ગુજરાતે અનેક લોકોને આસરો આપ્યો છે. જેમા પારસીઓને આપલો આસરો આજે પણ સાક્ષી પુરે છે. પરંતુ ગુજરાતમાં જામનગરના મહારાજાએ સ્વીડન બાળકોની જવાબદારીનો સ્વીકાર કરીને તેમને શિક્ષણ આપ્યું હતુ તે બાબતે ઈતિહાસના પાને ઘણું ઓછું લખાયું છે. પરંતુ તેની સાક્ષી આપી રહેલા પુરાવા આજે પણ હયાત છે,
બીજા વિશ્વયુદ્ધ વખતે ઈગ્લેન્ડના અંગ્રેજોનો ડર દરેક દેશમાં ફેલાયો હતો. જેથી પોલેન્ડ જેવા દેશોના નાગરિકો પોતાની જાતને બચાવાની કોશિશ કરી રહ્યાં હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે પોલેન્ડથી એક જહા આસરાની શોધમાં નીકળ્યું હતું. આ જહાજમાં સૈનિક અધિકારીના બાળકો અને પરિવાર હતો. જોકે તેમને દરેક ઠેકાણેથી જાકારો મળી રહ્યો હતો. પરંતુ તેમણે જામનગર તરફ આવ્યા અને મહારાજ જામ સાહેબને હકીકત જણાવી. જામ સાહેબે હકીકત જાણ્યાં બાદા તેમના બાળકોની જવાબદારી લીધી અને તેમને આસરો આપવાનું નક્કી કર્યું અને સાથે સૈનિક સ્કૂલમાં શિક્ષણ આપ્યું હતું. જામ સાહેબ પોતે અંગ્રેજોની નીચે આવતા હતા જેથી અંગ્રેજોએ તેમને આસરો આપતાં રોક્યા હતાં તેમ છંતાં જામ સાહેબે પરિણામની ચિંતા કર્યા વગર અંગ્રેજોને વિશ્વાસ આપ્યો કે આ બાળકોના કારણે તમને કોઈ મુશ્કલી થશે નહીં તેની ખાત્રી આપું છે.
આ સ્વીડન બાળકો પાંચ વર્ષ સુધી જામ સાહેબની સુરક્ષામાં રહ્યાં તે દરમ્યાન તેમના શિક્ષણની કાળજી જામ સાહેબે લીધી અને તેમનો અભ્યાસ બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે કરાવ્યો હતો. વર્તમાન સમયમાં આ સ્કૂલ ખાતે આ બાળકોની યાદ અંકિત થયેલી છે. ઉપરાંત તે વખતના સાક્ષી એવા 108 વર્ષના નિર્મળ સિંહ હજૂ પણ હયાત છે અને તેઓ જામ સાહેબની ઉદારતાના વખાણ કરતા નજરે પડે છે.

