ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વગર કારણે ચર્ચાનો વિષય બની જવા પામ્યા છે. જેને લઈને મીડિયાજગતની સાથે વિરોધીયો પણ શરૂઆતે ઘણા ગરમ દેખાયા હતા, વિરોધીઓનો વિરોધ મોદી માટે લાભદાયક રહ્યો તો મોદીને લઈને ભાજપની ચૂપી મીડિયાજગત માટે રહસ્યમય કોયડો બન્યો, જેનો લાભ મીડિયાએ સારો ઉઠાવ્યો પરંતુ જ્યારે વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફ પીએમ પદના દાવેદાર કોણ છે તે બાબતે મોદી પણ ચૂપ થઈ જાય છે. શરૂઆતના તબક્કે કોંગ્રેસની છાવણીમાં પણ મોદીને લઈને ગભરામણ વ્યાપી જવા પામી હોય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી હતી. પરંતુ કર્ણાટકના ચૂંટણી પરિણામ આવી જતાં જાણે કોંગ્રેસમાંથી મોદી ફીયર નાશ પામી ગયો છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર નજર કરીએ તો, સત્તર વર્ષની વયે હિમાલય તરફ પ્રણાય કરીને વાયા આરએસએસ રાજનીતિમાં પ્રવેશેલા નરેન્દ્ર મોદી પોતે સામાન્ય માણસ ગણાવે છે. તેની સામે ભાજપના ટોચના વરિષ્ઠ નેતા અને હમેશા પીએમ ઈન વેટીંગનું બિરૂદ પામેલા લાલ કૃષ્ણ અડવાણી માટે રાજનીતિ ફળી નથી. જ્યારે તેમની હરોળના મોટાભાગના નેતા રહ્યા નથી ત્યારે તેઓ આ વયે પોતાની સંધર્ષ યાત્રા પર સવાર છે અને અંત સુધી લડી લેવાના મૂડમાં હોય તેવો માહોલ મીડિયાના માધ્યમથી જામી ચૂક્યો છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2002 પહેલા પણ સંગઠન અને ચૂંટણી પ્રચાર અર્થે સારું કામ કરી ચૂક્યા છે તેવી પરિસ્થિતિમાં તેમને ચૂંટણી પ્રચાર સંયોજક કે અધ્યક્ષ બનાવામાં આવે તે કોઈ નવાઈની વાત નથી,ગુજરાતના મુખ્યમંત્રી ચૂંટણી પ્રચારની જવાબદારીનો સ્વીકાર કરીને સર્વપ્રથમ લોકસભાની ચૂંટણી પહેલા યોજાયેલ રહેલ અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો કમાલ બતાવો પડશે અને જો તેમા ધાર્યા પરિણામ મળશે ત્યારબાદ જ મોદી મંત્ર વધારે મજબૂત અને સર્વત્ર ભારતમાં ભાજપને મોદી નમો નમ : મંત્ર સાથે દોડવાની ફરજ પડશે.
અને જો ભાજપ મોદીને ભાવિ વડાપ્રધાન તરીકે પ્રસ્તુત કરીને લોકસભાની ચૂંટણી લડે તો શું અન્ય એનડીએના ઘટક દળો તેનો ખુલ્લો સ્વીકાર કરશે ?. જેવી રીતે કર્ણાટકની ચૂંટણીમાં ભાજપને પોતાના બનેલા વિરોધીઓ હરાવ્યા અને કોંગ્રેસને ગાદી આપી તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે.જોકે કર્ણાટકની ચૂંટણી બાદ કોંગ્રેસ શાંત મુંદ્રામાં આવી ચૂક્યું છે અને તે ફક્ત ભાજપ અને તેની અંદર મોદીને લઈને થઈ રહેલી હલચલ પર બાજનજર રાખીને બેઠું છે.
ગુજરાતના મુખ્યમંત્રીનો જન્મ સત્તરમી તારીખે તો વર્ષોથી તપસ્ચા કરી રહેલા ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ પણ આઠ તારીખે થયો છે. જેમાં આંકડાશાસ્ત્ર પ્રમાણે બન્નેનો અંક આઠ થાય છે.
રાકેશ પંચાલ