , એક મોગલબાગ. આ કૉમ્પ્લેક્સને ઘેરે છે. આ બાગમાં ઊઁચે ઉઠેલા પથ છે. આ પથ આ ચાર બાગને ૧૬ નિમ્ન સ્તર પર બનેલી ક્યારિઓમાં વહેંચે છે. બાગની મધ્યમાં એક ઉચ્ચસ્તર પર બલા તળાવમાં તાજમહલના પ્રતિબિમ્બનું દર્શન થાય છે. આ મકબરા તથા મુખ્યદ્વારની મધ્યમાં બનેલો છે. આ પ્રતિબિમ્બ તાજ મહલની સુંદરતાને ચાર ચાઁદ લગાવે છે. અન્ય સ્થાનોં પર બાગમાં વૃક્ષોને હારમાળા છે તથા મુખ્ય દ્વારથી મકબરા સુધી ફુવારા છે.
રાકેશ પંચાલ


