www.GraminPatrika.com: શાંતિની શોધ, સુવર્ણને સંગ Blogger Widgets

શાંતિની શોધ, સુવર્ણને સંગ

અમૃતના સરોવરમાં આવેલું અનોખું મંદિર
અમૃતસર પંજાબ રાજ્યનું એક શહેર છે. શિખોના ચોથા ગુરૂ રામદાસે એક તળાવના કિનારે ધામો નાખ્યો હતો. જેના પાણીમાં અદ્ભૂત શક્તિ હતી. જેના કારણે આ શહેરનું નામ અમૃતસર પડ્યું છે. જેને કહેવાય અમૃતનું સરોવર. અમૃતસરમાં આવેલ સુવર્ણ મંદિર વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ગુરૂ રામદાસે આ તળાવની વચ્ચે એક મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જે આજે સુવર્ણ મંદિર તરીકે પ્રખ્યાત છે. એપ્રિલ મહિનામાં બૈસાખીનો તહેવાર જોવા લાયક છે.


સુવર્ણ મંદિર ધાર્મિક સૌહાર્દની પણ જીવતી-જાગતી મિસાલ છે. આ મંદિરનો પાયો મુસ્લિમ સંત હજરત મિયાઁ મીરે ખોદયો હતો. મંદિરના ચાર દરવાજા પણ અહીંની એકતા અને દરેક ધર્મ પ્રત્યે સમભાવની ભાવનાને જ પ્રગટ કરે છે.





સુવર્ણ મંદિરની કડવો ઈતિહાસ પણ છે .ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સુવર્ણ મંદિરમાં પોતાના 500 સાથીઓ સાથે છૂપાયેલા ભિંદરેવાલને ખતમ કરવા માટે 4 જૂન 1984ના રોજ લશ્કરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ અથડામણમાં 500 લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાની ડોક્યુમેન્ટરી ફિલ્મ સોનિયા દેઓલ નામની બીબીસીની એક કર્મચારીએ બનાવ હતી . જેનો ઘણો વિવાદ થવા પામ્યો હતો.  વાત એમ છે કે આ સુવર્ણ મંદિરમાં છૂપાઈને બેઠેલા જરનૈલ સિંહ ભિંદરેવાલને ખતમ કરવા માટે ભારતીય લશ્કરે મંદિર પર હુમલો કર્યો હતો. જો કે હાલમાં પણ ઘણા શીખો ભિંદરેવાલને એક સંત માને છે અને સોનિયા દેઓલે તેની ડોક્યુમેન્ટરી 1984- એ શીખ સ્ટોરીમાં ભિંદરેવાલને આતંકવાદી ચિતર્યો છે.
વર્ષ 1960થી જાતિ આધારિત વેરભાવ વધવા લાગ્યો હતો. જેથી ભાષાઓના આધારે શિખોએ અલગ રાજ્યની માંગ કરી હતી. અમુક વર્ષોના સંધર્ષ બાદ પહેલી નવેમ્બર 1966ના રોજ પંજાબની રચના થઈ. અને ત્યાર બાદ વર્ષ 1970માં ફરી સાંપ્રદાયિક તનાવ સર્જાયો અને જે દરમ્યાન શાસક પાર્ટી નેશનલ કોંગ્રેસ પર શિખો સાથે ભેદભાવ કર્યા હોવાના અનેક દાવાઓ કર્યા અને વર્ષ 1975માં ઈન્દિરા ગાંધીએ કટોકટીની સત્તા ધારણ કરી જેથી વાતાવરણ વધારે બગડ્યું હતું. જે દરમ્યાન શિખ આગેવાન સંત જરનૈલ સિંહ ભિંદરેવાલે શિખોના રક્ષણની કમાન સંભાળી હતી. જે દરમ્યાન શિખ રાષ્ટ્ર ખાલિસ્તાનની માંગ પ્રબળ બની.  જનરૈલ સિંઘ ભિંદરાનવાલેને હરાવવા માટેના ઈન્દિરા ગાંધીના પ્રયત્નરૂપે 1984માં ઓપરેશન બ્લ્યુસ્ટાર હેઠળ સુવર્ણ મંદિર ઉપર આક્રમણ કરવામાં આવ્યું હતું જેથી શિખોમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ  આખરે ઈન્દિરા ગાંધીના શીખ અંગરક્ષકોએ જ તેની હત્યા કરી હતી.
     રાકેશ પંચાલ