www.GraminPatrika.com: રોગચાળાથી કેવી રીતે બચશો.. Blogger Widgets

રોગચાળાથી કેવી રીતે બચશો..

 આણંદના સિલવાઈમાં રોગચાળો ફેલાયો
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા સિલવાઈ તેમજ બોરીયા ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ગામની ફરતે દસ કિલોમીટરના વિસ્તારને તંત્ર દ્રારા બે અગાઉથી કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા હતા. સિલવાઈ ગામમાં  100 વ્યક્તિઓ કોલેરાની ચપેટ આવી ગયા છે. જોકે તંત્રએ તકેદારીના પગલાના ભાગરૂપે સત્વરે કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ, પેટલાદ તાલુકામાં આવેલ સિલવાઈ ગામે અંદાજે ચાર હજારની વસ્તી ધરાવે છે. જે લોકો પીવાનું પાણી ગામના કુંવામાંથી ભરે છે. છેલ્લા અનેક દિવસોથી ગ્રામજનો બિમાર પડી રહ્યા હતા. જેમાં ઈન્દિરા કોલોની ખાતે કોલેરાનો પોઝેટીવ કેસ માલુમ પડતા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડૉ.રાહુલ ગુડ્ડાએ 1987ના વાવડ રોગ અધિનિયમની કલમ 2 હેઠળ સિલવાઈ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું હતું. વર્તમાન સમયમાં સિલવાઈ ગામમાં 100 જેટલા વ્યક્તિઓ રોગચાળાની ચપેટમાં આવી ગયા છે. ગામમાં એક જ કુંવો છે જ્યાંથી ગ્રામજનો પાણી ભરે છે. જે કારણોસર કોલેરા જેવી બિમારી ફેલાઈ હોવાનું મનાઈ રહ્યું છે. જેથી તંત્રએ સત્વરે ગ્રામજનોને કુંવાનું પાણી ભરવાનું બંધ કરાવી દીધું છે. ગ્રામજનો માટે પીવાના પાણીની ટેન્કરોની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે ગ્રામજનોની સારસંભાળ લઈ રહી છે. આ અંગે જરૂરી પગલાં લેવા માટે મામલતદાર, પેટલાદ, બોરસદ તથા તારાપુરને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે જાહેર કર્યો છે.
 રોગચાળાની આગોતરી સાવચેતીઓ

·         પીવાનું પાણી હંમેશા ગાળીને, સ્વચ્છ કરીને પીવું.
·         પાણીના વાસણો હંમેશા સ્વચ્છ રાખવાં.
·         પીવાના પાણીમાં કલોરીનની ટીકડી નાખવી.
·         પાણી ઉકાળીને પીવું તથા તાજો ખોરાક જ લેવો.
·         ઝાડા-ઉલ્ટીના કિસ્સાઓમાં પ્રવાહી ખોરા લેવો. દકી દૂર કરો.
·         ઘરની આજુ બાજુમાં કૂડો કચરો જમા થયેલ હોય તો તાત્કાલિક હટાવી લો
·          પર્યાવરણ સ્વચ્છ રાખવું.
·         મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા પગાલાં લો.
·         સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે બારી બારણ બંધ રાખો.
·         મચ્છર અગબતી કે લીમડાનાં પાનનો ધૂમાડો કરી મચ્છરોને દૂર રાખો.
·         આપના વિસ્તારમાં દવા છાંટવા આવે ત્યારે ઘરમાં પણ છંટકાવ કરાવી લો.
·         ટી.બી., પોલીયો,ત્રિગુણી અને ઓરીની રોગ પ્રતિકારક રસી મુકાવો.
·         પીવાના પાણીના લીકેજ શોધી તાત્કાલિક રીપેર કરાવી બંધ કરો.
·         ઘરની આજુબાજુનાં પાણીના ખાબોચીયાં ખાલી રાવી દવાનો છંટકાવ કરાવવો.
·         ઘરગથ્થુ વપરાશ માટેના પાણીના સાધનો અઠવાડીયે ખાલી કરી સાફ કરવા.
·         રાત્રે સૂતી વખતે મચ્છરદારનીનો ઉપયોગ કરવો.
·         ભરાયલા પાણી ઉપર કેરોસીન, બળેલા કૂડ ઓઈલ કે અન્ય તેલનો છંટકાવ કરવો.
·         તાવ આવે ત્યારે લોહીની તપાસ કરાવો.
·         બિનજરૂરી દવાઓ ન લેવી. દાકતરી સલાહ અનુસાર રોગ પ્રમાણે દવા લેવી.
·         પ્રજાના ટોળા વાળા વિસ્‍તાર જેવા કે માર્કેટ બજારો, વિગેરે સ્‍થળો પર આવ જા ન કરવી.
·          
     કોલેરા વિશે અન્ય માહિતી
        ભારતમાં ભૌગોલિક કોલેરાનુ વિતરણ ઘણુ બદલાયુ છે. કોલેરાનો વ્યાપક રોગચાળાની ખાસિયત પ્રમાણે તે ઓચિંતો અને ઘણીવાર તે તીવ્ર સાર્વજનિક આરોગ્યનો સવાલ છે, જે ઉંચી જાતનો શક્તિશાળી ઝડપથી ફેલાવા માટે અને મૃત્યુ માટે કારણભુત છે. આ રોગચાળો સૌથી ઉપર પહોચીને પછી ધીમેધીમે નીચે આવે છે. ઘણીવાર જ્યાં સુધી સમયને નિયંત્રણમાં લાવવાનુ માપ સ્થાપિત થાય છે, આ રોગચાળો સૌથી ઉપરની સપાટી ઉપર પહોચીને નીચે આવી ગયો હોય છે. 

        કોલેરા પાણીને લગતો રોગ છે, ઘણીબધી જગ્યાએ  અચાનક આ રોગના ફાટી નીકળવાના કિસ્સાઓ મળ્યા છે, તે છતા ક્યાંક ક્યાંક આ કિસ્સાઓ નોંધાયા છે,. કોલેરા એક ઝડપથી ફેલાતો રોગ છે જે સાર્વજનિક આરોગ્યની કટોકટીનો સવાલ છે, ખાસ ધ્યાન રાખવાનુ જરૂરી છે, જ્યાં કોલેરાના જણાવેલ કિસ્સાઓની દેખરેખ અને તત્પર કારવાઈ કરવાની આવશ્યકતા છે.


     રાકેશ પંચાલ