www.GraminPatrika.com: મહત્વકાંક્ષા વિરૂદ્ધ અનુભવ જીત્યો Blogger Widgets

મહત્વકાંક્ષા વિરૂદ્ધ અનુભવ જીત્યો

ભારતીય જનતા પાર્ટીની ગોવા ખાતે ત્રણ દિવસીય કારોબારી બેઠક શરૂ થઈ, અને ભાજપામાં ગરમાવો આવ્યો, કારોબારી બેઠકની તારીખ નજીક આવી ગઈ અને મોદીને મોટી જવાબદારી મળશે ઉપરાંત પ્રધાનમંત્રી પદ માટેના ઉમેદવાર પણ જાહેર થશે તેવી વાતો ચર્ચામાં આવી, પરંતુ આ બધું જ ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે અડવાણીની આંખે થશે તે બાબત નવાઈ પમાડે તેવુ હતું. કારોબારી બેઠક અને તેમાં લેનારા નિર્ણયો બાબતે રાજકીય વાતાવરણ ત્યારે ગમ થયું જ્યારે અડવાણીએ તબિયત અસ્વસ્થ હોવાથી હાજર નહી રહી તે બાબતે પાર્ટી તરફથી નિવેદનો આવ્યા. જોકે તે દરમ્યાન અડવાણીથી કોઈ પણ નિવદેન આવ્યું ન હતું. પહેલા દિવસે અડવાણી હાજર ન રહ્યાં અને લાગ્યું કે બીજા દિવસે અડવાણી આવી શકે, પરંતુ બીજા દિવસે પણ અડવાણી હાજર ન રહ્યાં. જોકે પાર્ટીએ બે દિવસ રાહ જોઈ પરંતુ ત્રીજા દિવસે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચારના અધ્યક્ષ બનાવ્યો હોવાની જાહેરાત કરી દીધી. તે વખતે પણ કહેવામાં આવ્યું કે વરિષ્ઠ નેતાગણ અને કાર્યકર્તાઓ સહિત દરેકની સમજૂતીથી નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચારના અધ્યક્ષ તરીકેની  જવાબદારી આપવામાં આવી છે.



જોકે તે દિવસે સવારે વરિષ્ઠ નેતા એલ.કે અડવાણીએ સાંકેતિક ભાષામાં બ્લોગ લખીને અવળા માર્ગે વળેલા તેમની જ પાર્ટીના નેતાઓને સમજાવાની કોશિશ કરી હતી, પરંતુ તેમની સાંકેતિક શૈલીમાં કરેલી સમજણ કોઈ ન પડી અને કારોબારી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. કારોબારી બેઠકમાં અડવાણી ગેરહાજર રહ્યાં  તેમની ગેરહાજરીમાં મોટાભાગના નેતાઓએ નિવેદનો આપ્યો તેમાં કહ્યું કે અડવાણી પાર્ટીને વરિષ્ઠ નેતા છે. તેમનું માર્ગદર્શન મળતું રહે છે તેમની તબિયત અસ્વસ્થ છે. પરંતુ અધ્યક્ષ સહિત કોઈ પણ મોટા નાના નેતાની હિંમત ન થઈ કે જેમાં તેમણે કહ્યું હોય કે અડવાણીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી થશે. સૌ કોઈ અડવાણીને માર્ગદર્શક નેતા સમજે છે પરંતુ નેતૃત્વ આપવા તૈયાર ન હતા તેમ શબ્દોથી સ્પષ્ટ્ર થતું હતું.

સ્વ. પ્રમોદ મહાજને ભાજપના આધુનિક પ્રચાર શીખવાડ્યો અને જેની અસરથી ભાજપા આજે સોશ્યિયલ મીડિયા અને આધુનિક્ત ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરતી પાર્ટી છે, તેમ છતાં કોઈ પણ નેતાને એવી ઈચ્છા ન થઈ કે અડવાણીને આધુનિક ટેક્નિકના સહારે કારોબારી બેઠકમાં અત્તિમહત્વના નિર્ણય સમયે ઉપસ્થિત રાખવામાં આવે, સૌ કોઈએ અમે ફોન પર વાત કરી છે. અડવાણીએ આશિર્વાદ આપ્યા છે. એક તરફ અડવાણીની ગેરહાજરીના કારણે કારોબારી બેઠક મોદીને લઈને થનારા નિર્ણય અંગે ચર્ચાઓ તેજ થવા પામી હતી, પરંતુ તેમ છતાં અડવાણી બાબતે સૌ કોઈને જે ગમ્યો તે દીવો આપી દેવામાં આવ્યો અને મીડિયા અનેક મુદ્દે ચર્ચાઓ તેજ બનવા લાગી.

કારોબારી બેઠક અનેક તર્ક વિતર્કો પૂર્ણ થઈને મોદી ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બની ગયા. ગુજરાત સહિત દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્રારા ફટાકડાં ફોડીને આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી અને સૌ કોઈ રાત્રે નિરાતે આરામ કરવા લાગ્યા. પરંતુ તરત જ બીજા દિવસે અડવાણીએ ત્રણ ભાજપની મુખ્ય કમિટીઓમાંથી રાજીનામા આપી દીધા અને વિરોધી સહિત ભાજપામાં ચર્ચા ગરમ થવા પામી, ભાજપાની અંદર દોડધામ મચી જવા પામી. આરએસએસ સહિત ભાજપના મોટા નેતાનો કાફલો અડવાણીના ઘર સુધી પહોંચ્યો. 

અડવાણીએ પાર્ટીમાં ચાલી રહેલી વ્યક્તિવાદની રાજનીતિ સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. રાજીનામાની ચિઠ્ઠીમાં આ વખતે અડવાણીએ મહાભારત સ્પષ્ટ્ર શબ્દોમાં લખ્યું હતું. જેમાં ભાજપા અવળા રસ્તે જઈ રહી હોવા સહિત નારાજગી વ્યક્ત કરી હતી. મીડિયામાં આ મુદ્દે ચર્ચાઓ ગરમ થઈ, અડવાણી વિરૂદ્ધ મોદીને ધ્યાને રાખીને નિશાનબાજી થઈ, પરંતુ જ્યારે અડવાણીની ચિંતા મોદીને લઈને ઓછી પરંતુ મોદીની લોકપ્રિયતાને ધ્યાને રાખીને જે નેતાઓ તેમની આવભગતમાં લાગી ગયા હતા. જેમાં વરિષ્ઠ નેતાઓનો  અનાદર તેમજ આરએસએસ જે ફુલસ્પીડે અડવાણીને બાજુએ રાખીને નવી પેઢીના હાથે કમાન સોપવાના સપનાં જોઈ રહી તેની ઉપર પાણી ફેરવા માટે અડવાણીએ રાજનીતિનું નાનકડું પત્તું ફેક્યું હતું. જેમાં આરએસએસ સહિત ભાજપને ભારે પડી જવા પામ્યું હતું.

મોદીને પીએમના ઉમેદવારની ઘોષણા કરવી તે કોઈ વ્યક્તિ કે સમુહની મહત્વકાંક્ષાઓને પોષણ આપનારું અલોકતાંત્રિક પગલું હતું, પરંતુ એનડીએને ધ્યાને રાખીને ચૂંટણી પછી સર્વસંમતિથી પીએમ પદ માટે યોગ્ય ઉમેદવારની ઘોષણા કરવી તે સર્વને સુખ આપનારૂં પગલું હતું.જોકે અડવાણી જાણતા હતાં કે કારોબારી બેઠકમાં શું થવાનું છે અથવા તો મોદીને ઘકેલવામાં કોણ અતિઉત્સાહિત છે તેથી જ કદાચ કારોબારી બેઠકથી દૂર રહીને પોતાના પત્તા કેવી રીતે રમવા તેની રણનીતિ બનવાની કારોબારી પછી યોગ્ય સમયે યોગ્ય પત્તું કાઢ્યું અને આખીય બાજી પાછી જીતી લીધી.મોદીના કામ કરવાની રીત પ્રભાવિત કરે તેવી છે અને તેમાંય મોદીની બોલાવાની શક્તિથી જનતા ઉત્સાહમાં આવી જાય તે સત્ય છે પરંતુ ગઠબંધનની રાજનીતિમાં મોદીનો સ્વીકાર થાય તે બાબત અશક્ય છે અને અડવાણીને તે જ વડાપ્રધાન પદની ખુરશી સુધી લઈ જાય છે.

કોંગ્રેસના શાસનમા મોંઘવારી તેમજ ભષ્ટ્રાચાર મુદ્દે જનતામાં રોષ વ્યાપો છે. ઉપરાંત દેશભરમાં કોંગ્રેસ વિરૂદ્ધ પ્રચાર કરી શકે તેવા બાબાઓ અને સમાજસેવકો ઉભરાયાં છે. જેથી દરેક ખુણેથી કોંગ્રેસ વિરોધી પ્રચાર પોતાનું જોર પકડશે તેમ વર્તાય રહ્યું  છે. તેવી પરિસ્થિતિમાં વર્ષ 2014માં ભાજપા કે એનડીએમાં જીતની લાગણી વ્યાપી જવા પામી છે. તેવી પરિસ્થીતિમાં ભાજપને પૂર્ણ બહુમત મળશે તેવી આશા ભાજપ જ સેવી શકે બાકી તો એનડીએ આવશે તેની શક્યતાઓ વધારે છે, પરંતુ કોંગ્રેસને મોંઘવારી, ભષ્ટ્રાચાર મુદ્દાને સહારે હરાવવી એટલી સરળ નથી.,રાજકીય ગણિત લોકસભાની ચૂંટણી અતિમહત્વનો ભાગ ભજવશે. આ ગણિત અડવાણી જેવા વરિષ્ઠ નેતાઓ સારી રીતે જાણે છે. અને તેથી જ કદાચ અડવાણીએ યોગ્ય સમયે પોતાનું પત્તું રમીને બાજી જીતી લીધી છે. જેમાં નવી પેઢીને કમાન આપની ઈચ્છા સેવી રહેલ  આરએસએસ તેમજ લોકપ્રિય નેતા મોદી અને તેના સહારે મહત્વકાંક્ષા સેવી રહેલા રૂમના નેતાઓની  જગ્યાને સિમિત કરી દીધી છે.






રાકેશ પંચાલ