બોલીવુડ માટે અનેકે એવોર્ડ વિતરણ થાય છે, આ એવોર્ડ વિતરણમાં કોન કેટલા એવોર્ડ લઈ જાય છે તેનું ધ્યાન મોટાભાગે એક્ટર્સના પોતપોતાના ખેમા ધ્યાન રાખે છે. સલમાન અને શાહરૂખની જંગ જગજાહેર છે. સમય સાથે ભુતકાળના આ બન્ને ખાસ દોસ્ત એકબીજાની સામે આવીને ઉભા રહ્યાં છે, એક બાદશાહ બન્યો તો બીજો દબંગ, પરંતુ અંતે વર્ષ 2013માં કિંગ ખાને દબંગને મોટો ધક્કો આપ્યો છે.
ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી પોતાના સૌ વર્ષ પૂર્ણ કરી રહી છે જેથી ફિલ્મફેયર જેવું પ્રતિષ્ઠિત અને ભારતનું સૌથી જુનું મેગેઝીન પોતાના મેનેઝીનના લેટેસ્ટ કવર પેજ બોલીવુડના ત્રણ સુપરસ્ટાર્સને એક સાથે લાવીની ઈચ્છા સાથે ફોટો શુટ કર્યો હતો.જ્યારે બોલીવુડના ત્રણ સુપરસ્ટાર્સની વાત થાય તો એક બીગ બીનું નામ ચોક્કસ છે. તો દિલીપ કુમાર આ અવસરે ન ભુલી શકાય પરંતુ ત્રીજો કોણ ? આ પસંદગી કરવી ઘણી મુશ્કેલ પડે તેમ છે. પરંતુ આ જંગમાં પણ કિંગ ખાને બાજી મારી લીધી છે.
કિંગ ખાન કરતા વધારે સુપરહિટ ફિલ્મો સલમાન ખાને છેલ્લા ત્રણ વર્ષમાં આપી છે અને કિંગ ખાને ભારે પડી રહ્યાં છે પરંતુ ફિલ્મફેયરના કવર પેઈજ પર બાદશાહ આવી જતાં દબંગનો દમ સાફ રીતે ઓછો થઈ હોય તેમ જણાઈ રહ્યું છે.
રાકેશ પંચાલ

