www.GraminPatrika.com: વડાળી ગામે આભ ફાટ્યું Blogger Widgets

વડાળી ગામે આભ ફાટ્યું


રાજકોટ નજીક ભાવનગર રોડ પર ત્રંબા પાસે આવેલા નાનકડા વડાળી ગામમાં આજે આભ ફાટયું હોય તેમ ભારે ધોધમાર વરસાદ તુટી પડતા નદીમાં પૂર આવ્યા હતા જેમાં મોહીત રાજેશભાઈ કોળી નામનો ૮ વર્ષનો બાળક તેની મા સાથે તણાતા લાપતા થયેલા બાળકને શોધવા રાજકોટથી ધસી ગયેલ ફાયર બ્રિગેડે મોડી રાત્રિ સુધી પ્રયાસો કર્યા હતા.
ગામલોકોના અનુમાન મુજબ એક સાથે સાતથી આઠ ઈંચ વરસાદ ખાબકતા નદીમાં પૂર આવ્યા હતા અને કોઝવે પર પણ ધસમસતા પાણી ફરી વળ્યા હતા. ગામમાં અનેક વીજથાંભલા ધસી પડયાનું અને અંધારપટ છવાઈ ગયાનું જાણવા મળે છે. ફાયર બ્રિગેડના સ્થળ પર પહોંચેલા નડીયાપરો જણાવ્યા મુજબ અનેક વૃક્ષોનો પણ સોથ વળી ગયો છે. આજી ડેમ સુધી આ પાણી પહોંચ્યા હતા.





રાકેશ પંચાલ