www.GraminPatrika.com: કષ્ટભંજનનું અનોખું પોઢેલું સ્વરૂપ Blogger Widgets

કષ્ટભંજનનું અનોખું પોઢેલું સ્વરૂપ


અંજનિપુત્ર રામભક્ત હનુમાનજીનાં વિશ્વમાં અનેક મંદિરો આવેલાં છે પરંતુ સ્વયંભૂ પ્રગટ થયેલા સૂતેલા હનુમાનજીની મૂર્તિઓ ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે. સૌથી જૂની અને ઇતિહાસમાં મહત્વ ધરાવતી મૂર્તિઓ માત્ર બે જગ્યાએ જ છે. એક અલાહાબાદ ત્રિવેણી સંગમ પર હનુમાનજીની સૂતેલી મૂર્તિ છે અને બીજી અમદાવાદથી ૧૦૦ કિ.મી.દૂર મોડાસાથી ચાર કિ.મી.નજીક આવેલ સાકરિયા ગામની નજીક વગડામાં સૂતેલા હનુમાનજીની મૂર્તિ છે જ્યાં સુંદર મંદિર આવેલ છે.હનુમાન જયંતિ ઉપર અહીં વિવિધ મહોત્સવનું આયોજન કરવામાં આવે  છે. દર વર્ષે 50 હજારથી વધુ ભક્તો ભાગ લે છે. સાકરિયા હનુમાનજી મંદિર સ્થપાયેલ પોઢેલા હનુમાનજીના  મૂર્તિનો ઈતિહાસ ઘણો જ ચમત્કારી છે. મહાભારતના સમયે પાંડવો ગુજરાતમાં આવેલા તે ઘણા પ્રસંગો અને સ્થળો પરથી સાબિત થાય છે.    


પાંડવો જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે આ સ્થળે રોકાયેલા અને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશથી અર્જુને આ સ્થળે મૂર્તિની સ્થાપના કરી હનુમાનદાદાનું અનુષ્ઠાન કરેલું. કૌરવો સાથે યુદ્ધ નિશ્વિત છે તેમ માની અર્જુને હનુમાનદાદા પાસે યુદ્ધમાં મદદ માંગી હતી  અને દાદાએ પ્રસન્ન થઇ અર્જુનના રથ ઉપર ધ્વજમાં પોતાનું સ્થાન લીધેલું. મહાભારતનો ઈતિહાસ બતાવે છે કેહનુમાનદાદાએ અર્જુનના રથ ઉપર બેસી યુદ્ધ દરમિયાન પાંડવોની રક્ષા કરી હતી.



દાદાની મૂર્તિ પંચધાતુની બનેલી છે. મૂર્તિ પાસે બેસી પ્રાર્થના કરવાથી સર્વે મનોકામનાઓ પૂરી થાય છે. મૂર્તિનું સ્વરૂપ જીવિત લાગે છે. આ વખતે અહીં હનુમાન જયંતીએ ગામવાળાઓ મારુતિ યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવે છે.