www.GraminPatrika.com: વડતાલ ધામે ઈતિહાસનું પુનરાવર્તન Blogger Widgets

વડતાલ ધામે ઈતિહાસનું પુનરાવર્તન


ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ વડતાલ ધામ ખાતે શિક્ષાપત્રીનું મિનિએચર સ્વરૂપ અપાઈ રહ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે સંવત ૧૮૮૨ના રોજ વસંતપંચમીના શુભદિને સર્વજીવોના હિતાર્થે વડતાલ મંદિરના સભામંડપમાં સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી. આ શિક્ષાપત્રી ભગવાન શ્રી સ્વામિનારાયણની વાણીરૂપ શબ્દ મૂર્તિ છે. આ વર્ષો જુની શિક્ષાપત્રીને  રોજકોટથી આવેલા  કલાકાર નિકુંજભાઈ  વડતાલ મિનિએચર સ્વરૂપ આપી રહ્યાં છે. એજ્યુકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા રાજકોટના કલાકાર નિકુંજભાઈ વાધેલાને છ વર્ષની વયે પોતાના પિતા પાસેથી મિનિએચર ભગવતગીતા મળી હતી. જેથી પ્રેરાઈને સૌથી પહેલા તેમણે ચોખાના દાણા પર મિનિએચર વર્ક કરવાની શરૂઆત કરી હતી અને વર્તમાન સમયમાં તેઓ દેશ અને વિશ્વની સૌથી વધારે મિનિએચર કલેક્શન ધરાવનારા તેમજ ક્રિએટર બની ચૂક્યાં છે. જેમાં  વર્ષ 2006માં લીમ્કા બુક  અને વર્ષ 2010માં ગ્રિનીઝ બુકમાં તેમના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કલાકારની ઈચ્છા હતી કે વર્ષો પહેલા ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તે જે સ્થાનેથી શિક્ષાપત્રી લખી હતી.તે સ્થાનેથી જ તેને ફરીથી લખવામાં આવે અને જેમાં  પોતાની આગવી કલાના સહારે તેને નવું રૂપ આપવામાં આવે, તે ઈચ્છા સાથે મે મહિનાની અગિયારમી તારીખે વડતાલ ધામ ખાતે  આવ્યો હતો.  આ કલાકારે માત્ર ગણતરીના દિવસોમાં શિક્ષાપત્રીનું મિનિએચર સ્વરૂપ તૈયારી કરી દીધું છે. અને આ મહિનામાં મિનિએચર શિક્ષાપત્રીનું કામ પૂર્ણ થઈ જશે તેવી આશા વ્યક્ત કરી રહ્યાં છે.


વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલા કલાકાર નિકુંજભાઈના મતે  શિક્ષાપત્રીમાંથી ગ્રહણ કરવા માટે ઘણું છે. અને શિક્ષાપત્રિ અન્ય ગ્રંથો કરતા નાની અને સમજવામાં સરળ છે  અને શિક્ષાપત્રિમાં 212 શ્ર્લોક છે જેથી તેનું મિનિએચર સ્વરૂપ આપવામાં સરળતા તેમજ જલ્દી પૂર્ણ કરી શકાય તેમ છે.  ભગવાન સ્વામિનારાયણે આ સ્થાનેથી સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી અને ત્યાર બાદ પહેલી વખત આ  સ્થાનેથી ફરી  શિક્ષાપત્રી લખાઈ રહી છે. મારી આગવી કલાના સહારે શિક્ષાપત્રીને મિનિએચર સ્વરૂપ આપી રહ્યો છે. જેની માટે મારે  શિક્ષાપત્રીને અનેક વખત વાંચી છે અને સમજ્યા બાદ મિનિએચર વર્ક શરૂ કર્યું છે.  હું વીસ દિવસ જેટલો સમય ધારીને આવ્યો હતો પરંતુ ભગવાનની કૃપાથી દસ જેટલા દિવસોમાં  મિનિએચર શિક્ષાપત્રીનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે તે વાતે મને આનંદ છે.






રાકેશ પંચાલ