www.GraminPatrika.com: ચરોતરમાં દેખાશે ગુરૂપુર્ણિમાનો રંગ Blogger Widgets

ચરોતરમાં દેખાશે ગુરૂપુર્ણિમાનો રંગ

ગુરૂદેવના ચરણોમાં નતમસ્તક બનશે ચરોતર
22મી જૂલાઈ ગુરૂપુર્ણિમાની ભવ્ય ઉજવણી થશે. દરેક સંપ્રદાયના ગુરૂઓ તેમજ ગાદીપતિ આચાર્યો પોતાના અનુયાયી સમક્ષ રૂબરૂ થશે. ગુરૂપુર્ણિમાનું સવિશેષ મહત્વ છે. આ દિવસે કોઈ પણ સંપ્રદાય સાથે સંકળાયેલ ભક્ત  ગુરૂને યાદ કરીને આશિર્વાદ મેળવવા માટે લાંબી લાંબી લાઈનોમાં લાગીને પોતાની ઈચ્છા પૂર્ણ કરીને પોતે ધન્યતાની લાગણી અનુભવે છે. આ દિવસે શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસનો સુંમેળ સંગમ જોવા મળે છે. જાણ કે પ્રવાહનો દિશા એકતરફ વહી રહ્યો હોય. ચરોતરની ઘરતી ગુરૂઓની ધરતી છે. અહીં મોટાભાગના સંપ્રદાયના મોટા મંદિરો અહીં આવેલા છે.   જેથી ચરોતરમાં ગુરૂપુર્ણિમાના દિવસે ગુજરાત અને બહાર વસેલા ગુજરાતીઓનો જમાવડો થઈ જાય છે. વહેલી સવારથી  વડતાલ સ્વામિનારાયણ, ડાકરો રછોડરાયજીનું મંદિર જેવા સુપ્રસિદ્ધ મંદિરોમાં લાંબી લાંબી લાઈનો જામી જાય છે. ગુરૂપુર્ણિમાના દિવસે મંગળા આરતીનું વિશેષ મહત્વ હોય છે. જેથી અગાઉના દિવસે દૂર દૂરના ભક્તો આવી જતા હોય છે. 

દર વર્ષે ગુરૂપુર્ણિમાના  દિવસે ચરોતરના યાત્રાધામોમાં ભક્તોનો જમાવડો એકસરખો હોય છે. જેથી સુરક્ષા માટે તૈયારીઓમાં તંત્ર સવિશેષ કાળજી લેતી દેખાય છે. રોડ પર ટ્રેક્ટરો, રીક્ષાઓ અને લકઝરી તેમજ નાના-મોટા પ્રાઈવેટ વાહનોમાં ભક્તોની જ અવર-જવર જણાતી હોય છે. જોકે આ નજારો જોવા જેવો છે. સમગ્ર પંથક ભક્તિમય બની જાય છે.  પ્રખ્યાત યાત્રાધામ ડાકોર,નડિયાદ,દંતાલી,ભેટાસી,આણંદ,સારસા અને વડતાલમાં દૂર-દૂરથી ભકતો આવે  છે.  જોકે ગતવર્ષ વર્ષે ગુરૂપુર્ણિમાના દિવસે વરસાદ વરસે તેવી આશા ભક્તો  રાખી રહ્યાં હતા, પરંતુ દિવસભર ચરોતર પંથકમાં વાતાવરણ વાદળછાયું રહેવા પામ્યું હતુ. જેથી સહ્ય બફારો ભક્તોને વેઠવો પડ્યો હતો. પરંતુ આ વખતે ગુરૂપુર્ણિમાના દિવસે વરસાદ વરસે તેવી ભક્તો ઈચ્છા રાખી રહ્યાં છે. ડાકોર અને સંતરામ મંદિરમાં વહેલી સવારથી ભક્તજનો આવી જતા હોય છે. ગુરૂપુર્ણિમામાં દરેક આસ્થાવાન જીવ માટે સવિશેષ મહત્વ ધરાવે છે. 


ગુરૂઓની ધરતી તરીકે ઓળખાતાં ચરોતરમાં ગુરૂપુર્ણિમાનાં દિવસે દૂર-દૂરથી લોકો આવે છે. જેમાં અનેક લોકો પગપાળા આવતા હોય છે. જેમની માટે સેવાભાવી ભક્તો અને મંડળો દ્રારા રસ્તામાં ખાસ આયોજન કરવામાં આવે છે. જેમાં ચા-નોસ્તો તેમજ આરામ માટેની દરેક સુવિધા આપવામાં આવે છે.

ગુરૂપુર્ણિમાનાં દિવસે ચરોતરમાં મુખ્યત્વે સારસામાં આવેલ સંત કૈવલ મંદિર, વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદમાં આવેલ સંતરામ મંદિર, બોચાસણમાં આવેલ અક્ષર પુરૂષોતમનું સ્વામિનારાયણ મંદિર, અને વલ્લભ વિધાનગરમાં આવેલ ઈસ્કોન મંદિરમાં ભક્તોનો ભારે જમાવડો જોવા મળે છે.
અમુક વખતે એવી પણ પરિસ્થિતિ સર્જાય છે કે  ગુરૂપુર્ણિમા દિને  યાત્રાધામોના મંદિરોમાં ભારે ભીડ રહેતી હોય  છે. જેના કારણે અનેક ભક્તોએ મંદિરની ધજાના દર્શન કરીને સંતોષ માનવો પડતો હોય છે. 
રાકેશ પંચાલ