www.GraminPatrika.com: સિટી બસે આપી નડિયાદીઓને રાહત Blogger Widgets

સિટી બસે આપી નડિયાદીઓને રાહત



ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં  એક વર્ષથી પણ વધારે સમયથી સીટીબસ સેવા બંધ અવસ્થામાં હતી. જે કારણોસર આ સેવાને ફરી શરૂ કરવા માટે શહેરીજનો અનેક પ્રયત્નો થઈ રહ્યાં હતા. નડિયાદ નગરપાલિકાએ આ સીટી બસસેવાની શરૂઆત ગુરૂવાર 25મી એપ્રિલથી  ફરી શરૂ કરી દીધી છે. પ્રારંભિક તબક્કે નડિયાદમાં સીટી બસ બે રૂટ વચ્ચે જ દોડશે જે માટે તબક્કાવાર પંદર જેટલી સીટીબસોને ઉપયોગ થશે.


નડિયાદમાં શહેરીજનોને અવરજવરમાં સુવિધા રહે તે હેતુથી વર્ષ 1986માં સીટી બસ શરૂ થઈ હતી. તે વખતે પાંચ બસોના સહારે આ સેવાનો પ્રારંભ થયો હતો. અને ત્યારબાદ આ સેવા વર્ષ 2004 સુધી ચાલી રહી હતી. અને ત્યારબાદ નડિયાદની સીટીબસ સેવા ખોરંભે ચઢી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં ફરી શરૂ કરાયેલી સીટીબસ સેવા પ્રારંભિક તબક્કે બે રૂટથી દોડશે. જેમાં નડિયાદ રેલ્વે સ્ટેશનથી કોલેજ વિસ્તાર અને ઉતરસંડા ચોકડી તેમજ બીજો રૂટ રેલ્વે સ્ટેશનથી ડભાણ સુધીનો કરાયો છે. આ શરૂ કરાયેલી સીટીબસના ટીકિટ દરોમાં કોઈ વધારો કરાયો નથી. જેમાં લધુત્તમ ભાડું 2 રૂપિયા અને મહત્તમ ભાડું 5 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

સીટીબસ સેવા શરૂ થતાં શહેરીજનો જણાવી રહ્યાં છેકે છેલ્લા અઢાર મહિનાથી નડિયાદની સીટીબસ સેવા સદંતર બંધ થઈ જવા પામી હતી. જેથી પ્રાઈવેટ રીક્ષાચાલકોના હાથે મોકળું મેદાન આવી ગયું હતું. જેથી રીક્ષાચાલકો મનમરજીનું ભાડું લઈ રહ્યાં હતા. શહેરમાં રીક્ષા ફેરવીને ઘણી આવક થઈ રહી હતી જેથી છેલ્લા બે વર્ષમાં નડિયાદમાં રીક્ષાની સંખ્યામાં ઘણો વધારો થઈ ગયો હતો. રેલ્વે સ્ટેશનથી કોલેજ રોડ  વિસ્તારમાં સવાર તેમજ સાંજના સમયે બીજા શહેરોમાંથી ભણવા આવતા વિધાર્થીઓ સીટીબસના અભાવે પ્રાઈવેટ રીક્ષા કરીને કોલેજ સુધી જતા હતાં પરંતુ નડિયાદના મુખ્ય બે વિસ્તારોમાં આ સીટીબસ સેવા પ્રારંભિક તબક્કે શરૂ થતાં સ્થાનીય નાગિરકોની સાથે વિધાર્થી તેમજ નોકરીયાત વર્ગને ઘણો ફાયદો તેમજ શાંતિ મળશે

ગ્રામીણ વિસ્તારોમાં જેમ કે પીજ, વસો જેવા ગામો સુધી પણ ભુતકાળમાં સીટી બસસેવા શરૂ થઈ હતી. પરંતુ તે અચનાક બંધ થઈ જવા પામી હતી. આ વિસ્તારોમાં પણ સીટી બસસેવા ફરી શરૂ થાય તો અનેક ગ્રામજનો રાહત થઈ શકે તેમ છે. નડિયાદ શહેરના મુખ્ય વિસ્તાર રેલ્વે સ્ટેશનથી કોલેજ રોડ સુધી સીટી બસ શરૂ થઈ જતાં અનેક લોકોને  ભરઉનાળામાં રાહત મળી છે. અને લોકો બાબતે ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે. જોકે હજૂ પણ સીટી બસસેવાના રૂટનો વિસ્તાર કરવાની તાતી જરૂરિયાત છે. જેમા નડિયાદથી પીજ, વસો તેમજ અન્ય નાના-મોટા ગામો તેમજ નડિયાદના અન્ય બહારી વિસ્તારોને જોડે તો નડિયાદીઓ સહિત ગ્રામજનો પણ રાહતનો શ્વાસ અનુભવી શકે.






રાકેશ પંચાલ