સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પીવાનું પાણી એક વિકટ સમસ્યા બની રહી છે અને મીડિયાના માધ્યમથી જ્યારે દેશભરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લાગ્યું કે સૌરાષ્ટ્રમાં પ્રવર્તી રહેલી પાણીની સમસ્યા સપનાં પર પાણી ફેરવી દેશે તેથી તેમણે પ્રજાને સંબોધીને કહ્યું હતું કે નર્મદા ડેમને પૂર્ણ થાય તે માટે કેન્દ્ર સરકાર પર ભાર મુકવો પડશે અને દોષનો ટોપલો કેન્દ્રને માથે મુકી દીધો હતો. ત્યાર બાદ પણ મીડિયા જગત દ્રારા અનેક ફોટા- વિડીયોના માધ્યમથી લોકોને પડી રહેલી મુશ્કેલીને ઉજાગર કરવામાં આવી અને ગુજરાત મંત્રી મંડળ ફરી જાગ્યું અને જલ્દી જલ્દીમાં બેઠક યોજી અને તેમાં નિર્ણય કરવામાં આવ્યો કે સૌરાષ્ટ્ર અને કચ્છને નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન મારફતે અપાતા દૈનિક પાણીના જથ્થામાં ૮૦ કરોડ લિટરથી વધારીને ૧૨૦ કરોડ લિટર કરવામાં આવશે અને જ્યારે પાઇપલાઇનથી પાણી નથી પહોંચી શક્યું તેવા ૫૨૩ ગામોમાં ટેન્કરોથી પાણી આપવામાં આવશે.
વધુમાં ઓછુ હતું કે ભાજપ જ વિવાદમાં ફસાઈ ગઈ જ્યારે ભાજપના સ્થાપનના દિનની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભાજપનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યભરમાં આવેલા ભાજપના કાર્યકરો અને આગેવાનોને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે મિનરલ વોટરની બોટલોની વ્યવસ્થા કરાઈ હતી. બીજી તરફ કાળઝાળ ગરમીને લીધે કાર્યકરોને ઠંડું પાણી મળી રહે તે માટે પણ બરફની વ્યવસ્થા કરાઈ હતી.આ મુદ્દો શાંત થાય તે પહેલા જ ફરી ગુજરાતમાં પ્રવર્તી રહેલી પાણીની સમસ્યા ભડકે સળગી જ્યારે કોંગ્રેસ અને એનએસયુઆઇના હાથે બાટલીબોયનું ખિતાબ મેળવનાર કુલપતિ ડો.આદેશપાલે સત્તાનો દૂરપયોગ કરીને મુખ્યમંત્રી, કેબીનેટ મિનિસ્ટર કે કલેટકટર, મેયર, કમિશ્નરના સરકારી આવાસોમાં નથી તેવો સ્વીમીંગ પુલ કુલપતિ બંગલામાં બાંધવાનુ શરૂ કર્યુ હોવાના સમાચારા મીડિયા જગતમાં વહેતા થયા, ઉપરાંત આ માટે તેમણે કોઇની પરવાનગી લીધા વગર બારોબાર ખર્ચને મંજૂરી આપીને આશરે ૬૦ ટકા કામ પુરું થયા પછી બાંધકામ કમિટીની મંજૂરી લીધી હતી. ગુજરાતમાં દૂષ્કાળગ્રસ્ત પરિસ્થતિ છે, લોકોને પીવાનું પાણી મેળવવા માટે વલખાં મારવા પડે છે ત્યારે કુલપતિએ ઐયાશી કરવા સ્વીમીંગ પુલ બાંધવાના અભરખા સેવતા ઉચ્ચ શિક્ષણજગતમાં વિવાદ સાથે ખળભળાટ મચી ગયો હતો.
વર્ષોથી રાજ કરી ચુકેલી કોંગ્રેસને પહેલીથી જ ખબર હતી ઉનાળાના સમયે ગુજરાતમાં પાણીનો મુદ્દો ચર્ચાનો વિષય બનશે જેથી મહિના અગાઉથી ગુજરાત કોંગ્રેસ દ્રારા તૈયારીઓ શરૂ થઈ હતી જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ દસમી એપ્રિલથી જળયાત્રા દ્રારકાથી વહેતી તકે શરૂ કરી દીધી હતી અને જેનો તેને થોડા ઘણા અંશે ફાયદો મળ્યો કે નહીં તે કહી શકાય નહીં પરંતુ મનને શાંતિ ચોક્કસ મળી હશે. આ યાત્રા આ યાત્રા નવ જિલ્લાના ૨૨ તાલુકાના ૧૦૦ ગામોને આવરી લઈ કુલ ૧૨૬૭ કિ.મી.નું અંતર કાપીને બારમી એપ્રિલે અંબાજી ખાતે પૂર્ણ થવાની છે.
વર્તમાન સમયમાં અમદાવાદ – ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની કારમી તંગીથી લોકો હેરાન-પરેશાન છે. અંદાજે ૪૦૦૦ જેટલા ગામોમાં લોકોને પીવાના પાણીનાં ફાંફાં છે. પરિસ્થિતિમાં સુધારો થવાની નજીવી આશા છે.સૌરાષ્ટ્ર વિસ્તારમાં સામાન્ય રીતે દુકાળગ્રસ્ત ગણાય છે. ચોમાસાની ગઈ મોસમમાં પણ અહીં વરસાદ બહુ ઓછો થયો હતો. અહીંના ૯૦૦ ગામો દુકાળગ્રસ્ત છે અને ૨,૯૭૯ ગામોને આંશિક દુકાળગ્રસ્ત જાહેર કરાયા છે.
રાકેશ પંચાલ




