ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ છેલ્લા બે દિવસથી ચરોતર પંથકમાં વાતાવરણ પલટો અનુભવાઈ રહ્યો છે. ચરોતરના ખેડા અને આણંદ જિલ્લામાં શનિવારની સાંજથી વાતાવરણ પોતાનો મિજાજ બદલ્યો છે.
શનિવાર 22મી એપ્રિલના રોજ સાંજે પાંચ વાગ્યે જોરદાર પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં અચાનક આવેલા પલટાના કારણે લોકોને બફારો અનુભવાઈ રહ્યો છે. આ બદાયેલા વાતાવરણે કેરી રસિકોને િનિરાશ કર્યા છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી ચુક્યો છે. જેથી કેરી આ વખતે લાંબા સમય સુધી જોવા મળશે નહીં. જેથી કેરી રસિકોને સત્વરે તેનો આનંદ લઈ લેવો પડશે જ્યારે વેપારીવર્ગ પણ નિરાશ છે કારણકે લોકો હજૂ તો ગરમીનો અનુભવ કરી રહ્યા હતા તેમા વરસાદી પડી જતાં ઠંડક આપનારા એસી જેવા વિધૃત ઉપકરણોની ખરીદી પર અસર થશે તેમ વેપારીવર્ગ જણાવી રહ્યો છે.
રવિવાર અને આજે સોમવારે 22મી એપ્રિલના રોજ સાંજે પાંચ વાગ્યે ઘરેા કાળા વાદળોની સાથે ઓછા અંશે વરસાદ ચરોતર પંથકમાં પડ્યો છે. જોકે કમોસમી વરસાદના કારણે ચરોતરવાસીઓ બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.
રાકેશ પંચાલ
