ભારત લોકશાહી દેશ છે. લોકશાહી એટલે લોકો દ્રારા, લોકોથી, લોકો માટે ચાલતું તત્ર, વર્ષોની ગુલામી સહન કરીને સ્વતંત્રતા મેળવેલા ભારતને હજૂ પણ જનતા જ ચલાવે છે,સરકાર જાણે ગાંધીજીના ત્રણ વાંદરાની નીતિ અપનાવીને બેઠું હોય તેમ જણાઈ રહ્યું છે. દેશમાં કોઈ બાળકી સાથે રેપ થાય, ભષ્ટ્રાચાર કે બ્લેક મની દરેક મુદ્દે છેલ્લા બે વર્ષમાં દેશની જનતાએ પોતાનો વિરોધ નોંધાવીને સરકારનું ધ્યાન દોર્યું છે. પરંતુ ભુતકાળની કે વર્તમાન સરકાર તરફથી આ બાબતે કોઈ કડક પગલાં ભરવામાં આવ્યા નથી જેથી હજૂ પણ વર્તમાન સમયમાં દેશ દરેક ખુણે દયાજનક સ્થિતિમાં મુકાઈ જાય છે.
દેશની સરહદોમાં પાકિસ્તાન કે ચીન પોતાના ગમે ત્યારે મનમરજીથી ટેન્ટ બાંધવા પહોંચી જાય છે અને જ્યારે સરકારને ખબર પડે છે ત્યારે વાત હાથમાંથી નીકળી જતી હોય છે. અને જ્યારે દેશની જનતા મુદ્દો પોતાના હાથમાં લે ત્યારે સરકારે એક ધક્કે દોઢસોની નીતિથી કામ કરે છે. અને જો કારગિલ જેવું યુદ્ધ થાય તો અનેક ઘરોના ચિરાગોને પોતાનો જીવ ગુમાવો પડે છે. જો દેશમાં બોમ્બ ફુટે અને તેનો આતંકી પકડાય તો પણ દેશના પીડિતોને ન્યાય મળતાં પણ વર્ષો વિતી જાય છે. અને મૃતકના પરિવારજનોની આગલી પેઢી શરૂ થાય છે. પરંતુ આંતકી વર્ષો સુધી જેલમાં બિરયાની ખાતો મજા કરે છે.અને જ્યારે સરકાર કોઈ આંતકીને ફાંસી આપી પણ દે તો પણે તેનો ભોગ પાકિસ્તાની જેલમાં બંધક કેદીઓ બને છે. અને રાતોરાત સરબજીત ને ચમેલ સિંહ જેવા કેદીઓને હોસ્પિટલ કે જેલમાં કોઈ ષડયંત્રના ભાગરૂપે મોતની ભેટ ઉતારી દેવામાં આવે છે. અને જ્યારે દેશ લાગણીશીલ બને ત્યારે ભારત સરકારને પણ લોકોની લાગણીને વશ થઈને પાકિસ્તાની ચરણોમાં જવું પડે છે. અને પાકિસ્તાનમાં આંતકી ગુનેહગાર થયેલા ભારતીયનો સ્વીકાર કરીને પણ ભારતના શહીદ તરીકે જાહેર તેમજ રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કારની તૈયારી મજબૂરીથી કરવી પડે છે. હવે સરબજીતની કરૂણ મોત બાદ સરકાર અને નેતાઓ ખોટો ઢોંગ કરી રહ્યાં છે પરંતુ સત્ય તો છેકે પાકિસ્તાનની જેલોમાં કેદ ભારતીયોની કોઈ પણ સરકાર કે નેતાઓને દરકાર નથી. અને જો ખરેખર કોઈ પણ સરકાર આ બાબતે કોશિશ કરવામાં આવી હોત તો કદાચ આ સ્થિતિ ન આવી હોત.
આ પહેલા છેલ્લા બે મહિનામાં એવી ઘટના પણ બની છે જેમાં સૈનિકોના સર કલમ કરીને ભારતને મોકલવામાં આવ્યા છે તો પણ સરકાર અને નેતાઓનું ઠડું લોહી કંઈ જવાબ આપી શકી નથી. મોટા મોટા ખર્ચા સુરક્ષા માટે કરવામાં આવે છે પરંતુ સુરક્ષાના સાધનો અને હથિયારોનો ઉપયોગ ભારત ક્યારે કરશે ? ચાલો, યુદ્ધ ન કરે પરંતુ સ્પષ્ટ્ર શબ્દોમાં ચીન જેવી ખુલ્લી દાદાગીરી દેખાડવાનું ક્યારે આવડશે ?
આ પહેલા છેલ્લા બે મહિનામાં એવી ઘટના પણ બની છે જેમાં સૈનિકોના સર કલમ કરીને ભારતને મોકલવામાં આવ્યા છે તો પણ સરકાર અને નેતાઓનું ઠડું લોહી કંઈ જવાબ આપી શકી નથી. મોટા મોટા ખર્ચા સુરક્ષા માટે કરવામાં આવે છે પરંતુ સુરક્ષાના સાધનો અને હથિયારોનો ઉપયોગ ભારત ક્યારે કરશે ? ચાલો, યુદ્ધ ન કરે પરંતુ સ્પષ્ટ્ર શબ્દોમાં ચીન જેવી ખુલ્લી દાદાગીરી દેખાડવાનું ક્યારે આવડશે ?
સરબજીત , ચમેલ સિંહ જેવા બે ભારતીય કેદીઓને પાકિસ્તાને મોતને ઘાટ ઉતારી દીધા છે. સરબજીત બે દાયકાથી પણ વધારે જેલમાં કેદ હતો તે દરમ્યાન ભાજપ અને કોંગ્રેસની સરકારો બની. બન્ને દેશ વચ્ચે અનેક મુલાકાતો અને મીઠ્ઠી મીઠ્ઠી વાતો થઈ. ભારત – પાકિસ્તાનના સંબંધો સુધરી રહ્યાં છે તેવું વાતાવરણ પણ ભુતકાળમાં સર્જાયું હતું. પરંતુ અચાનક કારિગલ ફાટ્યું અને ભારતની સરકારની પીઠે ખંજર વાગ્યું. ત્યાર બાદ પણ ભારત નરમ રહ્યું અને ફરીથી દેશમાં અનેક બ્લાસ્ટ થયાં તેમાં સૌથી મોટી ઘટના મુંબઈમાં થયેલું ખુલ્લેઆમ ફાયરિંગ જે વખતે દેશ આખોય દહેશતમાં જીવી રહ્યો હતો. જીવતો આતંકવાદી કસાબ પકડાયો તેને સત્વરે ફાંસી આપવાની જરૂર હતી તેમ છતાં તેમ ન બન્યું. અને જ્યારે ફાંસી આપી ત્યાં સુધી દેશમાં દેશે અનેક બોમ્બ ઘડાકા જોઈ લીધા હતા અને જાણે બોમ્બ ઘડાકા હવે મોટા શહેરોની જીવનશૈલીનો એક ભાગ બની ગયો હોય તેવી મનોસ્થિતિ લોકમાં જોવા મળી રહી છે.
સરબજીતનું મોત પાકિસ્તાનના લાહોરમાં આવેલી જીન્ના હોસ્પિટલમાં રાત્રે બે વાગ્યાની આસપાસ થયું છે તેવી માહિતી દેશને આપવામાં આવી છે પરંતુ સત્ય કંઈક બીજુ પણ બહાર આવી રહ્યું છે. મનાઈ રહ્યું છેકે સરબજીત હોસ્પિટલમાં મૃત હાલતમાં જ હતો. જ્યારે તેના પરિવરજનો ભારતથી પાકિસ્તાન ગયા અને ત્યાં સરબજીતના પરિવારજનો તેની હાલત હોસ્પિટલના ડોક્ટરને પુછતાં તો ડોક્ટર હસીને જવાબ આપતા હતા. પાકિસ્તાનમાં ચૂંટણી નજીક છે અને ત્યા કટ્ટરપંથીઓને ખુશ કરવાના હેતુસર સરબજીતને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોય તેવી ગંધ આવી રહી છે.
સરબજીતે 23 વર્ષ જેલમાં અનેક યાતનાઓ વેઠી છે આ દરમ્યાન તેને સરબજીતમાંથી મનજીત બનાવીને એક આંતકીની સજા પણ આપી દેવામાં આવી. આ ચિઠ્ઠીમાં તે સમગ્ર વાત છે જેણે લખીને બતાવી છે.
जिस दिन मुझे पकड़ा गया, उसी दिन मुझे एफआईयू के हवाले कर दिया गया। मुझे जिस रात सेल में लाया गया, दरवाजे में घुसते ही सलामी दी गई। पता नहीं चल रहा था कि किस तरफ से मारा जा रहा है। मेरी आंखों में पट्टी, हाथों में हथकड़ियां थीं। एक कमरे में मुझसे नाम-वगैरह पूछा गया। फिर सेल नंबर-13 में बंद कर दिया गया। अगले दिन मारपीट के बाद मुझे एक कमरे में ले जाया गया, जहां सिविल ड्रेस में एक शख्स बैठा था। बाद में मुझे पता चला कि वो मेजर गुलाम अब्बास है। उसने कोई सवाल करने से पहले ही कहा कि तुम मंजीत सिंह हो। मैंने कहा कि नहीं। इस पर मेरी पिटाई फिर शुरु हो गई। अब मुझे भी शक होने लगा कि इन्हें या तो कोई गलतफहमी है या कोई और चक्कर है। सजा होने के 19 साल बाद पता चला कि क्या चक्कर था।
सरबजीत पर लाहौर में हुए धमाके में 14 लोगों की जान लेने का इल्जाम लगाया गया। पकड़े जाने के करीब एक साल बाद सरबजीत को अदालत ने फांसी की सजा सुनाई, लेकिन जिस तरह से पहली एफआईआर में सरबजीत का नाम ही नहीं था। जांच एजेंसियों ने जिस तरह से उसे मंजीत बनाया और अदालत में फर्जी सबूत पेश किए, वो पाकिस्तान में जांच एजेंसियों के तौर-तरीकों पर गंभीर सवाल खड़ा करता है।
1 जुलाई 1991 को सरबजीत को पहली बार अदालत में पेश किया गया। अदालत की कार्यवाही के दौरान सबूत और दलीलों से मामला सरबजीत के हक में जाता दिखने लगा। लेकिन तभी एक शख्स के दखल के बाद फैसले के ठीक पहले मामला पलट गया।सरबजीत अपनी चिट्ठी में इस बारे में लिखता है कि जब सफाई का वक्त आया, उस दिन 12 अगस्त 1991 की तारीख थी। मैंने जज से अपनी सफाई के लिए मेजर गुलाम अब्बास को बुलाने के लिए कहा क्योंकि उसने अपने पहले बयान में मेरी गिरफ्तारी की सही तारीख बताई थी। उसने पहले बयान में कहा था कि मैंने इसे 30 अगस्त 1990 को गिरफ्तार किया था लेकिन रोजनामचा के रजिस्टर में मेरी गिरफ्तारी 31 अगस्त 1990 में दर्ज थी। अब मेजर गुलाम अब्बास को बयान बदलना पड़ा कि इसे 30 अगस्त को पकड़ा गया और मेरे पास 31 अगस्त को लाया गया। इसके बाद मजिस्ट्रेट की गवाही हुई जिसके बयान में लिखा था कि मंजीत सिंह ने मेरे सामने इकबाल-ए-जुर्म किया था। मैंने उससे गिरफ्तारी के वक्त के अपने हुलिए के बारे में पूछा। उसने जवाब दिया कि यही हुलिया था। उस वक्त मेरी दाढ़ी और बाल बढ़े हुए थे-लिहाजा सरकारी वकील ने मजिस्ट्रेट को टोका कि नहीं गिरफ्तारी के वक्त उसने शेव किया हुआ था। इस पर जज भड़क उठा और उसने मजिस्ट्रेट को जमकर झाड़ पिला दी। ये सारी गवाहियां मेरे हक में गईं।
13 अगस्त 1991 को फिर पेशी थी क्योंकि जज ने कह दिया था कि अब बहस नहीं होगी। उस दिन मेजर गुलाम अब्बास जब अदालत में आया तो सरकारी वकील ने उसे कह दिया कि ये केस से बरी हो जाएगा। उसके बाद मेजर अब्बास ने जज के अलग कमरे में जा कर उससे जाने क्या कहा कि जज ने 15 अगस्त की अगली तारीख दे दी। 15 अगस्त 1991 को मुझे मौत की सजा सुना दी गई। मैं बहुत हंसा कि मेरे देशवासी जिस दिन आजादी का जश्न मना रहे थे, उस दिन मैं सजा-ए-मौत सुन रहा था।
सरबजीत सिंह ने अपनी इसी चिट्ठी में आगे जिक्र किया है कि हाईकोर्ट में मुकदमा पहुंचा तो फाइल से बहस से जुड़ी जानकारियां गायब थीं। ये बहस के वो हिस्से थे, जो उसे रिहा करवा सकते थे, साबित कर सकते थे कि वो मंजीत नहीं था। मंजीत वो था जिसका चेहरा बहुत बाद में सामने आया।
સૌથી મોટો સવાલ શું મૃતક સરબજીતને શહીદ જાહેર કરીને અને સાથે અમુક રૂપિયા આપીને દેશની સરકાર છૂટી જશે. શું ઘટના માટે વર્ષ 1990થી 2013 દરમ્યાન સત્તા ભોગવી ચૂકેલી સરકાર અને નેતાગણ જવાબદાર નથી ? આ વર્ષો દરમ્યાન ભારત અને પાકિસ્તાનની અનેક મંત્રણાઓ થઈ તે સાથે કોફી અને ડિનર બન્ને દેશોના અગ્રણી નેતાઓ દ્રારા થયા, ત્યારે આ બાબતે બે મિનિટ પણ સ્પષ્ટ્ર શબ્દોમાં મંત્રણા કરવાની હિંમત પણ કોઈ સરકાર કે તેના નેતામાં ન હતી.
રાકેશ પંચાલ


