www.GraminPatrika.com: સુરતવાસીઓ જરા સંભાળજો... Blogger Widgets

સુરતવાસીઓ જરા સંભાળજો...


સુરત શહેરમાં અલગ-અલગ બેન્કના ડુપ્લીકેટ એટીએમ કાર્ડ મારફત ૨૦થી વધુ ગ્રાહકોના રૃપિયા એટીએમમાંથી કાઢી લેવાયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આજે શહેરભરમાં એટીએમ કાર્ડનો ઉપયોગ કરનારાઓમાં ખળભળાટ મચી ગયો હતો. ૨૦ જેટલા ગ્રાહકોએ એટીએમ કાર્ડ દ્વારા નાણાં ઉપાડયા ન હોવા છતાં મોબાઇલ ફોન પર એલર્ટ મેસેજ આવ્યો હતો કે તમારા ખાતામાંથી રૃપિયા ઉપાડાયા છે. આ અંગે ગ્રાહકોએ બેન્કમાં જઇ તપાસ કરતા તેમને સાવ ઉદ્ધત અને નફફટાઇ ભર્યા જવાબ અપાયો હોવાનો ગ્રાહકોએ રોષ ઠાલવ્યો હતો.








રાકેશ પંચાલ