રાજનીતિ કે લાપરવહીનો શિકાર
કોઈ પણ દેશમાં શિક્ષણને ભવિષ્યના ઘડતર માટે પાયાનું અંગ સમજે છે. દરેક દેશનો નાગરિક પોતાના બાળકને સુંદર ભવિષ્ય માટે શાળાએ મોકલે છે પરંતુ જે દેશની સરકારી શાળાઓની છત્ત નીચે બાળકોના જીવ લેવાતા હોય તેનું સંચાલનની આવડત પર સવાલ પેદા કરે છે. જે દિવસે ઘટના ઘટી તે દિવસે શિક્ષણ માટે આવેલા બાળકો અને વાલીઓને ખબર પણ નહીં હોય કે આજેનો દિવસ તેમના જીવનનો છેલ્લો દિવસ છે. સત્તા પક્ષ આ ઘટનાને વિરોધીઓનું ષડયંત્ર ગણાવી રહી છે તો વિરોધ પક્ષ રાજનીતિમાં લાગ્યો છે. કેન્દ્ર ધૃતરાષ્ટ્ર બની બેઠી છે જ્યારે તે રાજ્યના મુખ્યપ્રધાનને સમય નથી. જે ઘરોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાય ગયું હોય તેમને થોડી ઘણી આર્થિક સહાય આપીને કોઈ પણ સરકાર પોતાનો બચાવ ન કરી શકે. આ ઘટના બાદ મોટો સવાલ પેદા થાય છેકે નાગરિકે સરકારી તંત્ર પર કેટલો ભરોસો કરે.
બિહારી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જે તથ્યો કહ્યાં છે તે ચોંકાવનારા છે. જમવામાં તેલની તુલનામાં પાંચ ગણું કીટનાશક હતું. બાળકોના જમવામાં કીટનાશક હતું. તે વાત જ ઘણી ચોંકાવનારી છે. જોકે આ ખુલાસો ફોરેન્સીક રિપોર્ટના આધારે થયો છે. આ ઘટનામાં ખાવાનું બનાવનારી મહિલાનું પણ મોત થયું હતું. જોકે મનાઈ રહ્યું હતું કે આ ખાવાનું સરસવના તેલમાં બનાવવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે સરસવની સાથે સલ્ફસની ગોળીયો પીલાઈ જતા તેલ ઝેરી થવાથી આ દુર્ઘટના બની છે. આ ઘટના ભુતકાળના ફાઈલોમાં ધકેલાય તે પહેલા દોષીઓને સજા થવી જોઈએ.
ત્યારે સવાલ તે છે કે શું બાળકો રાજનીતિનો ભોગ બન્યાં છે. દેશ સહિત રાજ્યામાં માતમ ફેલાયેલો છે ત્યારે તે રાજ્યના મુખ્યમંત્રીને સમય નથી. ઓર્ગેનિક ફોસ્ફરસ બાળકોની ડિશમાં પરોસાતું હોય ત્યારે તંત્રએ બધાં જ કામકાજ છોડીને દોષીને પકડવાની તજવીજ હાથ ધરીને કડક સજા તે દિશામાં કાર્યવાહી કરવી જોઈએ. ઓર્ગેનિક ફોસ્ફરસ ખેતીમાં વપરાતું કિટનાશક છે. અને આ પ્રકારે બાળકોની થાળીમાં કેવી રીતે પહોંચી ગયું તે બાબતે અનેક શંકાઓ પેદા કરે છે.
સ્કૂલના આચાર્ય આ ઘટના બાદ ગુમ થઈ ગયા છે. મુંખ્યમંત્રી વ્યસ્ત થઈ ગયા છે બાકીનું તંત્ર વિરોધીઓને દોષી સાબિત કરવાની મથામણમાં છે. પરંતુ મોટા સવાલ છેકે આ પ્રકારે બાળકોનો ઉપયોગ કરી મોટો હોબાળો ઉભો કરવા પાછળ કોનો હાથ છે.આ ઘટના પાછળ રાજનીતિ ષડયંત્ર છે કે પછી કોઈને ફસાવા માટેનો ચક્રવ્યુહ કે પછી મધ્યાહન ભોજનમાં ચાલી રહેલી બેદરકારી. આ ઘટના પાછળનું સત્ય કંઈ પણ હોય પરંતુ કોમળ બાળકોનો જે પ્રકારે ભોગ લેવામાં આવ્યો છે તેને સહન કરવી અશક્ય છે.
સત્વરે આ ઘટના પાછળનું સત્ય ઉજાગર કરવા માટે કેન્દ્ર સરકારે સ્પેશ્યલ કમિટી બનાવવી જોઈએ અને સત્ય બહાર કાઢીને દોષીઓને સજા આપવી જોઈએ. અને જો આ મામલો બેદરકારીને નિકળે તો સૌથી વધારે ચિંતાનો વિષય છે કારણે કે મધ્યાહન ભોજન દેશની દરેક સરકારી શાળાઓમાં ચાલે છે અને આ ભોજનની ગુણવતાનું ધોરણ કેવા પ્રકારનું હશે તે બાબતે અનેક પ્રશ્નો ઉભા કરે છે.
આ ઘટના બાદની પ્રતિક્રિયાઓ
પટણા – બિહારના શિક્ષણ પ્રધાન પી.કે. સાહીનું કહેવું છે કે રાજ્યમાં ૨૪ કલાકમાં બે જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન દુર્ઘટના પાછળ નીતિશ કુમારની સરકાર વિરુદ્ધ કોઈક કાવતરું ઘડાયું હોવાની શંકાને નકારી શકાય એમ નથી. છપરાની ધરમસતી પ્રાયમરી સ્કૂલનાં પ્રિન્સિપાલ મીના કુમારીનાં પતિ અર્જુન રાય એક રાજકીય પક્ષના સભ્ય છે અને તે જ શાળાને મિડ-ડે મીલ માટે તેલ સહિતની કાચી ખાદ્યસામગ્રીઓ સપ્લાય કરતા હતા.
બિહારના રાજ્ય મિડ ડે મીલ વિભાગના ડિરેક્ટર આર લક્ષ્મણનનું કહેવું છે કે ગયા મંગળવારે સર્જાયેલી મધ્યાન્હ ભોજન કરૂણાંતિકા વિશે સરકારે કરાવેલી તપાસના અહેવાલમાં બાળકોનાં મોત માટે મીના દેવીને જવાબદાર ગણાવવામાં આવ્યાં છે. ગંદમાન ગામની તે સ્કૂલને હવે નજીકની એક માધ્યમિક શાળા સાથે વિલીન કરી દેવામાં આવશે જેથી બાળકોને વધારે સારી ગુણવત્તાવાળું ભોજન પીરસી શકાય.
સારણના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સુજીત કુમારે કહ્યું છે કે મીના દેવીનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. હાજર થવા માટે તેમની પર દબાણ લાવવા એમની પ્રોપર્ટી જપ્ત કરવાનો વહીવટીતંત્રે નિર્ણય લીધો છે.
ભાજપે આ મુદ્દે રાજ્યના મુખ્યપ્રધાન નીતીશ કુમારના રાજીનામાની માગ કરી હતી. લાલુ પ્રસાદ યાદવે પણ પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રામ ભરોસે ચાલી રહી છે. આ ઘટનાના વિરોધમાં ભાજપ અને આરજેડીએ આજે છપરા બંધનું એલાન આપ્યું હતું .
રાકેશ પંચાલ

