www.GraminPatrika.com: કેદારનાથ બદ્રીનાથ ખાતે સર્જાયેલ તબાહીના દ્રશ્યો Blogger Widgets

કેદારનાથ બદ્રીનાથ ખાતે સર્જાયેલ તબાહીના દ્રશ્યો


શિવનો તાંડવ પ્રથમ વખતે કેદારનાથમાં દેખાયો. ચાર ધામની યાત્રાએ ગયેલા દેશભરના યાત્રાળુંઓ ફસાયા. હજારોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો. સેના સહિત અન્ય સરકારી અને ગેરસરકારી તંત્ર મદદે પહોચ્યું , એક તરફ લોકચર્ચાઓ ચાલી બીજી તરફ હજારો પરિવારના ઘરે શોકનું લહેર ફરી વળી હતી.



" ભારે વરસાદ અને પૂરને કારણે ઉત્તરાખંડમાં ભારે તબાહી થઈ ગઈ છે. બચાવ કામગીરીની સાથે ભયાનકતા પણ ચારે તરફ જોવા મળી રહી છે. કેદારનાથમાં મુખ્ય મંદિર સિવાય કંઈ જ બચ્યું નથી. રવિવારે રાત્રે ત્યાં વાદળો ફાટયાં હતાં અને ગ્લેશિયર તૂટયું હતું. લગભગ ૪૦ હોટલ સંપૂર્ણ ધરાશાયી થઈ ગઈ છે. શિવના યાત્રાધામે માત્ર મંદિર બચ્યું બાકી બધું જ સાફ થઈ જવા પામ્યું છે. ત્રણ વર્ષ સુધી કેદારનાથ યાત્રા બંધ રહેશે તેવું અનુમાન છે "   રાકેશ પંચાલ, પત્રકાર


જોકે હવે એવી ચર્ચાઓ પણ થવા લાગી છેકે કેદારનાથના દરવાજા અક્ષય તૃતીયાના દિવસે ખોલવાના હતા પરંતુ તેના બદલે કોઈ અશુભ યોગમાં દરવાજા ખોલવામાં આવ્યા હતા જે કારણોસર કેદારનાથમાં શિવ તાંડવ થવા પામ્યો છે. તારીખ 13મી મેના રોજ બે વાગ્યેને 24 મિનિટે  મંદિર સમિતિ દ્રારા ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તે જ મોટી ભુલ થવા પામી છે કારણ કે  અક્ષય તૃતીયા બારમી મે ના રોજ શરૂ થઈને 13મી મે ના રોજ બાર વાગ્યેને 42 મિનિટે પૂર્ણ થઈ જવા પામી હતી. અને જ્યારે ખોટા સમયે ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી ચર્ચાઈ રહ્યું છેકે યમુનોત્રીના કપાટ ખોટા સમયે પહેલી વખત ખોલવામાં આવ્યા છે. 






રાકેશ પંચાલ