રાપરમાં લોકોના જીવ તાળવે બંધાયા
કચ્છમાં આજે 19મી જૂલાઈ શુક્વારના રોજ બપોરે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. અને રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્ર રાપર ખાતે જણાયું હતું. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. નોંધનીય છે કે છેલ્લા થોડા સમયથી ઉત્તર ભારતના ક્ષેત્રમાં ભૂકંપના આંચકા નોંધાઇ રહ્યા છે. કચ્છનો પ્રદેશ ભૂકંપ માટે જોખમકારક છે, અને વારંવાર કચ્છ પંથકમાં ભૂકંપના હળવા આંચકા નોંધાતા છે. આ પહેલા માર્ચ મહિનામાં પણ કચ્છમાં 4.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2001માં જાન્યુઆરી મહિનાની 26 તારીખે કુદરતે ભુકંપ સ્વરૂપે જે તબાહી સર્જી હતી. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.તે વખતે અનેક લોકો પાયમાલ થયા હતા.
રાકેશ પંચાલ

.jpg)