ચરોતરના આણંદ તાલુકામાં ત્રણ હજારની વસ્તી ધરાવતા ગોપાલપુરા ગામ ખાતે એક મહિના અગાઉથી પાકિસ્તાની હિન્દુ કચ્છી પરિવાર વસવાટ કરી રહ્યો છે. પાકિસ્તાનથી એક માણસના વિઝા પર આવેલા પાંચ પરિવારના કુલ બાવીસ સભ્યો છે. પાકિસ્તાનથી પોતાની માલ-મિલ્કત વેચીને ગુજરાતના ચરોતર પંથકમાં આવેલા આ હિન્દુ કચ્છી પરિવાર હવે પરત જવા માંગતા નથી અને તે માટે જરૂરી તમામ કાર્યવાહી કરી દીધી છે.ત અને તેમને આશા છેકે સરકાર તેમની રજૂઆત સમજીને માનવતાના આધારે યોગ્ય નિર્ણય લેશે. વર્તમાન સમયમાં આ પરિવારોની હાલત કફોડી બની જવા પામી છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે રોજિંદા જીવનમાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. તો ભણતર વગર બાળકોના ભવિષ્ય અંધકારમાં ધકેલાય તેવી પરિસ્થિતિ સર્જાય છે.
પાકિસ્તાનમાં એમ.બી.બી.એસનો અભ્યાસ કરીને ડૉક્ટર બનેલા અને ત્યાં દવાખાનું ખોલીને આજીવિકા કમાઈ રહેલા ગણેશભાઈના મતે અમે કુલ પાંચ ભાઈઓ છે. જે મળીને બાવીસ સભ્યો થાય છે. જેમા દસ જેટલા નાના બાળકો છે અન્ય મહિલાઓ છે. જેમાંથી પચ્ચીસ વર્ષીય સવિતાબેન કચ્છી ગર્ભવતી મહિલા છે. અને દસ પંદર દિવસમાં તે બાળક જન્મ આપી શકે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે, પરંતુ અમારી પાસે અહીં મેડીકલ સુવિધાઓનો અભાવ છે. તેવી પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય પર ગંભીર અસર તેમના પર વર્તાઈ રહી છે.
વર્ષોથી ગોપાલપુરા ગામ ખાતે વસવા કરી રહેલા લાખાભાઈ કચ્છીએ પોતાના કુંટુબના જ આ બાવીસ સભ્યોને રહેવા માટેની જગ્યા આપી છે. આ જગ્યા પંચાયતની પડતર જમીન છે. જેથી જ્યારે તેઓ આવ્યા ત્યારે પંચાયત તેમજ ગ્રામજનો તરફથી વિરોધ થવા પામ્યો હતો, પરંતુ તમામને સમજાવતા ગ્રામજનો અને પંચાયતે એક મહિનાની રહેવાની પરવાનગી આપી હતી ઉપરાંત રહેવા માટે મારી બાજુનું કાચું મકાન આપ્યું હતું. આ પડતર જમીન પર ઉભા થયેલા મકાનમાં લાખાભાઈ વર્ષોથી રહેતા હોવા છતાં તેમની પાસે કોઈ જ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ નથી. તેવી પરિસ્થિતિમાં કાચા મકાનમાં દસ બાળકો અને મહિલાઓ સાથે આવીને વસેલા પાકિસ્તાની હિન્દુ કચ્છી પરિવારોને અસહ્ય ગરમી અને પાણીનો અભાવ તેમજ વીજળી વગર ઘણી મુશ્કેલી થઈ રહી છે.
ગર્ભવતી મહિલા માટે જરૂરી પ્રાથમિક સારવાર પણ ઉપલબ્ધ નથી પરંતુ તેમની સાથે આવેલા ગણેશભાઈ પોતે ડૉક્ટર હોવાથી થોડી સારવાર કરી લે છે. જોકે લાખભાઈ પોતે કોન્ટ્રાક્ટર હોવાથી પાકિસ્તાની પરિવારના મુખ્ય સદસ્યો તેમની સાથે મજૂરી કામ કરવા જાય છે. અને જરૂરી આજીવિકા કમાવામાં સક્ષમ બન્યા છે, પરંતુ દસ જેટલા બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાય જવા પામ્યું છે .આ બાળકો પાકિસ્તાન ખાતે પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરી રહ્યાં હતા. પરંતુ અહીંની ગામની પ્રાથમિક શાળામાં તેમનો દાખલો થયો નથી. જેથી બાળકો આખોય દિવસ વગર અભ્યાસે પોતાનો દિવસ પસાર કરી રહ્યાં છે. અને આ પ્રમાણની પરિસ્થિતિ કેટલા સમય સુધી ચાલશે તે નક્કી નથી.
પોતાની તમામ માલ-મિલ્કત વેચીને આવેલા આ પાકિસ્તાની હિન્દુ કચ્છી પરિવારનો આશા છેકે સરકાર તેમની મુશ્કેલી સમજીને તેમના ચરોતરમાં આવેલા તેમના વતન ગોપાલપુરા ખાતે માનવતાના આધારે પ્રાથમિક સુવિધાઓ તેમજ કાયમી રહેઠાણની પરવાનગી આપશે. ગુજરાતમાં પોતાના વતને સ્થાયી થવા માટે પાકિસ્તાની હિન્દુ કચ્છી પરિવારો અંત સમય સુધી સંધર્ષ કરશે. હરહમેશ માટે પાકિસ્તાન છોડીને આવેલા આ પરિવારોને આશઆ છેકે તેમને અહીં યોગ્ય ન્યાય મળશે.
રાકેશ પંચાલ



