www.GraminPatrika.com: લશ્કરમાં જોડાવાની પ્રેરણા આપતો યુવાન Blogger Widgets

લશ્કરમાં જોડાવાની પ્રેરણા આપતો યુવાન


ચરોતરના આણંદ શહેરમાં એક યુવાન ડિફેન્સનો યુનિફોર્મ પહેરીને આણંદવાસીઓના યુવાનોને ડિફેન્સમાં જોડાવાની સલાહ આપી રહ્યો છે. દિવસ દરમ્યાન સમગ્ર શહેરમાં ડિફેન્સના યુનિફોર્મમાં ફરી રહેલો આ યુવકનું સ્વપ્ન હતું કે તે પોતે ડિફેન્સમાં સેવા આપે અને તેનું તે સ્વપ્ન સાકાર થતાં અન્ય યુવાનોને પણ  નિરાશ ન થવાની સાથે સતત પ્રયત્ન કરવાની સલાહ આપી રહ્યો છે.

આણંદ ખાતે સરદારગંજ વિસ્તારમાં રહેતો મધ્યમવર્ગીય વિજય સરગરાના પરિવારમાં મા-બાપ અને બે ભાઈઓ છે. તેનો મોટો  ભાઈ વિઠ્ઠલ ઉધોગનગર ખાતે ડ્રાઈવત તરીકે પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે જ્યારે નાનો ભાઈ ડી.એન હાઈસ્કુલમાં ધોરણ બારનો અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે તેના પિતા વિનોદભાઈ સરગરા ઘડીયાળ રીપેરીંગની દુકાનમાં નોકરી કરે છે. મધ્મમવર્ગીય આ પરિવારનો દિકરાને ડિફેન્સમાં કામ કરવાની તક મળતાં પરિવારના સદસ્યો ઘણા ખુશ છે. પરંતુ યુવાનન વિજય સરગરાની ઈચ્છા કે મારી જેમ ગુજરાતના અન્ય યુવાનો પણ ડિફેન્સમાં જોડાય અને ડિફેન્સમાં ગુજરાતી યુવાનોની સંખ્યા વધે તે માર્ગે કામ કરવાની ઈચ્છા છે જેથી તે જ્યારથી રજાઓ દરમ્યાન આણંદમાં આવ્યો છે ત્યારથી દિવસ દરમ્યાન ડિફેન્સની વર્દી પહેરીને શહેરમાં પહેરી રહ્યો છે અને સાથે યુવાનોને ડિફેન્સમાં કેવી રીતે જોડાવું તે બાબતે માર્ગદર્શન આપી રહ્યો છે.

તે પોતે કેવી રીતે જોડાયો તે બાબતે કહેતા વિજય સરગરા જણાવે છેકે વર્ષ 2010માં અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભરતી મેળો યોજાયો હતો. જેમાં તેને ભાગ લીધો હતો. જે દરમ્યાન તેને લેખિત તેમજ ફીટનેશ ટેસ્ટ આપ્યો હતો. અને મેડીકલ ટેસ્ટ પાસ કર્યા બાદ તેની ટ્રેનિંગ કર્ણાટક રાજ્યના બેલગામ ખાતે નવ મહિના સુધી ચાલી હતી અને ત્યાર બાદ એરફોર્સ સ્ટેશન તામરમ ખાતે એડમીનીસ્ટ્રેટીવ આસીસ્ટંટ તરીકે પોસ્ટીંગ કરવામાં આવ્યું છે. તેના મતે આ માત્ર ડિફેન્સમાં કેવી રીતે ટેસ્ટ પાસ કરવા તેની વિગત છે પરંતુ સત્ય તે છેકે ડિફેન્સમાં જોડાવાની ઈચ્છાશક્તિ ગુજરાતી યવાનોમાં પ્રબળ બને તે હેતુથી ઉપરાંત મારા જેવા અન્ય યુવાનોમાં આકર્ષણ પેદા થાય તે હેતુથી હું આણંદ શહેરમાં મારી ડિફેન્સની વર્દીમાં ફરી રહયો છું.






રાકેશ પંચાલ