આણંદ જિલ્લામાં વલ્લભ વિધાનગર ખાતે આવેલ સરદાર પટેલ યુનિવર્સિટીએ સૂર્યઊર્જાનો ઉપયોગ કરીને સ્વદેશી સોલાર પાવર પ્લાન્ટ સાથે ડ્યૂઅલ એક્સિસ ટ્રેકિંગ સિસ્ટમ ડેવલોપ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું. જેમા પૂર્ણ સફળતા મળતાં એપ્રિલ મહિનાથી એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી સોલાર સિસ્ટમના ઉપયોગથી સૌથી પહેલાં એસ.પી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના કાર્યાલયને વીજળી આપવામાં આવી રહી છે. સૂર્ય કિરણોની દિશા અનુસાર ફરી શકે તે પ્રકારની આ મલ્ટિક્રિસ્ટલાઈન સોલાર પેનલ સૂર્યમુખીની જેમ જાતે જ દરેક દિશામાં ફરી શકે છે. દેશમાં આ પ્રકારની ટેક્નિકનો પ્રયોગ પ્રથમ વખત થઈ રહ્યો છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. હરીશ પાઢના પ્રોત્સાહન હેઠળ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના રિસર્ચ ટીમના ટેક્નિકલ ડિરેક્ટર એસ.એન.ઝા અને ઓપરેશન ડિરેક્ટર ડૉ. જે.આર.ગાંધી દ્વારા દેશની સર્વપ્રથમ સ્વદેશી સોલાર પાવર પ્લાન્ટ સાથે ડ્યુઅલ એક્સિસ ટ્રેકિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.
વલ્લભ વિધાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની રિસર્સ ટીમ સોલર ટ્રેકિંગ સિસ્ટમનું પ્રારંભિક તબક્કે ઈન્સ્ટોલેશન એક વર્ષ પહેલાં સરદાર પટેલ યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્મેન્ટની છત્ત પર થયું હતું. જે દરમિયાન 1.5 કિલોવોટ દર કલાકે વીજઉત્પાદન કરવાની ક્ષમતા હતી જે માટે 20 મલ્ટિક્રિસ્ટલાઇન સોલાર પેનલ લાગવવામાં આવી હતી. જેમાં દરેક પેનલની વીજઉત્પાદન ક્ષમતા 75 વોટ હતી. જેથી કુલ વિધુત ઊર્જા 1.5 કિલો વોટ મેળવવાનું લક્ષ્ય હતું. જે માટે 20 મલ્ટિક્રિસ્ટલાઈન સોલર પેનલનો ઉપયોગ થયો છે.

આ સિસ્ટમ દરરોજ સરેરાશ 8 યુનિટ જેટલી વીજળી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. યુનિવર્સિટીના છત્ત પર મૂકવામાં આવેલી 20 મલ્ટિક્રિસ્ટલાઈન સોલર પેનલ સૂર્ય કિરણોની દિશા અનુસાર વળી શકે છે. જેના કારણે 45 ટકા જેટલી વધુ ઊર્જા પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપરાંત આ પેદા થયેલી ઊર્જાને સ્ટોર પણ કરી શકાય છે જેથી રાત્રિ દરમિયાન કે વાદળછાયા વાતાવરણ દરમિયાન સ્ટોર વીજળી બેકએપ આપી શકે તેવી ક્ષમતા આ સોલર પાવર પ્લાન્ટ ધરાવે છે. મલ્ટિક્રિસ્ટલાઈન સોલર પેનલની મદદથી નજીવા ખર્ચે 45 ટકા વધુ વીજળી પેદા કરી શકાય છે. આ સિસ્ટમનું ઈન્સ્ટોલેશન એસ.પી યુનિવર્સિટીના અન્ય ડિપાર્ટમેન્ટ થાય તે માટેની કામગીરી થઈ રહી છે અને તે સાથે આ સિસ્ટમની પેટ્ટર્ન માટે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
રાકેશ પંચાલ