www.GraminPatrika.com: પખવાડીયા બાદ સૂરજ મામા થશે લાલ, Blogger Widgets

પખવાડીયા બાદ સૂરજ મામા થશે લાલ,



નડિયાદ શહેર સહિત સમગ્ર ચરોતરમાં આકરા ઉનાળાના એંધાણ મળી રહ્યા છે. એપ્રિલ મહિનાની શરૂઆત થવાની સાથે જ તાપમાનનો પારો દિવસ દરમ્યાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી જાય છે. પખવાડિયા બાદ તાપમાનનો પારો વધે તેવી શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચરોતરમાં છેલ્લા પાંચ દિવસથી દિવસ દરમ્યાન તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. આંકડીય માહિતી પર નજર કરીએ તો , માર્ચ મહિનાના છેલ્લા ત્રણ દિવસ પારો 35.5 ડિગ્રી, 34.0 ડિગ્રી, 37.0 ડિગ્રી અનુક્રમે રહેવા પામ્યા હતા. અને એપ્રિલ મહિનાની શરૂઆત થવાની સાથે જે પારો સતત વધી રહ્યો છે. જેમાં પહેલી એપ્રિલે 37.0 ડિગ્રી અને બીજી એપ્રિલે પારો 38.0 ડિગ્રી  રહેવા પામ્યો હતો.

હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ, તાપમાનનો પારો પખવાડિયા બાદ 40 ડિગ્રીથી વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. ચરોતરના આણંદ શહેરના તાપમાનના પારાની સ્થ્તિ પર નજર કરીએ તો, આણંદ શહેરમાં  મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી અને લધુત્તમ 20.6 ડિગ્રી દિવસ દરમ્યાન નોંધાય રહ્યું છે. જેમાં   ભેજનું પ્રમાણ 65 ટકા રહેવા પામે છે. જે કારણોસર રાત્રિ દરમ્યાન તાપમાન થોડું નીચું જતું રહે છે.
ચરોતર પંથકમાં દિવસ દરમ્યાન બપોરના સમયે ગરમીના કારણે લોકોની અવર-જવર ઘટી જવા પામી છે. ઉપરાંત ઠેર-ઠેર ઠંડા પાણી તેમજ ઠંડક આફતા ફળોનો રસની લારી ખુલી જવા પામી છે. જોકે રાત્રિ દરમ્યાન ઠંડક રહેતી હોવાથી ચરોતરવાસીઓને સામાન્ય ઠંડકનો અનુભવાઈ રહ્યો છે.







રાકેશ પંચાલ