દેશને જાગૃત કરનારા સમાજસેવી અન્ના હજારે દ્રારા 31મી માર્ચથી અમૃતસરના જલિયાવાલા બાગથી શહિદોને નમન કરીને પોતાની જનતંત્ર યાત્રા શરૂ કરવામાં આવી છે. અને આજે ઉત્તરપ્રદેશના બાગપત ખાતે પહોંચી ત્યારે ચોંકવનારો દ્રશ્ય જોવા મળ્યાં, ભાષણ માટે બનાવેલા ટેન્ટની અંદર એક પણ માણસ ફરક્યો ન હતો. જોકે મીડિયાજગત માને છેકે અન્ના હજારની ચમક ઓછી થઈ છે. જ્યારે અલગ ટેન્ટ બનાવેલી ચુકેલ કેજરીવાલ ગેંગ આ બાબતને નકારી રહી છે. તેમના મતે આ કદાચ ડીસમેનેજમેન્ટ હોઈ શકે, બાકી અન્ના હજારેની ચમક કે લોકપ્રિયતા ઓછી થઈ નથી.
પરંતુ સત્ય છેકે દેશભરને લોકપાલ મુદ્દે જાગૃતિ ફેલાવનારા અન્ના હજારેની જનતંત્ર યાત્રા માટે અઠવાડિયા અગાઉથી ઉત્તરપ્રદેશના બાગપતમાં કરવામાં આવી રહ્યો હતો. તેમ છતાં ટેન્ટ નીચે એકપણ આદમીની હાજરી ન હોવી તે અનેક શંકાઓ પેદા કરે છે.
બાગપતમાં આમ આદમીની ગેરહાજરીનું મુખ્ય કારણ હોઈ શકે અન્ય પક્ષોના કાર્યકર્તાઓ દ્રારા આમ આદમીને દૂર રાખવામાં આવ્યો હોઈ શકે. પરંતુ તે શક્ય નથી કારણ કે જાગૃત સમાજમાં કોઈ એક પાર્ટી દ્રારા ખુલ્લી રીતે આમ આદમી પર દમન શક્ય નથી. નહીં તો મીડીયામાં મુદ્દો બન્યા વગર રહી શકે નહીં. જોકે અન્ના સમર્થકના મતે અન્ના લોકોના મનમાં વસેલા છે જેથી ન આવે તો પણ ચાલે, પરંતુ આ જવાબ પેટમાં પચે તેવો નથી.
જોકે મીડીયા જગતે પણ જનતંત્ર યાત્રા બાબતે વધારે રસ જોયો નથી. નહીં તો મીડિયાજગતની મદદથી અન્ના હજારેના દરેકે દરેક સમર્થન અને નાના-મોટા નિવદેનો લઈને પણ આમ આદમીને અન્ના પ્રત્યે જાગૃત રાખાવાની કોશિશ કરી હતી.જોકે આ બાબતે મુદ્દે ઈન્ડીયા ન્યુઝના વરીષ્ઠ પત્રકાર દીપક ચૌરસીયા અને સામાજિક કાર્યકર્તા કુમાર વિશ્વાસ વચ્ચે ટેલિફોનિક ગરમા ગરમી વાતચીત થઈ હતી. જોકે દીપક ચૌરસીયા અચાનક ટેલિફોનિક લાઈન પર આવી ગયા હતા જથી કુમાર વિશ્વાસ થોડા મુંઝાયેલા જણાયા હતા.
રાકેશ પંચાલ

