ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં ગુજરાતને વિકાસના મોર્ડલ તરીકે પ્રંશસા કરીને પોતાની દિલ્હીની ગાદી નક્કી કરી રહ્યાં છે ત્યારે ગુજરાતમાંથી રોજ નવો મુદ્દો ઉછળે છે. અને તેની સીધી અસર મુખ્યમંત્રીની છબી પર પડી રહે છે. જો કે કમાલની વાત તે છેકે જે સ્થાનયી ન્યુઝ ચેનલોમાં પહેલું આવી શકે તે પહેલા રાષ્ટ્રીય ન્યુઝ ચેનલમાં જલ્દી આવી જાય તે નવાઈ પમાડે તેવી વાત છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી અચાનક રાતોરાત રાષ્ટ્રીય ન્યુઝ ચેનલમાં ચમક્યાંને ગુજરાતનું રાજકારણ ગરમાયું. જેનો લાભ વિરોધીયો ચોકક્સ લેશે તો રાષ્ટ્રીય રાજનીતિ આ મામલે જરૂર મોદીને વારંવાર ટકોર કરશે અને તેનો વળતો જવાબ ગુજરાતના મુખ્યમંત્રી ક્યારે અને કેવી રીતે આપશે તે જોવાનું રહેશે.
ફેયર પ્રાઈઝ એસોસિયેસનના અધ્યક્ષ પ્રહલાદ મોદીએ ગરીબોના રાશન પર ભષ્ટ્રાચાર થઈ રહ્યો હોવાનો આરોપ સરકારી તંત્ર અને ભાઈના રાજમાં આ પ્રકારે ગેરરીતિ જાણીને જોઈને થઈ રહી છે તે બાબતે ઘટસ્ફોટ કર્યો હતો. શુક્રવારે ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે મોટા ભાઈ દ્રારા લગાવામાં આવેલા આ આરોપ કેટલો નાના ભાઈને અસર કરી જશે તે નક્કી નથી. પરંતુ આ બાબતે કેન્દ્રીય રાજનીતિમાં જીડીયુ માટે ફાવતું હથિયાર મળી ગયું છે. જેડીયુના નેતાઓ દ્રારા અત્યારથી બયાનબાજી શરૂ થઈ ગઈ છે. અમે તો કહીએ છીએ બિહારનો વિકાસ સૌ કોઈને સાથે લઈને થયેલો વિકાસ છે અને બિહારનું વિકાસનું મોર્ડલ જ ઉત્તમ છે. જ્યારે ભાજપના નેતાઓ દ્રારા આ બાબતે અલગ સુર જોવા મળે છે તેમના મતે પ્રહલાદભાઈ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મોટાભાઈ છે તે સત્ય છે પરંતુ તે સાથે ફેયર પ્રાઈઝ એસોસિયેશનના અધ્યક્ષ છે અને તે બાબતે ધ્યાન દોરાવું જોઈએ કે તેમને કંઈ મુશ્કેલી હોય તે સરકાર સાથે વાતચીત કરી શકે છે પરંતુ અચાનક આ પ્રકારે રાષ્ટ્રીય ટીવી ચેનલોમાં મામલો ઉજાગર કરવા પાછળ તેનું કોઈ ચોક્કસ કારણ પણ હોઈ શકે.
રાકેશ પંચાલ

