www.GraminPatrika.com: અમદાવાદને ચાલતા આણે શીખવ્યું ! Blogger Widgets

અમદાવાદને ચાલતા આણે શીખવ્યું !


અમદાવાદનો લક્કડિયો પુલ જે એલિસ બ્રિજના નામે પણ ઓળખાય છે. જૂના અને નવા અમદાવાદને જોડતો આ પહેલો પુલ  છે. ઐતિહાસિક મહત્વ ધરાવતો આ વારસો  છે. દેશની આઝાદીમાં મીઠ્ઠા સત્યાગ્રહ માટે કરાયેલી દાંડીયાત્રાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે દાંડીયાત્રાની સૌથી પહેલી વિશાળ જનસભા મહાત્મા ગાંધીએ આ લક્કડિયા બ્રિજની નીચે જ કરી હતી.

અમદાવાદના સર્વપ્રથમ બ્રિજ આજની પેઢી માટે અનેક રીતે પ્રેરણાદાયક છે. જોકે આ બ્રિજને હેરિટેજ તરીકે જાહેર કરીને તેની જાળવણી કરવી જોઈએ પરંતુ તે બાબતે કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી તે નવાઈની વાત છે.

અમદાવાદના આ પુલને બીજી વખત ઉભો કરવા માટે તેની ડિઝાઈન વર્ષ 1889માં થઈ હતી અને તેનું નિર્માણ 1892માં પૂર્ણ થઈ ગયું હતું.  433 મીટર લાંબો, 6.3 મીટર પહોળા આ પુલની બન્ને બાજુની વિંગ્સ 1995માં બનાવામાં આવી હતી. અને તેનું નામકરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા સ્વામિ વિવેકાનંદ પૂલ કરી નાખ્યું હતુ. અને તે વખતે 18 કરોડ જેટલો ખર્ચો થયો હતો. તે વખતે શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવાના ઈરાદે આ ખર્ચો કરીને આ બ્રિજને બન્ને બાજુ વિસ્તૃત કરવામાં આવ્યો હતો.

જોકે સૌથી પહેલો બ્રિજ 1870માં અંદાજે પાંચ લાખના ખર્ચે બન્યો હતો. જે લાકડાનો હતો જેથી આજે પણ આ બ્રિજ લક્કડિયો પુલ તરીકે જ ઓળખાય છે. પરંતુ વર્ષ 1875માં સાબરમતી નદીમાં આવેલા પૂરના પરિણામે   લાકડાનો બનેલો પુલ તુટી ગયો હતો. પરંતુ અમદાવાદ શહેર આ બ્રિજના સહારે વિકાસનું પહેલું પગથિયું ચઢ્યું  છે અને તે હમેશ માટે ન ભુલાય શકે તેવું સત્ય છે.

વર્ષ 1870માં તુટી ગયેલા લક્કડિયા પુલને ફરી બાંધવાનું કામ પૂણેમાં ભણેલા ગુજરાતી એન્જીનિયર બહાદુર હિંમતલાલે હાથે લીધું હતું. બીજી વખત નિર્માણ થઈ રહેલા આ પુલમાં લોખડનો ઉપયોગ કરવામાં આવ્યો અને તે માટે જરૂરી સામગ્રી  જહાજ મારફતે બિરમીનગમથી મંગાવામાં આવતી હતી. અને તે સમયે બે જહાજ ડૂબી પણ ઘટના સર્જાઈ હતી. અને ત્રીજી જહાજે લોખંડની સામ્રગી અમદાવાદ સુધી પહોંચી હતી. આ બ્રિજનું નિર્માણનો ખર્ચો પાંચ લાખ જેટલો આંકવામાં આવ્યો હતો. પરંતુ તેના કરતા ઓછા ખર્ચે  ગુજરાતી એન્જીનિયર હિમતલાલે નવો બ્રિજ ઉભો કરી દીધો હતો અને વધેલા નાણાં પરત કર્યા હતા. જેથી બ્રિટીશ સરકારે રાવ સાહેબ તરીકે ઉપનામ પણ આપ્યું હતું. ઉપરાંત આ પુલને શહેરના જ કમિશનર સર બેરો હર્બટ એલિસનું નામ આપવામાં આવ્યું હતું.લાકડાનો લક્કડિયો પુલ જે વર્ષ  1870માં તેનો ખર્ચો પાંચ લાખનો થયો હતો. જ્યારે ગુજરાતી એન્જીનિયર હિમતલાલે લોખડના ઉપયોગ કરીને એલિસ બ્રિજ બનાવ્યો ત્યારે ખર્ચો ચાર લાખ જેટલો થયો હતો. અને વર્ષ 1892માં બનીને તૈયાર થઈ ગયો હતો.

શું આ ઈતિહાસ રહેશે અડીખમ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બ્રિજને તોડી પાડવાના ઈરાદે નવો બ્રિજ બનાવાની વાત કરી જેથી લોકો  આ બ્રિજ પ્રત્યેની લાગણીની અસર દેખાઈ રહી છે. લોકો  આ બ્રિજને સાચવી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યાં અને અને તેની બાજુમાં નવો બ્રિજ બને તેવી આશા રાખી રહ્યાં છે. તેવી પરિસ્થતિમાં સરકારના મંત્રી શ્રી  અને પ્રવક્તા સરકારના પ્રવક્તા અને નાણામંત્રી નીતિન પટેલે જણાવી રહ્યાં છેકે  મીડિયાએ આ પુલ નહીં તોડવાની અને નજીકમાં બીજો નવો પુલ બનાવવાની વ્યક્ત કરેલી લોકલાગણીની સરકારે નોંધ લીધી છે. કોર્પોરેશને જે દરખાસ્ત તૈયાર કરી છે તે સમજી વિચારીને તૈયાર કરી હશે. કોર્પોરેશનમાં સરકારના પ્રતિનિધિ તરીકે મ્યુનિસિપલ કમિશનર છે અને તેમણે આ દરખાસ્ત તૈયાર કરી હશે ત્યારે તમામ બાબતોનો વિચાર કર્યો જ હશે તેમ છતાં લોકલાગણીને જોતાં રાજ્ય સરકાર અમ્યુકો પાસેથી તેની વિગતો મેળવીને અભ્યાસ કરશે. તેમણે જો કે આ ઐતિહાસિક અને અમદાવાદની આગવી ઓળખ સમાન પુલને તોડવો ન જોઈએ એવો કોઈ અભિપ્રાય આપ્યો નહોતો. તેમના પ્રત્યુતરમાં અમ્યુકોએ કરેલા નિર્ણયનો છૂપો બચાવ દેખાતો હતો અને એ જોતાં રાજ્ય સરકાર આ પુલને બચાવવા કોઈ દરમિયાનગીરી કરે એમ હાલની ઘડીએ જણાતું નથી.





રાકેશ પંચાલ