ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની મહેર થવા પામી છે. જૂન મહિનાની પંદર તારીખથી ચોમાસું બેસી જશે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. એકતરફ ગુજરાત સહિત ખેડા અને આણંદ જિલ્લામાં કેનાલનું સમારકામ થઈ રહ્યું છે . નાની-મોટી કેનાલો વધારે મજબૂત થાય તે હેતુથી કેનાલનું તળિયું આર.સી.સીવાળું બનાવામાં આવી રહ્યું છે. જેથી ભુતકાળમાં કેનાલમાં ગાબડાં પડવાથી થયેલા નુકસાન બચી શકાશે તેવી આશા લોકોમાં જાગી છે.
વર્તમાન સમયમાં ચરોતરના ખેડા અને આણંદ જિલ્લામાં નાની-મોટી નહેરોનું સમારકામ થઈ રહ્યું છે. જેસીબીની મદદથી નહેરોને અનેક ઠેકાણે નહેરોને ઉંડી તેમજ વધારે મજબૂત બને તે હેતુથી આર.સી.સી પાથરવામાં આવી રહ્યો છે. જેથી લોકોને આશા બંધાય છેકે હવે ભુતકાળમાં કેનાલમાં ગાબડાં પડવાના બનેલા બનાવોથી છૂટકારો મળશે. જોકે ચોમાસું આ મહિનાની મધ્યથી શરૂ થવાની આગાહી થઈ રહી છે. તેવી પરિસ્થિતિમાં તત્ર કેનાલના રિનોવેશનનું કામ સત્વરે પૂર્ણ થાય તે દિશાએ કામ કરી રહ્યું છે તેમ અધિકારીઓ જણાવી રહ્યાં છે.
વર્ષ 2012ના ઓક્ટોમ્બર મહિનામાં ખેડા જિલ્લામાંથી પસાર થતી મહી અને શેઢી શાખામાં કરોડો રૂપિયાના ખર્ચે નહેરોના રીપેરીંગના કામો થયા હતાં. પરંતુ ત્યારબાદ નડિયાદ તાલુકાના નારણપુરા લાટ નજીકથી પસાર થતી શેઢી શાખાની મુખ્ય નહેરમાં આશરે 15તી 20 ફૂટનું ગાબડું પડતાં આસપાસના ડાંગર અને તમાકુના ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને લાખ્ખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
આ વર્ષે પણ ગુજરાત સહિત ખેડા અને આણંદ જિલ્લામાં નાની નાની-મોટી કેનાલનું સમારકામ પૂર્ણ થઈ રહ્યું છે ઉપરાંત મળતી માહિતી મુજબ, નહેરોના સમારકામ પૂર્ણ થયા બાદ ગુજરાતની મુખ્ય કનાલો કોમ્પ્યૂટરાઈઝ સિસ્ટમથી ઓપરેટ થશે. કેટલાય વિસ્તારોમાં ખેડૂતો પોતાના વિસ્તારમાં આવેલી નહેરોના દરવાજા પોતાના હાથે ખોલતા હતા જે કોમ્પ્યૂરાઈઝ સિસ્ટમ આવ્યા બાદ અશક્ય બની જશે. ઉપરાંત કોમ્પ્યૂટરાઈઝ સિસ્ટમ આવી જતાં કેનાલના દરવાજા ખોલવા માટે માનવશ્રમ ઘટી જવા પામશે.
રાકેશ પંચાલ

