www.GraminPatrika.com: એક કાંકરે બે પક્ષી મારવાનો અનોખો પ્રયાસ Blogger Widgets

એક કાંકરે બે પક્ષી મારવાનો અનોખો પ્રયાસ


દેશભરમાં તંત્ર દ્રારા વૃક્ષારોપણ અને દિકરી બચાવો અંતર્ગત અનેક યોજનાઓ અને કાર્યક્રમોનું આયોજન થાય છે. પરંતુ કોઈ ગામ કે શહેરના નાગરિકો પોતાની આગવી સમજણથી એક પ્રેરણાદાયી કામ કરનારા ગામો કે શહેરની સંખ્યા ઘણી ઓછી છે.
વર્તમાન સમયમાં ગ્લબોલ વોર્મિગના ચિંતાનો વિષય છે તે માટે તંત્ર દ્રારા પણ સમય સમયે વૃક્ષારોપણ જેવો કાર્યક્રમનું આયોજન થાય છે અથવા તો સેવાભાવી સંસ્થાઓ પણ આ પ્રકારનો કાર્યક્રમો કરતી હોય છે. સમાજનો બીજો સળગતો પ્રશ્ન છે પુરૂષોની સામે મહિલાઓ ઘટતી જતી સંખ્યા..

અનેક વર્ષોથી વૃક્ષોની ઘટતી સંખ્યા અને ભ્રૃણહત્યા ચિંતાનો વિષય રહ્યો છે ત્યારે રાજસ્થાન રાજ્યમાં રાજસમંદ જિલ્લામાં આવેલું પિપલાની ગામ સમાજ માટે પ્રેરણાદાયી બની જવા પામ્યું છે. આ ગામે વર્ષ 2007માં એક અનોખો પ્રેરણાદાયી નિર્ણય હતો જેમાં તેમણે નક્કી કર્યું કે પિપલાની ગામમાં કોઈના ઘરે દિકરીનો જન્મ થાય તો પિપલાની ગામમાં 111 વૃક્ષોને રોપવાનો નિર્ણય કરો. અને ત્યારથી લઈને આજ દિન સુધી પિપલાની ગામ આ નિર્ણય પ્રમાણે દિકરીના જન્મે 111 વૃક્ષોને રોપે છે. વર્તમાન સમયમાં ગામમાં અંદાજે 2.52 લાખ વૃક્ષો અડીખમ ઉભા છે. આ ગામે સમાજના વર્તમાન સમયમાં પ્રવર્તી રહેલા બે મુખ્ય પ્રશ્નોનું એક કાંકરે બે પક્ષી મારવા જેવું કામ કર્યુ છે.





રાકેશ પંચાલ